________________
ઝૂંપડી તૂટેલી-ફૂટેલી હતી. પલંગના પણ ત્રણ પાયા ઠીક હતા; ચોથો પાયો તૂટેલો હતો. ત્યાં પથ્થર મૂકેલો. અરે, પાણી ભરવાની એક માટલી હતી. એમાં અધવચ્ચે હતું કાણું. ત્રણ લોટાથી વધુ પાણી એમાં ભરાઈ ન શકે...
ફકીરે કહ્યું : બીજું તો ઠીક છે. આ જૂની માટલીને બદલે નવી માટલી હું મૂકી શકું ? રાબિયાએ ના પાડી. ફકીરે કારણ પૂછ્યું. રાબિયા પાસે ઘટનાઓને જોવાનો નવો - fresh દૃષ્ટિકોણ હતો.
એમણે કહ્યું : આ માટલીને અહીં આ રીતે રાખીને પ્રભુ મારી નિઃસ્પૃહતાને વધારી રહ્યા છે.
રાબિયા પાસે ઘટનાપ્રભાવિતતાનો દૃષ્ટિકોણ નહોતો. એમની દૃષ્ટિ પ્રભુપ્રભાવિત હતી.
‘ના હમ મનસા.'
સંજ્ઞાપ્રભાવિત, સમાજપ્રભાવિત મનને સ્થાને જોઈએ પ્રભુઆજ્ઞાપ્રભાવિત મન.
પહેલા મનમાં હુંનો મહિમા વિસ્તૃત હોય છે. બીજા મનમાં હું શિથિલ થયેલું હોય છે.
સોક્રેટિસને એમના સમકક્ષ ગુરુએ પૂછેલું : તમારા શિષ્યો આવા ચુનંદા કઈ રીતે છે ? તમારી શિષ્યને પસંદ કરવાની રીત કઈ છે ?
સોક્રેટિસે કહ્યું : મારી પાસે દીક્ષિત થવા આવનારને હું જળકુંડ પાસે મોકલું છું અને પૂછું છું કે શું દેખાયું હતું ? જો એ કહે કે
૧૫૬
મોક્ષ તમારી હથેળીમાં
સેવાળ, તરતી માછલીઓ આદિને તેણે જોયેલ. તો હું એને પસંદ કરું છું. પણ એણે એનો ચહેરો જ જળકુંડમાં જોયેલ હોય તો હું તેને નકારું છું.
સાધકની અહંકેન્દ્રિતતાને પરખવાની આ કેવી મઝાની રીત ! અને કદાચ અહંકેન્દ્રિતતા હોય તો...?
મહાત્મા બુદ્ધ એ માટે મઝાનો પ્રયોગ કરતા. એમની પાસે એક સાધક આવ્યો. બુદ્ધને લાગ્યું કે એનું હું એટલું શિથિલ નથી બન્યું. જેટલું બનવું જોઈએ.
તેમણે સાધકને કહ્યું : આ નગરના સ્મશાનગૃહમાં તારે સવા૨થી સાંજ સુધી એક મહિના સુધી રોકાવાનું છે. બપોરે જમવાનું ત્યાં મંગાવી લેજે.
પહેલા જ દિવસે એક અંત્યેષ્ટિ આવી. પૂછ્યું : કોની આ અંતિમયાત્રા ? કહેવામાં આવ્યું કે આ નગરશ્રેષ્ઠીની અંતિમયાત્રા છે... સાધકને ખ્યાલ આવ્યો કે એ નગરશ્રેષ્ઠી વારંવાર કહેતા કે ‘હું છું તો આ નગર ચાલે છે... નહિતર શું થાત આ નગરનું ?’ એ શ્રેષ્ઠી ચાલ્યા ગયા અને નગર તો દોડતું રહ્યું.
બે-ચાર દિવસે આવી અંતિમયાત્રા આવતી ગઈ. અને એ જોતાં સાધકનું હું શિથિલ બન્યું.
એ પછી તેને દીક્ષા મળી.
ના હમ દરસન, ના હમ ફરસની ૧૫૭