________________
સૌથી રૂડી તો તારી પ્રીતિ,
સૌથી અનોખી તારી રીતિ...
બાંધે નહિ, તું રહે છુપાઈ
મુક્ત મને રાખી, ઓ સાંઈ...
બીજા સહુ ભૂલું એ ભયથી મને એકલો ન રહેવા દે, દિન પર દિન વહી જાય છતાં તું તો નવ દેખા દે...
તુજને સાદ કરું કે ના કરું,
મને ગમે તે કરતો રહું...
રહી છે તાકી તારી પ્રીતિ, ભણી મારી પ્રતિ
પ્રભુ ! સંસારીઓ પ્રેમ તો કરે છે, પણ એ પ્રેમમાં સામાને સ્વાર્થીય રીતિમાં પકડવાની વાત હોય છે. આનંદઘનીય ભાષામાં કહું તો સોપાધિક પ્રેમ. દેવચન્દ્રીય લયમાં કહું તો સવિષ પ્રીતિ છે એ.
સૌથી શ્રેષ્ઠ છે પ્રેમ તારો પ્રભુ !
તું કોઈને બાંધતો નથી. તારા પ્રેમમાં
છે મુક્તિનો આનંદ.
અન્યોની પ્રીતિમાં છે બન્ધન.
તારી પ્રીતિમાં છે મુક્તિનો અહેસાસ.
અને માટે જ તો હું તારી
પ્રીતિમાં પાગલ બનું છું ને !
૧૧૬ મોક્ષ તમારી હથેળીમાં
બીજી એક વિશેષતા તારા પ્રેમની... બીજા લોકો મને એકલો નથી રહેવા દેતા; એમને ભય છે કે હું એમનાથી વિખૂટો પડીશ અને એમને ભૂલી જઈશ... જ્યારે તું તો મને દર્શન પણ આપતો નથી. એક ઝલક દેખાડને, પ્રભુ ! તારી...
તેં મને કેવો ચાહ્યો છે, પ્રભુ !
તને પુકારું કે ન પુકારું; તું મને ચાહ્યા જ કરે છે... તારી ચાહત છે અનોખી, પ્રભુ !
તારી કરુણા કેવી અદ્ભુત છે, પ્રભુ ! એ કરુણાની વાત રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં :
મારી કામનાનો નહિ પાર,
વંચિત કરી રહ્યો, કરી મુજ પર કૃપા કઠોર કૃપાળ... વણમાગ્યે દીધાં જે દાન,
આકાશ આલોક તનુ મન પ્રાણ,
તેને યોગ્ય કરે તું મુજને દીધ જે દાન અપાર,
અતિ ઈચ્છાના સંકટમાંથી રાખી મુજને બહાર...
કો દિન ભૂલું, કો દિન ચાલું તવ પથ લક્ષ્ય ધરીને, તું નિષ્ઠુર એવો કે જાતો દગથી સરી સરીને...
જાણું નાથ, કૃપા એ તારી,
લેવા માટે મૂકે છે કાઢી,
પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... ૧૧૭