________________
કઠોપનિષદ્રનો મન્ટો યાદ આવે : નાયમાત્મા પ્રવનેન નJ: ધયા ન વહુના કૃતેન ા ન પ્રવચન-શ્રવણ વડે આત્મા મળે, ન બુદ્ધિ વડે, ન ઘણાં શાસ્ત્રાધ્યયન વડે... આત્મોપલબ્ધિ માટે જોઈએ માત્ર અનુભૂતિ.
પ્રભુના પ્યારા પ્યારા શબ્દોથી ઝંકૃત બનેલ હૃદય અને પાવન બનેલી આંખો.
આંખોમાં શબ્દ પહોંચશે પ્રભુના મોહક સ્વરૂપના - રૂપના લિબાસમાં. શબ્દ ઢળશે રૂપમાં. અને એ રૂપ દેખાઈ ગયું એટલે...? પૂરું વિશ્વ બને ઝળાંહળાં.
યાદ આવે સૂરદાસજી : ‘જિન આંખિન મેં નવિ રૂપ વસો, ઉન આંખિન સે અબ દેખિયો ક્યા ?” દેશ-કાળના સીમાડાને ભેદીને જર્મન કવિ રિલ્કના કંઠેથી પણ આ જ વાત પુનરુચ્ચારિત થઈ : 'Put out my eyes, and I can see you still.' (ઠારી દે તું દીપ નયનના; તવ દર્શનને કાજ, મને આ કાચ નથી કંઇ ખપના...)
‘પરોવવાનરયા...'
સદ્ગુરુ ઉપદેશ આપે છે ત્યારે તેઓ શ્રોતાની ઉપાદાનશુદ્ધિને મુખ્ય ગણે છે. એ વ્યક્તિનું ઉપાદાન શુદ્ધ હશે તો તેને મારી વાત સ્વીકાર્ય બનશે. નિમિત્ત પર - પોતાની જાત પર - ભાર ન મૂકવાના કારણે ન તો તેમને ગ્લાનિ થશે કે ન અહંકાર આવશે. ઉપાદાન શુદ્ધ હતું તેનું, તો તેને મળી ગયું. ઉપાદાન શુદ્ધ નથી, તો ન મળ્યું.
સામે પક્ષે, શ્રોતા સદ્દગુરુ પર - નિમિત્ત પર ભાર મૂકશે. સદ્ગુરુએ કૃપા કરીને પોતાનો અમૂલ્ય સમય મને આપ્યો.
નિશ્ચય-વ્યવહારનું કેવું મઝાનું આ સામંજસ્ય !
શબ્દ અને શબ્દબ્રહ્મ. અનુભૂતિ વગરનો શબ્દ તે શબ્દ. અનુભૂતિથી સભર તે શબ્દબ્રહ્મ.
અનુભૂતિ હોય છે નિર્દન્દ્ર. શબ્દો - કોરા શબ્દો દ્વોને | વિકલ્પોને સર્જે છે.
જ્ઞાનસાર ભાવકને સરસ પ્રશ્ન પૂછે છે : નિર્ણન્દ્ર અનુભૂતિ વિના તમે નિર્દન્દ્ર બ્રહ્મને - આત્મસ્વરૂપને શી રીતે જાણી શકો ? વાંચન, શ્રવણ કે અનુપ્રેક્ષણ દ્વન્દો સરજશે. તમારે દ્વન્દાતીત અનુભવ ભણી જવું જ પડે.
‘પરોવવાનરયા..' સિદ્ધિ અને વિનિયોગનું મઝાનું સંગીત.
६. पश्यतु ब्रह्म निर्द्वन्द्व, निर्द्वन्द्वानुभवं विना ।
થે ત્રિપમી -વાંક થા મનોમી 1 જ્ઞાનસાર
૩૬ 8 મોલ તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી # ૩૭