________________
મન, વચન, કાયાના યોગોને પ્રવર્તિત કરવા માટે ઉપયોગની – આત્મશક્તિની જરૂરત પડશે. અજ્ઞાનદશામાં આત્મશક્તિ મન, વચન, કાયાના અશુભ યોગોને પ્રવર્તિત કરવા માટે જ વપરાઈ. હવે એ શક્તિને પ્રભુ આજ્ઞાપાલન માટે વાપરવી છે.
મન, વચન, કાયાના યોગોની પ્રભુ આજ્ઞાસમ્મત પ્રવૃત્તિ એટલે જ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ.
યા તો શુભ વિચારોમાં, શુભ ભાવોમાં રહેવાય; યા તો નિર્વિકલ્પ દશામાં. યા તો નિરવદ્ય, પ્રભુસમ્મત વચનપ્રયોગ થાય અથવા તો સંપૂર્ણ મૌનમાં રહેવાય. યા તો નિરવદ્ય રીતે, પ્રભુ આજ્ઞા સમ્મત શરીરની ક્રિયાઓ થાય અથવા તો સંપૂર્ણતયા કાયગુપ્ત, કાયાથી નિશ્ચલ, અકંપ રહેવાય.
તમે જાવ અને હિંસાનો વિચાર તમારો, લઈને ગયા હો તોય, અદૃશ્ય થઈ જાય. સત્ય જેમણે સિદ્ધ કર્યું હોય તે મહાપુરુષના ખંડમાં કોઈ વ્યક્તિ, જુઠું બોલવાનો વિચાર કરીને પ્રવેશે તોય, જુઠું બોલી શકે નહિ.
સાધનાની ટોચ પર પહોંચેલ સાધકની સિદ્ધિનાં આ આન્દોલનો... એ આન્દોલનોથી સભર ક્ષેત્રમાં તમે પ્રવેશો અને એ આન્દોલનોની અસર તમારા પર થાય જ.
સિદ્ધિ અને વિનિયોગ.
સાધનાને ઘૂંટવા દ્વારા જે શક્તિ મળે તે સિદ્ધિ. સદ્ગુરુ દ્વારા મળેલી સાધનાને ઘૂંટવી છે. એ સાધના ઘૂંટાઈ ગઈ. હવે એમનો એક શબ્દ અને વિનિયોગ. એમનાં આન્દોલનો અને વિનિયોગ.
રાગ અને દ્વેષમાં ઊંડે સુધી ડૂબી ગયેલ વ્યક્તિનેય ગુરુ કહે : ‘જા, તારો આ કચરો નીકળી ગયો !! માત્ર એક આ વચન. અને પેલી વ્યક્તિના રાગ-દ્વેષ શિથિલ બની જાય.
સાધનાનું ચોથું ચરણ : પરોપકારમાં ઓતપ્રોતતા. ‘પરોવવારનિરયા...'
પરોપકારને એક વિશેષણ અપાયું છે : એકાત્તિક. મુક્તિની દિશા તરફ નિરંતર ચાલતી યાત્રા તે એકાન્તિક પરોપકાર... પરોપકારી મુનિરાજ એવો પરોપકાર કરે છે, જે સામી વ્યક્તિને, એક પછી એક પગથિયું કુદાવી, મોક્ષ ભણી લઈ જાય.
જો કે, આવો પરોપકાર વિનિયોગની કક્ષાનો હોય છે. અને વિનિયોગ સિદ્ધિને વરેલ વ્યક્તિત્વ જ કરી શકે.
યોગવિંશિકા ટીકામાં સિદ્ધ વ્યક્તિત્વની સિદ્ધિની મઝાની વાત આવે છે. અહિંસાયોગ જેણે સિદ્ધ કર્યો હોય તેવા સદ્ગુરુના ખંડમાં ૪. પરે ઇનિવા--તવી રુપે નિરતા: પvrfrfr: I (પંચસૂત્ર-ટીકા)
એકાન્તિક પરોપકાર.
મુનિરાજ દેશના આપે, પ્રભુએ પ્રબોધેલી વાતો તમારી ભાષામાં તમને સમજાવે. આ પ્રવચન એ છે સદ્ગુરુનું થ્રોઇંગ. એવું થ્રોઇંગ, જે શ્રોતાના અસ્તિત્વ સુધી ઊતરી જાય. પ્રવચનકારનું આવું થ્રોઇંગ, પ્રક્ષેપણ અને શ્રોતાનું એ શબ્દો સાથેનું તાદાભ્ય; શું ન કરી શકે એ ?
૩૦ જ મોક્ષ તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી જે
૩૧