________________
પૂર્ણ કરી લેશે આ જીવન, મિલન તણી હજુ વાર, અરધી ઈચ્છાના સંકટથી રાખી મુજને બહાર.
પ્રભુ ! મારી કામનાઓનો પાર નથી. અને તારી કરુણા પણ અસીમ જ છે ને ! મારી અશુભ કામનાઓથી મને વંચિત રાખીને, દૂર રાખીને તે કેવી મઝાની નિગ્રહ કૃપા કરી છે મુજ પર !
ક્યારેક અહંકારનો ફુગ્ગો ફુલાયો હોય અને ત્યારે તારી નિગ્રહ કૃપા ટાંકણી રૂપે દેશ્ય બને... અને અહંકારનો ફુગ્ગો ફૂ...સ... કરતોક ને વિલાઈ જાય.
તું કેવી તો ક્ષણ-ક્ષણની ખબર રાખે છે ! એવી ક્ષણોમાં લોગનાહાણં' પદની ‘લલિતવિસ્તરા’ વૃત્તિ વાંચતાં કે ‘યોગક્ષેમ વહામ્યહમ્” (ભગવદ્ગીતા) જેવું સૂત્ર વાંચતાં આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. અને સહસા યાદ આવે વીતરાગ સ્તોત્ર : ‘નાદૂતસહાયત્ત્વમ્...’ ભક્ત પુકારે નહિ, છતાં એને પૂરી સહાય પૂરી પાડનાર તમે છો...
પ્રભુ ! નરક અને નિગોદમાં હું હતો ત્યારે તમને પુકારવાની સૂધ પણ મારી પાસે ક્યાં હતી ? એમ છતાં તમે મને ઊંચકીને અહીં સુધી લઈ આવ્યા...! “એ ઉપકાર તમારો કદીય ન વીસરે...”
અને સામે, મારે માટે જરૂરી કેટલું બધું તેં વણમાગ્યે આપી દીધું છે ! આકાશ, પ્રકાશ, શરીર, મન, પ્રાણ... યાદી લાંબી છે. બિનજરૂરી કામનાઓના વળગણથી મને દૂર રાખીને તું તારા આ દાનને સ્વીકારવા માટે મને યોગ્ય બનાવે છે.
તારા બતાવેલા પથ પર ચાલું છું. ક્યારેક બરોબર ચલાય છે. ક્યારેક પથર્ચ્યુત પણ બનાય છે. તું આંખોથી ઓઝલ બની જાય છે ત્યારે જ તો !
નાથ ! હું જાણું છું કે આ પણ તારી કૃપા છે. તું થપ્પડ મારીને, નિગ્રહ કૃપા કરીને પણ મને તારા માર્ગ પર ચલાવે છે.
અનાહૂતસહાયત્ત્વમ્... મન્વન્ધવાન્ધર્વ: | ‘અસંબંધ-બાન્ધવ...' સંબંધ ન હોવા છતાં મારા પરમ સખા. મારા પરમ ઉપકારી.
જોકે, અસંબંધ-બાંધવ પ્રભુ શી રીતે ? મારી બાજુથી હું પ્રભુ જોડે સંબદ્ધ નહોતો. ઓળખતો જ નહોતો પ્રભુને, તો સંબંધની તો વાત જ ક્યાં રહે ? પણ પ્રભુએ તો મને સ્વીકારેલો જ હતો ને ! પ્રભુએ પોતાના બાળ તરીકે મને સ્વીકાર્યો જ હતો...
હા, દ્વિષ્ઠ (બેમાં રહેલો હોય તે સંબંધ, આવી સંબંધની વ્યાખ્યા સ્વીકારાય તો કહી શકાય : ‘ત્વમ્ સત્ત્વશ્વવીજવ:'...
પ્રભુ !
તારી અનુગ્રહ કૃપા તો ખૂબ માણી છે. નિગ્રહ કૃપા પણ માણી છે. અને એ માણી ત્યારે ખ્યાલ આવ્યો કે એ પણ કેવી મીઠી છે ! તમારો પણ... તારી હતી કે, મારા નાથ ! તારો પ્રસાદ મીઠડો જ હોય ને !
૧૧૮ : મોક્ષ તમારી હથેળીમાં
પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... છેક ૧૧૯