________________
બરોબર છું ને, પ્રભુ ?
તને જોયા કરીશ અને મારો અનાદિનો સંગી દ્વેષ ઝરી જશે... મારી રાગ-દશા અદૃશ્ય થશે. અહંકારને તો રહેવાની જગ્યા જ ક્યાંથી રહેશે ?
પંચસૂત્રમાં આ જ ગંગોત્રી બિન્દુથી શરૂ થયેલી સાધનાની સપ્તપદી અપાઈ છે : પ્રશાન્ત અને ગંભીર ચિત્ત, સાવદ્યયોગ વિરતિ, પંચવિધ આચારનું જ્ઞાન, પરોપકારશીલતા, કમલ જેવી
અસંગતા, ધ્યાન અને અધ્યયનની ઓતપ્રોતતા અને ભાવોની વિશુદ્ધિ.
ક્રમસર એ ચરણોમાંથી પસાર થઈએ.
મારા તનમાં તું, મારા નયનમાં તું, મારા હૃદયમાં તું... તો પછી, અહંકાર (હું) રહે ક્યાં ? કેવી મઝા આવી ગઈ મને !
નિર્મલ ચિત્ત છે સાધનાનું ગંગોત્રી બિન્દુ. સાધનાની ગંગા કાયાના પટ પર રેલાય, વચનના સ્તર પર પણ એ વિસ્તરે; પણ તેનું ઉગમ બિન્દુ છે નિર્મલ ચિત્ત.
આ જ સન્દર્ભે ષોડશક યાદ આવે : પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત તે સાધના. રાગ, દ્વેષ અને અહંકારની શિથિલતાવાળું ચિત્ત તે સાધના. વૈરાગ્ય, ક્ષમા અને નમ્રતાની પુષ્ટિવાળું ચિત્ત તે સાધના.
પહેલા ચરણે પ્રશમાનુભૂતિ.
પૂજ્યપાદ આનવિમલસૂરિ મહારાજ એક ગામમાં વિહાર કરતાં પધાર્યા. એક શ્રેષ્ઠીના ઘરમાં એમનો ઉતારો હતો. મોટું ઘર. પાછળ મોટું ઉદ્યાન. મુનિઓ બધા સાધનામાં ઓતપ્રોત થઈ ગયા.
શ્રેષ્ઠીનો પુત્ર માણેકચંદ. શ્રદ્ધાવિહોણું વ્યક્તિત્વ. એ માનતો કે આ સાધુ-સાધ્વીઓમાં કોઈ સાધના હોતી નથી. માત્ર પેટ ભરવા માટે આવી રીતે આ લોકો નીકળી જતા હોય છે.
રાતના સમયે ઉદ્યાનમાં એક મુનિરાજ વૃક્ષ નીચે ધ્યાન કરી રહ્યા હતા. માણેકચંદે એમને જોયા. વિચાર્યું કે આમનું ધ્યાન કેવું છે, તેની પરીક્ષા કરું. તેણે એક સળગતું લાકડું હાથમાં લીધું. મુનિરાજ પાસે તે આવ્યો. મુનિરાજની દાઢીના વાળને એણે સળગતું લાકડું અડાડ્યું. દાઢી બળવા લાગી. મોઢાનો ભાગ દાઝી ગયો. પણ મુનિરાજ ધ્યાનમાં મગ્ન જ રહ્યા.
આ દેશ્ય માણેકચંદ પર ઘેરી અસર પાડી. એને થયું કે ખરેખર આ લોકો સાધકો છે.
૧. પુષ્ટિ: શુદ્ધઃ વિત્તી... (ષોડશક)
૧૮ ક મોટા તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી : ૧૯