________________
પ્રફુલ્લ પંડ્યાએ રચેલ ‘શબ્દબ્રહ્મનું ગીત’ હમણાં જ વાંચેલું :
જે શબ્દ ગગનમાં ગાજે છે,
એ શબ્દની પાસે પહોંચું તો,
મને લાગે કે કંઈક વાત બની...
જે શબ્દ ભીતરને તાગે છે,
એ ભીતરમાં જો જઈ પહોંચું તો, મને લાગે કે કોઈ ઘાત ટળી...
આ ભીતર મહીં જે તૂટે છે,
એક એક કરીને ગ્રંથિ,
જેનાં ચસકે ચસકાં ઊઠે છે,
એ વાત કહોને કેમ કરું ?
જે અંદર તૂટે ફૂટે છે,
એ નીત નવીનની દુનિયા, એના મીઠા છે બહુ ફટકા,
કહોને કેમ કરીને કહું ?
જે શબ્દ આગમાં લાગે છે,
એ આગની પાસે પહોંચું તો,
મને લાગે કે શું ભીતરની ધૂળ પણ ખાક બની ?
હવે બસ શબ્દ આંખમાં પેસીને,
જો કૈંક અલૌકિક દેખાડે તો,
લાગે કે કોઈ ભાત બની !
૩૪. મોક્ષ તમારી હથેળીમાં
જે શબ્દ ગગનમાં ગાજે છે,
ને ડંકો જેનો વાગે છે,
છે ડંકાની એ નાત નવી !
ભીતરના આકાશમાં ગુંજે છે અનાહત નાદ. ચિત્તાકાશમાં ગુંજે છે પ્રભુના મીઠા શબ્દો... એ નાદનું અનુસંધાન અને એ શબ્દોનું અનુસંધાન થાય તો લાગે કે કંઈક ઘટના ઘટી.
પ્રભુના એ પ્યારા શબ્દો ભીતરી જે અવસ્થા ભણી આંગળી ચીંધણું કરે છે, તે ભીતરી અવસ્થાનો આસ્વાદ આંશિકરૂપે પણ પામું તો લાગે કે સાધનામાર્ગના અવરોધો ટળ્યા.
પ્રભુના પ્યારા શબ્દો ભીતર પહોંચ્યા. ને થયો ચમત્કાર. રાગ અને દ્વેષની ગાંઠો એક એક કરીને તૂટવા લાગી. કેવો મઝાનો આ અનુભવ ! શબ્દોમાં એને કઈ રીતે કહી શકાય ?
પર્યાયો સતત બદલાયા કરે છે. એ બદલાહટની - એ નિત્યનૂતનતાની દુનિયાને માત્ર જોયા કરવી, એ કેવું તો મઝાનું છે ! હું એને અનુભવું છું. પણ એને કહી શકતો નથી.
પ્રભુનો શબ્દ ભીતર પહોંચીને બને છે પ્રકાશમય. જ્યોતિર્મય. હૃદયમાં શબ્દ પહોંચે અને એ જ્યોતિર્મય બને. આંખોમાં એ શબ્દ પ્રવેશે અને અલૌકિક-પારલૌકિક દશ્યો દેખાવાં લાગે.
સાધનાની સપ્તપદી ૩૫