________________
આ સન્દર્ભમાં હું ઘણીવાર શ્રોતાઓને પૂછતો હોઉં છું : કોણ સાંભળે છે ? તમારા કાન સાંભળે છે, મન સાંભળે છે કે તમે સાંભળો છો ?
પરોપકાર કરનારની બાજુ જોઈશે સાધનાની સિદ્ધિ; જેને તે બીજાને આપવા ઈચ્છે છે. પરોપકારની એ ધારાને ઝીલનાર પાસે જોઈશે હૃદયની ભીનાશ. અહોભાવયુક્ત હૃદય.
- પ્રવચનકાર મહાત્માએ ધૂંઆધાર પ્રવચનો આપ્યાં. તમારા કાનને મજા આવી. પ્રવચનકાર મહાત્માએ એવી વાતો કરી, જે તમે ક્યારેય સાંભળી નહોતી; અશ્રુતપૂર્વ; તમારા મનને ઓચ્છવ થઈ જાય. પણ આમાં તમે ક્યાં ?
એ પાવન શબ્દો સાંભળતાં તમારી ચેતના એ શબ્દો સાથે એકાકાર બની રહે.. એકાન્તિક પરોપકાર થઈ રહે.
પરોપકારની એકાન્તિકતાની પાછળ પરોપકાર કર્તાનો શુભ આશય છે. આશય એક જ છે : સામી વ્યક્તિનું કલ્યાણ ક્રમિકરૂપે ચાલ્યા જ કરે. આ આશયને કારણે અને તે યોગની સિદ્ધિને કારણે એમના શબ્દોમાં એવો વેગ આવશે, જે સામી વ્યક્તિમાં તે સાધનાને સ્થિર કરી આપશે.
પરોપકારને એક વિશેષણ અપાયું : એકાન્તિક. બીજું અપાયું છે : આત્મત્તિક, આત્મત્તિક પરોપકાર એટલે સર્વ દુઃખોની મુક્તિ, સર્વ સુખોની પ્રાપ્તિ.
એ જ જન્મમાં સિદ્ધિપદને પામનાર વ્યક્તિને બોધ આપનારે આત્મત્તિક ઉપકાર કર્યો કહેવાય.
અર્જુને રાધાવેધ કરેલો. રાધા નામની લાકડાની પૂતળી સ્તંભ પર ગોળ ગોળ ફરતી હોય... પૂતળીની નીચે બે-ચાર ચક્રો આમતેમ ફરતાં હોય; કોઈ ધીમે, કોઈ ઝડપથી; એ વખતે નીચે જળકુંડમાં અર્જુને દૃષ્ટિ રાખવી છે. અને એવી એક ચોક્કસ ક્ષણ આવે જ્યારે બધાં ચક્રોને સમાન્તર પૂતળીની આંખ આવે; એ જ ક્ષણે બાણ છૂટે અને પૂતળીની આંખ વીંધાય.
સદ્ગુરુનું કાર્ય અર્જુનના રાધાવેધ કરતાં અઘરું છે. પૂતળીની આસપાસ ત્રણ-ચાર ચક્રો હોય; શ્રોતાના જે ભીતરી મનને સદ્દગુરુએ વીંધવું છે, ત્યાં શબ્દબાણ પહોંચાડતાં પહેલાં કેટલાં ચક્ર વીંધવાં પડે ? કૉન્સ્ટર માઈન્ડ, સબ કૉન્સ્ટર માઈન્ડ... આ અને આવાં કેટલાંય ચક્રોને સમાન્તર ભીતરી મન આવે અને ત્યારે શબ્દબાણ એ જ ક્ષણે છૂટે અને મનોવેધ થઈ રહે.
પરોપકાર એકાન્તિક. પરોપકાર આત્મત્તિક.
શબ્દબ્રહ્મ સાથેનું થતું જોડાણ પરબ્રહ્મને પ્રાપ્ત કરાવી આપે. ‘જ્ઞાનસાર” યાદ આવે : શબ્દબ્રહ્મને પૂર્ણતયા પામીને મુનિ સ્વસંવેદ્ય પરબ્રહ્મને પામે છે."
५. अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
સ્વસેવે પર EITનાયત | - રાનસાર
૩૨ ; મોક્ષ તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી છેક ૩૩