________________
૬“પ્રભુની મહેરે તે રસ ચાખ્યો,
અન્તરંગ સુખ પામ્યો...!”
‘બેસવા દે ને લગીર તારી કને કેવળ ક્ષણભર મને, ... ...નીરખ્યા વિણ તુજ મુખ સામે, હૃદય મુજ વિરામ ન પામે, .... આજે કેવળ એકાંતે બેસીને, તવ નયનોના નીડમાં પેસીને, જીવન સમર્પણ કરું ગાન ગાવું નીરવ થઈ એકતાન...” આ છે પરમાત્માનું પરમ સમ્મોહન.
પણ આ પરમની પ્રીતિના મૂળમાં શું છે ? મૂળમાં છે “એ”ની આપણા પરની ચાહત. “એ”ની એ ચાહત, ‘એ'ની કૃપાધારા આપણને અહીં સુધી – સાધનાની આ ભૂમિકા સુધી લઈ આવી...
કેવો છે “એ”નો આપણા પરનો પ્રેમ ?
શ્રી રવીન્દ્રનાથ ટાગોર “ગીતાંજલિ'માં એ પ્રેમની માર્મિક અભિવ્યક્તિ આપે છે :
સંસાર મહીં વસે છે અનેક એવા, નિરંતર કરે મને પ્રેમ તેવા પણ તેઓ મુજને રાખે પકડી, કિઠિન બંધનમાં જકડી...
અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા.
અભિવ્રજ્યા. પરમાત્માનું પરમ સમ્મોહન.
પ્રવ્રજ્યા. પરમાત્મા સિવાયનાં બીજાં બધાંથી છૂટકારો.
પરમાત્માના પરમ સમ્મોહન વિષે વાત કરતાં કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિના એક ગીતમાં કહે છે :
૧૧૪ ૪ મોક્ષ તમારી હથેળીમાં
પ્રભુની મહેરે તે રસ ચાખ્યો. # ૧૧૫