________________
શકાય... આ વિચારધારાએ સદ્ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ વધાર્યો. શક્તિપાતને ઝીલવાની સજ્જતા આવી. સદ્ગુરુએ શક્તિપાત કરી દીધો.
‘દોડ મે પદિ સંબોો...'
સરસ મઝાની પ્રાર્થનાઃ મને પરમાત્મસંયોગ મળો ! સદ્ગુરુ
સંયોગ મળો ! કલ્યાણમિત્રસંયોગ મળો !
પરમાત્માની અનરાધાર કૃપાધારા સાથે સંબદ્ધ થવું તે ૫રમાત્મસંયોગ. પરમાત્માની કૃપાધારા અગણિત સમયથી વરસ્યા જ કરે છે અને છતાં આપણું અસ્તિત્વ છે કોરુંકટ.
‘લોગસ્સ’ સૂત્ર પર સ્વાધ્યાય કરતાં ઘણીવાર એક પ્રશ્ન હું પૂછતો હોઉં છું : ‘તિસ્ત્યયરા મે પક્ષીયંતુ...' (તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા પર વરસો !) એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. પણ ખરેખર આવી પ્રાર્થના કઈ રીતે કરી શકાય ? સવારના નવ વાગેલ હોય ત્યારે કોઈ એવી પ્રાર્થના ન કરે કે સૂરજ ઊગો ! ભઈલા, સૂરજ તો ક્યારનો ઊગી ગયો છે ! તેમ પ્રભુનો પ્રસાદ સતત વરસ્યા જ કરે છે, વરસ્યા જ કરે છે; તો ‘વરસો !' એવી પ્રાર્થના કેમ ?
પ્રાર્થનાનું હાર્દ એવું છે કે ભક્તને પોતાને પ્રભુની કૃપાનો સ્પર્શ થતો નથી, માટે એ કહે છે કે પ્રભુ ! તારી કૃપાનો સ્પર્શ થાય એવું કંઈક કરી આપ.
પ્રાર્થનાના ઉત્તરમાં પ્રભુશક્તિ ગુરુચેતનાને આપણી પાસે મોકલી આપશે અને એ ગુરુચેતના આપણા અજ્ઞાનના પડને એ રીતે દૂર કરશે કે આપણને પ્રભુની કૃપાનો સ્પર્શ થાય.
૬૦ મોક્ષ તમારી હથેળીમાં
મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજની કેફિયત યાદ આવે (શ્રીપાળરાસમાં આવેલી) :
માહરે તો ગુરુચરણ પસાયે,
અનુભવ દિલમાંહિ પેઠો રે; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમતિ હુઈ બેઠો રે...
એ અનુભવ તે જ કૃપાનો સ્પર્શ. આ વાતને એમણે આ રીતે
મૂકી
તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો;
એ શ્રીપાળનો રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૂઠો રે.
અનુભવ (જ્ઞાન) : ગુણોનો, અનુભવ : સ્વરૂપનો.
•
સદ્ગુરુનું એક વચન અસ્તિત્વના સ્તરે પહોંચી જાય તો બુદ્ધિ અને અહંકારની ધૂળ ખરી જાય. પછી અનુભૂતિ ક્યાં દૂર છે ?
લીચિ સદ્ગુરુ પાસે પહેલી વાર આવ્યો. ગુરુ તો ફેઈસ રીડિંગના માસ્ટર. ચહેરો જોઈને નક્કી કર્યું કે જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવતું આ વ્યક્તિત્વ છે. વૈરાગ્યનો અંગારો ભીતર ધધકી રહ્યો છે. માત્ર જન્મ બદલાવાને કારણે થોડીક વિસ્મૃતિની રાખ એ અંગારા પર આવી ગઈ છે. એ રાખને ઉડાડવા માટે ગુરુએ ફૂંક મારવી શરૂ કરી.
પૂછે છે ગુરુ : દીક્ષા ક્યારે લેવી છે ?
પ્રાર્થનાનું ઊંડાણ ૬૧