________________
બીજાઓ તને સારો માનતા. હવે તું એમને સમ્યક્ રીતે જો. અનંત ગુણોથી યુક્ત એ આત્માઓ છે એ રીતે તું જો.
અત્યાર સુધી ભૂલ શું થયેલી ?
મનુષ્યોને બે છાવણીમાં વહેંચી નખાયેલા : સારા અને ખરાબ. સારા ક્યારે ? જ્યારે તમારા અહંકારને એ થપથપાવે. ખરાબ ક્યારે ? જ્યારે એ તમારા અહંકારને ખોતરી નાખે.
જ્ઞાતાભાવની ભૂમિકા પર આવેલ સાધક દરેક આત્માને એ સારા જ છે એ રીતે જોશે. દરેક આત્મા અનંતગુણોથી યુક્ત એને દેખાશે.
જ્ઞાતાભાવ દ્વારા સ્વને જાણવાની પ્રક્રિયા કેવી છે ?
અત્યારના આપણા સ્વરૂપમાં રહેલા દોષો પણ દેખાશે. અને આપણી ભવિષ્યની નિર્મલ ચેતનાને પણ જોઈ શકાશે.
જ્ઞાતાને - જાણનારને જાણી શકાશે.
જ્ઞાનસાર પ્રકરણે સરસ વિધિ આના માટે આપી છે : આત્મા
આત્માને આત્મા વડે આત્માને વિષે જાણે. સાધકરૂપે પ્રતિષ્ઠિત થયેલ આત્મા પોતાના નિર્મલ સ્વરૂપને જાણે. કઈ રીતે જાણે ? આત્મા વડે. આત્માને વિષે.
આત્મા વડે એટલે પોતાની જ્ઞાનશક્તિ વડે. આત્માને વિષે એટલે અનન્ત ગુણો અને પર્યાયોવાળા આત્મતત્ત્વને વિષે.
૨. આત્માત્મચેન થઈ નાનાવાત્માનમાત્રના ||
૨૬ મોક્ષ તમારી હથેળીમાં
જ્ઞાનાચાર પછી દર્શનાચાર. દ્રષ્ટાભાવ. ‘અધ્યાત્મ ઉપનિષદ્’ યાદ આવે : દ્રષ્ટાનું દર્શનની ક્ષણોમાં રહેવાવું તે જ મોક્ષ. અને દૃશ્યોની સાથે ચિત્તને એકાકાર કરી રાગ, દ્વેષની ક્ષણોમાં પ્રવેશવું તે સંસાર...
દ્રષ્ટાભાવ.
તમે દ્રષ્ટા છો. માત્ર જોનાર.
ઘટના ઘટી રહી છે. તમે એને જોઈ રહ્યા છો. માત્ર જોઈ રહ્યા છો. રાગ, દ્વેષ, અહંકાર એમાં ભળતો નથી, તો દ્રષ્ટાભાવ.
આઈન્સ્ટાઈન અમેરિકા ગયેલા. વૉશિંગ્ટનના ઍરપોર્ટથી વ્હાઈટ હાઉસ સુધીનો પ્રવાસ ખુલ્લી કારમાં થઈ રહ્યો છે. હજારો લોકો ફૂટપાથ પરથી અને મકાનોની અટારીઓમાંથી આઈન્સ્ટાઈનને જોઈ રહ્યા છે. પ્રેમપૂર્વક એમને હર્ષોલ્લાસથી વધાવી રહ્યા છે.
જે અધિકારી આઈન્સ્ટાઈનની જોડે બેઠેલ, તેમણે કહેલું : ‘સર, આવું સન્માન કોઈ રાજનેતાને હજુ સુધી મળ્યું નથી.'
આઈન્સ્ટાઈન આ ઘટનાથી સહેજે પ્રભાવિત ન થયા. તેમણે કહ્યું : ‘આ જ માર્ગ પર એક જિરાફ કે હાથી પસાર થાય તો આથી ય વધુ માણસો એને જોવા આવે...’
કેવો સરસ દ્રષ્ટાભાવ !
૩. દ્રધ્રુવતા મુત્તિ-દૈવૈજાતનું વપ્રમ: I
સાધનાની સપ્તપદી ૨૭