________________
અનુમોદના હોય નિરતિચાર સાધનાની પ્રાપ્તિ પૂર્વકની...
અનુમોદના ધર્મમાં આ ઊંડાણ આવશે પ્રભુની કૃપાથી. અચિન્યશક્તિથી યુક્ત તે ભગવંતો છે. તેઓ પરમકલ્યાણસ્વરૂપ છે. દરેક પ્રાણીઓનું કલ્યાણ તેમના પ્રભાવ વડે થાય છે...
આધારસૂત્ર
आणाकंखी, आणापडिच्छगे, आणाअविराहगे, आणानिष्कायगे त्ति ।
- પંચસૂત્ર, દ્વિતીય સૂત્ર
અનુમોદનામાં વિધિ આવશે સદ્દગુરુયોગ વડે. અને સદ્દગુરુયોગ તો પ્રભુ જ આપે છે ને !
અનુમોદનામાં પવિત્ર ભાવ ભળ્યો. પવિત્ર ભાવ કોણે આપ્યો ? એક પણ સારો વિચાર, એક પણ સારો ભાવ પ્રભુની કૃપાથી જ મળે છે ને !"
અનુમોદનામાં વૃત્તિને સ્તરે ઊઠેલ ઘટના પ્રવૃત્તિના સ્તરે કે નિરતિચાર પ્રવૃત્તિના સ્તરે આવે એ પણ “એ”ની કૃપાથી જ થાય ને !
આજ્ઞાકાંક્ષા, આજ્ઞાસ્વીકાર, આજ્ઞા અવિરાધન, આજ્ઞાનું ઔચિત્યપૂર્વકનું પાલન... (શ્રાવક તરીકેના સાધનાકાળમાં પણ સાધક પોતાના કલ્યાણમિત્રની આજ્ઞાને આ રીતે સ્વીકારે છે...)
૫. ભજવતપ્રસાવત્રખ્યત્વત્ યુગલ્લાવર્ચ... (લલિત વિસ્તરા પંજિકા)
| ૯૨ જ મોક્ષ તમારી હથેળીમાં