________________
પિસ્તાલીસ આગમ ગ્રન્થોમાં અપાયેલ જ્ઞાનનો અને પૂરી સાધનાપદ્ધતિ (નોઆગમ)નો સાર આટલો છે : આત્મભાવમાં સ્થિર થવું. પરભાવમાં જવું નહિ.
‘વિસુજ્ઞમાળમાવા...’ વિશુદ્ધચમાનભાવદશા ...
ભીતરી ભાવો સતત વિશુદ્ધ થતા રહેતા હોય એવી દશા. સાધનાનું સાતમું ચરણ...
પ્રશમાનુભૂતિના ગંગોત્રી બિન્દુથી નીકળેલ સાધનાની ગંગાનો પ્રવાહ સાગર-મિલનના આત્યંતિક તબક્કે આવી ગયો.
પ્રશમાનુભૂતિથી શરૂ થયેલ સાધના પર-રમણતાનો ત્યાગ (સાવદ્યયોગવિરતિ), જ્ઞાતાભાવ આદિની પ્રાપ્તિ (પંચવિધ આચારનું જ્ઞાન), પરાર્થ રમણતા (પરોપકાર ઓતપ્રોતતા), કમળ જેવી અસંગદશા (પદ્મ જેવી અસંગતા), ધ્યાન અને અધ્યયનની પ્રાપ્તિ દ્વારા સતત વિશુદ્ધ થયે જતી ભાવોની દશાને પામે છે.
કેટલો મઝાનો આ પ્રવાહ ! ગંગોત્રી-બિન્દુ પણ મઝાનું, ગંગાના એક એક પડાવો યાત્રાસ્થળ સમ બને અને
ગંગાસાગરમાં ગંગાના
મિલનની ક્ષણો તો અદ્ભુતથી ય અદ્ભુત !
૪૬ મોક્ષ તમારી હથેળીમાં
‘મધુરાધિપતેહિાં મધુરમ્' હોય તો મધુરાધિપતિ પ્રભુએ
આપેલી સાધના મધુરી, મધુરી જ હોય ને !
સાધનાનું પ્રારંભબિંદુ મઝાનું. વચલા પડાવો ય મઝાના.
અંતિમ બિન્દુ પણ એટલું જ મધુરું.
@
ભાવોની વિશુદ્ધિનું પૃષ્ઠબળ અનુભૂતિની પ્રગાઢ થતી જતી દશા છે. પ્રશમાનુભૂતિ જેમ જેમ અભ્યસ્ત થતી જાય છે, ઘૂંટાતી જાય છે તેમ ભાવદશા નીખરતી જાય છે.
‘કરેમિ ભંતે !’ સૂત્ર દ્વારા સદ્ગુરુના શબ્દ-શક્તિપાતરૂપે મળેલ પ્રશમ અનુભૂતિમાં રૂપાન્તરિત થાય છે. અનુભૂતિનું એ ઝરણું વિશાળકાય નદીના પ્રવાહના રૂપમાં ફેરવાય છે.
ઉપાદાન શુદ્ધિને કારણે આવેલી ભાવોની નિર્મલતા અહીં છે. પ્રશમની અભ્યસ્તદશાને કારણે આવેલી પરિણતિની પ્રશાન્તવાહિતા અહીં છે.
હવે તો, ભાવોની આ નદી ખળખળ કરતી વહ્યા જ કરશે. શુભના ગંગોત્રી બિન્દુથી શુદ્ધના ગંગાસાગર ભણી.
...
સાધનાની સપ્તપદી - ૪૭