________________
પૂરી સાધના પદ્ધતિ પર ગુરુદેવનો જ તો એકાધિકાર છે ને ! ગુરુદેવ છે, તો સાધના છે... પ્રભુએ કહેલી સાધના સદ્ગુરુદેવ દ્વારા આપણને મળે.
તત્કાલીન શ્રાવકવર્ગનું સમર્પણ પણ કેવું અજોડ હતું ! એક શ્રાવકને મનમાં વિચાર નથી આવતો કે ગુરુદેવથી આવું કાર્ય કેમ કરી શકાય ? ઊલટું, સાંજે તે શ્રાવકો પ્રતિક્રમણ માટે આવ્યા અને તેમને ખ્યાલ આવ્યો કે નવા મુનિરાજને પેટમાં દુખે છે; તો તરત તેઓ તેમની સેવા માટે આવી ગયા. તેમના પગ દબાવતાં તે શ્રેષ્ઠીઓ કહે છે : સાહેબ, આપ તો બડભાગી છો કે સદ્ગુરુદેવની અમીદિષ્ટ આપના પર પડી અને આપને પ્રભુનો સાધનામાર્ગ મળી ગયો. પ્રભુનો પ્યારો વેષ મળી ગયો.
આ ક્ષણોમાં નૂતન મુનિવરને પ્રભુના વેષ ૫૨ અને એ વેષના દાતા સદ્ગુરુદેવ પર બહુમાનભાવ છલકાયો.
એ જ રાત્રે તેમનો કાળધર્મ થાય. બીજા જન્મમાં તેઓ સંપ્રતિ નામના રાજકુમાર થાય. નાની વયમાં તેમને સામ્રાજ્ય મળે. રથયાત્રામાં ચાલતા ગુરુદેવને સમ્રાટ સંપ્રતિ જુએ અને તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગુરુદેવનાં ચરણોમાં ઢળ્યા તેઓ.
વિચાર આવે કે ગુરુદેવનો કેટલા કલાકનો તેમને પરિચય ? સાંજે ગુરુદેવ પ્રત્યે બહુમાનભાવ છલકાયો. રાત્રે ચિરવિદાય. ચારપાંચ કલાકનો એ પરિચય. પણ એણે મુનિરાજના અસ્તિત્વ પર ૫૪ મોક્ષ તમારી હથેળીમાં
ગુરુદેવની કેવી તો છબી અંકિત કરી, કે જન્મ બદલાય છે; એ છબી એવી ને એવી રહે છે.
આ છે ગુરુબહુમાન.
સાધક આ લયમાં પ્રાર્થના કરે છે : “હોડ મે દિ સંગોળો...' સદ્ગુરુ આદિ સાથે મારો સંયોગ હો ! બહુમાનભાવથી ઓતપ્રોત સંયોગ. માત્ર બહારી સંયોગ નહિ. આન્તરિક સંયોગ.
આ સદ્ગુરુસંયોગ માટે જ પ્રાર્થનાસૂત્ર ‘જયવીયરાય’માં ‘સુહગુરુજોગો' – સદ્ગુરુયોગની પ્રાર્થના કરાઈ છે.
હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભક્તની આ પ્રાર્થના મનોવૈજ્ઞાનિક આયામવાળી છે. ભક્ત એમ નથી કહેતો કે પ્રભુ ! તું મને સદ્ગુરુ આપ ! એ કહે છે : પ્રભુ ! મને સદ્ગુરુયોગ મળવો જોઈએ.
ખ્યાલ છે કે અતીતની યાત્રામાં શ્રેષ્ઠ ગુરુઓ મળ્યા હતા. કદાચ મહાન હરિભદ્રાચાર્યજી કે પૂજ્ય હીરવિજયસૂરિદાદા જેવા સદ્ગુરુનો ભેટો થયો હશે. પણ સદ્ગુરુયોગ ક્યાં હતો ? સદ્ગુરુનાં ચરણોમાં સંપૂર્ણ સમર્પણ ક્યાં હતું ?
કદાચ, પોતાનું વ્યક્તિત્વ કેન્દ્રમાં હતું અને સદ્ગુરુચેતનાને પરિઘમાં રાખેલ હતા. અને ગણિતનો નિયમ છે કે પરિઘ કેન્દ્રને અનુસારે નિયુક્ત થયેલું હોય. તો, જે સદ્ગુરુને કેન્દ્રમાં મૂકવાના
પ્રાર્થનાનું ઊંડાણ ૫૫