________________
ઘણીવાર હું એક વાત કહેતો હોઉં છું : ગુરુ પાસે ગયા પછી, ગુરુએ પોતાને શું કહેવું જોઇએ કે ગુરુએ શું કરવું જોઇએ આવું જે નક્કી કરે તેને હું પરમગુરુની પદવી આપું. કારણ કે ગુરુએ શું કરવું જોઇએ એ તો ગુરુના ગુરુ જ નક્કી કરી શકે ને !
એકલવ્ય પોતાની ઝૂંપડીએ જાય. માટીની ગુરુ દ્રોણની મૂર્તિ બનાવે અને રોજ તે પર પુષ્પો ચઢાવી ભાવથી રોજ કહે : ગુરુદેવ ! મને વિદ્યા શીખવો...
એકલવ્ય ધનુર્વિદ્યામાં ખૂબ આગળ વધ્યો.
..
પ્રશ્ન થાય કે ગુરુ દ્રોણે ના કેમ પાડી ? આપણી બુદ્ધિએ આપેલો પ્રત્યુત્તર આવો હોય : અર્જુન આદિ રાજકુમારોને ભણાવવામાં ગુરુને ખ્યાતિ મળે. ભીલના આ દીકરાને ભણાવવાથી ગુરુને શું મળે ? માટે ગુરુએ ના પાડી.
હકીકત જુદી હતી... ગુરુ દ્રોણ એક સિદ્ધાંત આપણને સમજાવવા માગતા હતા કે તમારી ભીતર ગુરુ પ્રત્યેનું બહુમાન હોય એ જ મોટી ઘટના છે. તમે ગુરુથી શારીરિક રીતે નજદીક હો તે જરૂરી નથી, તમે ભાવાત્મક રૂપે સદ્ગુરુથી નજદીક હો તે જરૂરી છે.
એટલે જ, ચિન્મય (જીવંત) ગુરુ દ્રોણ પાસેથી અર્જુન જે ન મેળવી શક્યો, તે મૃડ્મય (માટીના) દ્રોણ પાસેથી એકલવ્ય મેળવી શક્યો.
એકવાર જંગલમાં ફરવા ગયેલ અર્જુને એક નિશાન વીંધાયેલું જોયું અને એ ચમક્યો : ‘મારા સિવાય આવું નિશાન અમારામાંથી ૧૩૦ મોક્ષ તમારી હથેળીમાં
કોઇ વીંધી શકે તેમ નથી. અને મેં આ નિશાન વીંધ્યું નથી, તો કોણે વીંધ્યું ?’
એણે ગુરુને પૂછ્યું. ગુરુ દ્રોણે કહ્યું : ‘એ એકલવ્યે વીંધ્યું છે.’ મતલબ કે ગુરુને આ ખ્યાલ હતો જ.
..
પછીની ઘટના એથીય વધુ રોમાંચક છે. ગુરુ દ્રોણ એકવાર એકલવ્યની ઝૂંપડીએ આવે છે. એકલવ્ય તો ગુરુને જોઇને અહોભાવથી ભીનો, ભીનો બની જાય છે. ગુરુને આસન પર બિરાજમાન કરે છે.
આંખોમાંથી અહોભાવ ઝરી રહ્યો છે. ‘ગુરુદેવે મારી ઝૂંપડીને પાવન કરી !' ‘ગુરુદેવ ! આપનાં ચરણોમાં શું સમર્પી શકું હું ? બધું જ આપનું છે.'
અને ગુરુ દ્રોણે એકલવ્યનો હાથનો એ અંગૂઠો માગ્યો, જે આપવાથી ધનુર્ધર તરીકે એનું મૃત્યુ જ થઇ જાય.
ભીલનો દીકરો હતો એકલવ્ય. ચપ્પુ પાસે જ હતું. તરત જ અંગૂઠો કાપીને ગુરુનાં ચરણોમાં મૂક્યો.
..
આ ઘટનાને પણ બુદ્ધિ વડે નિહાળવામાં આવે તો બુદ્ધિએ આપેલ પ્રત્યુત્તર આ જ હોય : ગુરુ અર્જુનને અજોડ ધનુર્ધર બનાવવા માગતા હતા, અને એટલે એમણે એકલવ્યનો અંગૂઠો માગી લીધો...
‘મોક્ષ તમારી હથેળી માં ૧૩૧