________________
આધારસૂત્ર
ઈર્યાસમિતિ આદિના પાલનની પ્રભુની આજ્ઞા માત્ર જાણવાના સ્તર પર હોય તો એ જ્ઞાતતત્ત્વતા. પણ એ આજ્ઞાપાલન પછીની જે દશા હશે ભીતરી, તેને આપ્તતત્ત્વતા કહેવાશે.
એક વાચનામાં મેં ઈર્યાના પાલન દ્વારા થતા લાભોની વાત કરેલી. દશેક દિવસ પછી એક સાધક મળ્યા. એમણે કહ્યું : સાહેબ, આ તો અદ્ભુત અનુભવ હતો. રોજ વીસ-પચીસ મિનિટ ઈપૂર્વકનું ચાલવાનું થયું, સવારે ઘરેથી ઉપાશ્રય સુધી; પણ જે અનુભવ થયો છે... વિચારો સાવ ખરી પડ્યા હોય તેવું અનુભવ્યું...
આ આપ્તતત્ત્વતા. આજ્ઞાપાલનના દિવ્ય આનંદને અનુભવવાની આ ક્ષણો.
स एवमभिपव्वइए समाणे सुविहिभावओ किरियाफलेण जुज्जइ । विसुद्धचरणे महासत्ते ।
- પંચસૂત્ર, ચતુર્થ સૂત્ર
અભિપ્રવ્રજિત થયેલો સાધક સુવિધિભાવ વડે (ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા વડે) ક્રિયાના ફળને (ઉત્તરોત્તર સંયમના કંડકસ્થાનની વૃદ્ધિ રૂ૫ ફળને) પામે છે.
વિશુદ્ધ ચારિત્રવાન અને સત્ત્વયુક્ત હોવાથી પ્રસ્તુત સાધકની ક્રિયા સમ્યક ક્રિયા છે. અને તેથી એ ક્રિયા વડે ફળનું અનુસંધાન થાય છે.
આજ્ઞાની તીવ્ર ઝંખના, હૃદયથી આજ્ઞાધર્મનો સ્વીકાર, આજ્ઞાને સમ્યફ રીતે પાળી શકાય એ માટેનું ચિન્તન અને સમ્યફ આજ્ઞાપાલન. આ ચાર ચરણો કેટલાં તો મઝાનાં છે ! ગુરુદેવની (કલ્યાણમિત્રની) આજ્ઞા હૃદય, મન અને કાયાનો કબજો લઈ લે. તમે હવે તમારા નહિ,
તમારા વૈભાવિક સ્વરૂપના નહિ, તમે છો ગુરુદેવના
આજ્ઞાંકિત શિષ્ય.
૧૧૨ : મોક્ષ તમારી હથેળીમાં