________________
એકાદ ક્ષણ કદાચ રાગ, દ્વેષને કારણે પરમાં જતું રહેવાય. પણ બીજી જ ક્ષણે, જાગૃતિને કારણે, ખ્યાલ આવી જાય અને પરમાંથી નીકળી જવાય...
પ્રશાન્તવાહિતાની અનુભૂતિ. ગંભીરચિત્તતાની અનુભૂતિ.
કો’કે કો’ક માટે કંઈક ઘસાતું કહ્યું. કદાચ એ સંભળાઈ પણ ગયું. પરંતુ સાધકના ચિત્તમાંથી એ વાત બહાર નહિ પ્રસરે. એટલું જ નહિ, જે વ્યક્તિનું કંઈક ઘસાતું સંભળાઈ ગયું છે એ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર થશે નહિ. લાગે કે આવા દોષો મેં પણ અગણિત જન્મોથી આચર્યા છે અને માટે જ તો મારું ભવભ્રમણ ચાલુ રહ્યું છે; આ સંયોગોમાં બીજાના તેવા દોષો પ્રત્યે કે એ વ્યક્તિ પ્રત્યે હીન ભાવના કઈ રીતે થઈ શકે ? ગંભીર ચિત્તવૃત્તિ હોય સાધકની.
સાધકનું એક સરસ લક્ષણ અહીં મળ્યું : જેની જાગૃતિ પ્રબળ છે, તે સાધક.
- સાધકને, કદાચ ક્યારેક, દુર્વિચાર આવી શકે; દુર્ભાવ તો એને ન જ સ્પર્શે. બે-પાંચ સેકન્ડ રાગ-દ્વેષમાં તણાઈ જવાયું તે દુર્વિચાર. અને મિનિટો, કલાકો સુધી એ જ પ્રવાહમાં રહેવાય તે
દુભવ.
પ્રશાન્તવાહિતાની આ અનુભૂતિ સ્વાનુભૂતિની ધારામાં લઈ જશે. બીજું ચરણ, તેથી, આવ્યું સાવઘયોગવિરતિ. પાપકાર્યોથી અટકી જવું, પરની ધારાથી વિમુખ બનવું.
રાગ, દ્વેષ અને અહંકારમાં અગણિત જન્મોથી રહેલ વ્યક્તિત્વ પરની અનુભૂતિમાં રહેલ છે. હવે એ સ્વાનુભૂતિ ભણી ડગ માંડશે.
દુર્વિચાર આવ્યો... જાગૃતિ મુખરિત બની. દુર્વિચારનો છેદ ઊડી જશે. દુર્ભાવની ઘટના તો નીપજશે જ શી રીતે ?
ચિત્તમાં આવેલી પ્રશાન્તવાહિતા થશે ગંગોત્રી. જ્યાંથી સાધનાની ગંગા વહ્યા કરશે.
સમભાવ અને વિભાવ આમને-સામને છે. સમભાવની અનુભૂતિ જે ક્ષણોમાં હશે, વિભાવમાં કઈ રીતે જવાશે ?
પ્રમાદની ક્ષણોમાં વિભાવ સ્પર્શી જાય એવું બને; પણ જાગૃતિ આવતાં જ સમભાવની અનુભૂતિમાં જવાશે.
તો, સાધક પળે પળે જાગૃત હોવો જોઈએ.
પ્રશાન્તવાહિતા. એક મધુરો ઝંકાર. અદ્ભુત અનુભૂતિ. હવે પરમાં જવાનું મન નથી થતું. હિંસા આદિ કંઈ પણ કરવું નથી, કરાવવું નથી અને કોઈ કરતું હોય તો તેને સારું માનવું નથી.
૨૨ % મોક્ષ તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી ૪ ૨૩