________________
૫ તુમ આણા શિર ધારી, ગુરુદેવ !
સાંજના સમયે ગુરુદેવે બે શિષ્યોને કહ્યું : સવારે તમારે વૈયાવચ્ચ માટે પેલા ગામે જવાનું છે.' શિષ્યોએ ગુરુદેવના વચનનો, ઉમળકા સાથે, સ્વીકાર કર્યો.
બીજી સવારે તેઓ તૈયાર થઈને આવ્યા. ગુરુદેવને તેમણે વંદના કરી અને કહ્યું : ‘ગુરુદેવ ! જઈએ અમે ?' એ સમયે ગુરુદેવે કહ્યું : ‘તમારે નથી જવાનું.' બેઉ શિષ્યો ગુરુદેવની એ આજ્ઞા સ્વીકારી પોતાના આસન પર જઈ સ્વાધ્યાયાદિ કરે છે.
૯૪ મોક્ષ તમારી હથેળીમાં
બની શકે કે બીજા બે શિષ્યોને ગુરુદેવ તૈયાર થવાનું કહે અને તેમને વૈયાવચ્ચ માટે મોકલે. પેલા બે શિષ્યોને સવાલ પણ ન થાય કે પોતાને શા માટે ના પાડી અને બીજાઓને શા માટે મોકલ્યા ? ગુરુદેવની જે પણ આજ્ઞા મળે; વિચારોની ચાદર પર નહિ, પણ ગુરુદેવ પ્રત્યેના તીવ્ર બહુમાનની ચાદર પર આજ્ઞાને ઝીલે છે વિનીત શિષ્ય.
વિચારોની સાથે આપણા રાગ, દ્વેષ, અહંકાર વણાયેલા છે. વિચારો આવશે ત્યારે રાગ, દ્વેષ એમની સાથે ધસી આવશે.
ગુરુદેવે એક શિષ્યને કહ્યું : તારે આ મહાત્મા સાથે ચાતુર્માસ માટે આ ગામે જવાનું છે. શિષ્ય પાંચ-દશ સેકન્ડમાં પરિસ્થિતિને જોઈ લે છે : જેમની સાથે જવાનું છે એ મહાત્મા મઝાના છે. જ્યાં ચાતુર્માસ કરવા જવાનું છે એ સ્થળ સારું છે... તો કંઈ વાંધો નથી. અને એ કહે : ‘તત્તિ...’
આ‘તત્તિ’- વચન સ્વીકાર - કોની થઈ ? ગુરુદેવના વચનની કે પોતાની અનુકૂલતાની...?
ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર અહીં અનુકૂલનની ચાદર પર થયો. ઈચ્છાની ગંદી ચાદર પર ગુરુઆજ્ઞાનું ફૂલ ઝીલી શકાય ખરું ?
ગરબડ ક્યાં થઈ ?
સાધનાના પ્રારંભિક સ્તરથી જ આજ્ઞાને ઝીલવા માટે એક વિધિ બતાવવામાં આવી છે. એ વિધિને સમુચિત રીતે પાળવામાં આવે તો આજ્ઞાધર્મનો સ્વીકાર તીવ્ર આદર અને અહોભાવની ચાદર પર થશે.
..
તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૫