________________
‘ના હમ મનસા... ના હમ શબદા...’ શબ્દ છે પૌગલિક ઘટના. હું છું જ્યોતિર્મય ચૈતન્ય. શબ્દ મારું સ્વરૂપ નથી.
‘ના હમ શબદા’ની એક અસર એ થાય કે કોઈ વ્યક્તિ સાધકને કડવા શબ્દો પણ કહી દે તો એની અસર એના પર ન થાય. શબ્દ શબ્દ છે, હું હું છું. મારે અને એ શબ્દોને શી લેવા-દેવા ? હા, એ શબ્દોમાંથી મારા જીવન માટે જરૂરી કંઈક પાથેય મળતું હશે તો લઈ લઈશ.
ગુર્જિએફને એક વ્યક્તિએ કહ્યું : મિસ્ટર એક્સ તમારી બહુ જ નિન્દા કરતા હતા. ગુર્જિએફે હસતાં હસતાં કહ્યું : મિ. એક્સનો તો મને ખ્યાલ નથી, પણ લિજ્જતભરી મારી ટીકા સાંભળવી હોય તો મિ. વાય પાસે જવું. મઝા આવી જાય. | ગુર્જિએફે ઉમેરેલું : એકવાર હું કૉફી હાઉસમાં અંધારામાં બેઠેલો. ત્યાં મિ. વાય એમના મિત્રો સાથે આવ્યા. દોઢેક કલાક સુધી એમણે મારી જે ધોલાઈ કરી છે; લિજ્જતદાર નિન્દા... મઝા આવી ગઈ મને.
‘ના હમ તન કી ધરણી...’ શરીર તે હું નથી. શરીરમાં હું રહું છું. ‘જિંદગી એક કિરાયે કા ઘર હૈ, એક દિન તો બદલના પડેગા; મૌત જબ તુમ કો આવાજ દેગી, તબ ઘર સે નીકલના પડેગા...”
સંતને રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો. ભક્ત પૂછ્યું : આનંદમાં ? સંતે કહ્યું : એકદમ આનંદમાં... ‘અરે, પણ આ રોગ...!' સંત કહે છે : આ તો છે પ્રભુનું વરદાન. ‘કઈ રીતે ?” મઝાનો ઉત્તર મળ્યો : શરીર અનિત્ય છે, ગંદકીથી ભરેલ છે એવું વાંચતો, અન્યોને કહેતો પણ ખરો; પરંતુ મારો દેહરાગ શિથિલ નહોતો થતો... પ્રભુએ કૃપા કરી. અંદરની ગંદકી બહાર આવી... દેહાધ્યાસના ફુરચા ઊડી ગયા !
ગુર્જિએફે એક તત્ત્વદ્રષ્ટા તરીકે શબ્દોને પરાયા માન્યા અને એથી એમની જોડે એમનો સંબંધ ન બંધાયો.
‘ના હમ ભેખ, ભેખધર નાંહિ.”
અગણિત જન્મોમાં અનેક વેષોને ધારણ કર્યા... ન તો આત્મા વેષ છે, ન તો તે વેષધર છે. વેષ શરીર જોડે સંકળાયેલ ઘટના છે. નિર્મલ ચૈતન્ય જોડે એને કોઈ સંબંધ નથી.
કપડાં કોણ પહેરે છે ? તમે કે શરીર ?
પૂજા કરીને તમે ઘરે આવ્યા. તમારા માટે મુકાયેલ વસ્ત્ર-ઝભ્ભો, લેંઘો તમે પહેર્યા. પછી નાસ્તો કર્યો. હવે એક મિનિટ આંખો બંધ કરીને તમારી જાતને પૂછો કે આજે તમે કયાં વસ્ત્રો પહેર્યાં છે ? જવાબ બરોબર ન મળે (તમને ચોક્કસ ખ્યાલ જ ન હોય કે કયાં વસ્ત્રો પહેરેલાં ? શરીરને પહેરાવી દીધેલ...) તો તમે સાધક તરીકે બરોબર કહેવાવ. જવાબ સાચો મળે તો એનો મતલબ એ થાય કે
હા, શબ્દો જોડે સંબંધ ત્યારે બાંધવો છે, જયારે એ શબ્દો પરમાત્માના છે અને એ શબ્દો અનુભૂતિ ભણી આપણને લઈ જઈ શકે તેમ છે.
૧૫૮ 8 મોલ તમારી હથેળીમાં
ના હમ દરસન, ના હમ ફરસન ક ૧૫૯