________________
એક ગુરુદેવ એક શિષ્યને પોતાની જોડે જ રાખતા. બીજા શિષ્યોને ક્યારેક ક્યારેક કોઈ પ્રસંગે બહાર મોકલતા પણ આ શિષ્યને પોતાની જોડે જ રાખતા. એ શિષ્યે આ ઘટનાને પોતાના અહંકારની ઉત્તેજક બનાવી.
એકવાર એ શિષ્ય ભક્તવૃન્દને કહેતો હોય છે : ‘ગુરુદેવની કેવી અપરંપાર કૃપા છે મારા પર. બીજા કોઈ શિષ્યને ક્યારેક ગુરુદેવ બહાર મોકલે. મને તો ન જ મોકલે.’ શબ્દોમાં વાત એ રીતે આવી કે ગુરુદેવની કૃપા મારા પર ખૂબ છે. એના હૃદયની વાત એ હતી કે ગુરુદેવને મારા વિના ચાલે નહિ.
યોગાનુયોગ કેવો કે એનું એ બોલવું અને ગુરુદેવનું ત્યાંથી પસાર થવું. ગુરુદેવ એ શબ્દો સાંભળી ગયા.
સાંજે શિષ્ય વન્દનાર્થે ગયો ત્યારે ગુરુદેવે એને કહ્યું : ‘તું પેલા લોકો સામે શું શેખી વધારતો હતો ? તને કદાચ ખ્યાલ નહિ હોય કે તને હું શા માટે મારી જોડે રાખું છું. તું એવો ગંભીર દર્દી છે કે તને મારા સાંનિધ્ય વિના રાખી ન શકાય.'
શિષ્યના અહમ્ની ધૂળ ગુરુની આ શબ્દલાકડી વડે ખંખેરાઈ. પૂજ્ય આનંદઘનજી મહારાજ યાદ આવે : ‘ગુરુ મોહિ મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધિની નાઠી.’
..
આજ્ઞાકાંક્ષામાં છે સમર્પિતતાની આછીસી ઝલક. ગુરુદેવ દ્વારા મળતી વિશેષ આજ્ઞા જ મને ઊંચકી શકે એવી એક શ્રદ્ધા.
૧૦૨ મોક્ષ તમારી હથેળીમાં
અને એથી જ, એકાદ-બે કલાક કે એક-બે દિવસ સુધી કલ્યાણમિત્રની કે ગુરુદેવની આજ્ઞા ન મળે તો સાધક બેચેન બની
જાય.
આ બેચેની, આ તડપન એ જ એ પૃષ્ઠભૂમિકા છે; જે પર આજ્ઞાનો સ્વીકાર થઈ શકે.
પ્યાસી ધરતી વરસાદનાં બિંદુ-બિંદુને આત્મસાત્ કરી લે છે. એ જ રીતે ભક્તની પ્યાસી ચિત્તવૃત્તિ સદ્ગુરુની આજ્ઞાને આત્મસાત્ કરે છે.
આજ્ઞાસ્વીકાર.
હૃદયથી ગુરુદેવની | કલ્યાણમિત્રની આજ્ઞાનો સ્વીકાર. ક્યારેક એવું બની જાય છે કે કાયાના સ્તર પર આજ્ઞાનું પાલન થઈ રહે; પણ હૃદયના સ્તર ૫૨ એનો સ્વીકાર ન થયેલો હોય. માત્ર ખાનદાનીને વશ, કે બહાર પોતાનું ખરાબ ન લાગે તે માટે કાયાના સ્તર પર આજ્ઞા પળાઈ જાય.
હવે આ જ ક્રમથી આજ્ઞાના પાલન ભણી જવું છે : આજ્ઞાધર્મ માટેની ઝંખના, હૃદયથી આજ્ઞાનો સ્વીકાર, આજ્ઞાધર્મનું અવિરાધન (ગુરુદેવે આપેલ આજ્ઞાધર્મને તેની ઉચિત વિધિને જાણીને તે રીતે જ પાળવાનો દૃઢ સંકલ્પ. જેથી આજ્ઞાધર્મ પ્રત્યે લેશ પણ અનાદરભાવ ન થાય.) અને ઔચિત્યપૂર્વક આજ્ઞાનું પાલન.
તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૧૦૩