________________
જોયું કે જોઈએ એટલી માત્રામાં ઝેર આવી ગયું હતું એના શરીરમાં. હવે ગુરુએ કહ્યું : સાપને જવા દે !
..
મઝાની વાત એ છે કે અહીં પહેલાં છે હૃદયથી સ્વીકાર.
પછીના ચરણે બુદ્ધિ આવી શકે કે કઈ રીતે સદ્ગુરુની આજ્ઞાને અમલમાં મૂકવી.
આપણે ચૂક અહીં જ કરતા હોઈએ છીએ. પહેલાં બુદ્ધિ આવી જાય છે કે સદ્ગુરુદેવની આ આજ્ઞા મારી તત્કાલીન સાધના જોડે સંબદ્ધ છે ખરી ?
અરે, ભાઈ ! તારે આ વિચારવાનું નથી. તારે તો સદ્ગુરુની આજ્ઞાનો હૃદયથી સ્વીકાર કરવાનો છે. સદ્ગુરુએ કેવી આજ્ઞા ક્યારે આપવી જોઈએ એ સદ્ગુરુનો વિષય છે.
યાદ આવે પૂજ્યપાદ શ્રુતસ્થવિર જંબૂવિજયજી મહારાજ સાહેબ. તેઓ દર્શનશાસ્ત્રમાં અત્યંત નિપુણ હતા. ગુરુમહારાજ ભુવનવિજયજી મહારાજે કહ્યું : જંબૂ ! દર્શનશાસ્ત્રની નિપુણતા તને ખ્યાતિ આપી શકે. અનુભૂતિની દુનિયામાં ઊંડે ઊતરવા માટે પ્રભુના પ્યારા શબ્દોનું - આગમ ગ્રન્થોનું - અવગાહન જરૂરી છે.
પૂજ્યશ્રીજીએ ગુરુદેવની એ આજ્ઞા સ્વીકારી. અને આગમ ગ્રન્થોના ઊંડા અવગાહનમાં તેમણે ઘણો સમય આપ્યો.
તેઓશ્રીજી માટે આ હતી ‘તવ્યયણસેવણા...’
તવ્યયણસેવણા - ગુરુવચનસેવના / પાલનાની એક મઝાની વાત એ છે કે અહીં દ્વિગુણ આનંદ સાધકને મળે છે. જે યોગની ૧૦૮ મોક્ષ તમારી હથેળીમાં
પાલના થાય તેનો આનંદ તો હોય જ, એમાં ગુરુવચનપાલનાનો આનંદ ઉમેરાય... એ સાધના કરતાં ક્ષણે ક્ષણે હૃદય આનંદિત બને : ગુરુદેવે મને આ સાધના કરવાનું કહ્યું અને તેમની કૃપાથી જ આ સાધના થઈ રહી છે.
ગુરુકૃપાનો આ પ્રભાવ પૂજ્યપાદ જંબૂવિજયજી મહારાજે અનુભવ્યો. આગમ ગ્રન્થોના સંપાદનનું કાર્ય તેમણે સંભાળ્યું. દર્શનશાસ્ત્રોમાં તેઓ અત્યંત નિપુણ હતા. પરંતુ આ કાર્ય અલગ હતું.
તજ્ઞોને પણ લાગતું હતું કે આગમ-સંપાદનના કાર્યને તેઓ ઉચિત ન્યાય નહિ આપી શકે. તજ્ઞોએ ગુરુકૃપાની વાતને ધ્યાનમાં નહિ લીધેલી ને !
પૂજ્ય જંબૂવિજયજી મહારાજ સાહેબે પહેલાં જ આચારાંગ સૂત્રનું સંપાદન હાથમાં લીધું. એમનો એ ગ્રન્થ પ્રકાશિત થતાં તજ્જ્ઞો પણ એમના સંપાદન પર ઓવારી ગયા.
ત્રીજું ચરણ છે આજ્ઞાધર્મનું અવિરાધન. હૃદયથી આજ્ઞાને સ્વીકાર્યા પછી ગુરુદેવે આપેલ આજ્ઞાને ઉચિત વિધિપૂર્વક પાળવાનો સંકલ્પ, તે છે આજ્ઞાનું અવિરાધન.
આજ્ઞાનો હૃદયથી સ્વીકાર કર્યા પછી સાધક વિચારે છે કે આ આજ્ઞાધર્મનું સમ્યક્ પાલન કઈ રીતે થઈ શકે ? પહેલાં જ કહ્યું હતું કે સાધક પાસે એટલી જ બુદ્ધિ હોવી અપેક્ષિત છે કે ગુરુદેવની આજ્ઞાને સમજી શકે એ અને સમ્યક્ રીતે તેનું પાલન કરી શકે.
તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૧૦૯