________________
કદાચ સાધક વિકલ્પોથી મુક્ત ન બનેલ હોય તો ગુરુદેવ એને નિર્વિકલ્પ બનાવે છે. અને એ પણ કેવા પ્યારથી... આપણે જોતાં જ દિંગ થઈ જઈએ.
હૃદયપૂર્વક આજ્ઞાનો સ્વીકાર એટલે કે વિચારની ચાદર પર આજ્ઞાને ઝીલવાની વાત હવે નથી. હું ઘણીવાર કહેતો હોઉં છું કે પ્રભુના સાધનામાર્ગમાં હાર્દિકોનું જ કાર્ય છે. બૌદ્ધિકોનું કામ નથી.
શિષ્ય પાસે બુદ્ધિ કેટલી જોઈએ ? ગુરુદેવની આજ્ઞાને સમજી શકે તેટલી. એથી વધુ બુદ્ધિ ન હોય તો ચાલે.
આખરે, હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીનું મેડિકલ નોલેજ કેટલું જોઈએ ? એ દર્દીને જે સૂચન આપવામાં આવે તેનું એણે અનુસરણ કરવું જોઈએ. એની પાસે ઔષધીયજ્ઞાન બિલકુલ નથી તો પણ ચાલે.
આથી જ, સાધનામાર્ગમાં હું કોરી સ્લેટ જેવા સાધકોને પસંદ કરું છું. જેઓ માત્ર સદ્ગુરુદેવની આજ્ઞાને અનુસરે છે.
કોરી સ્લેટ જેવો સાધક. વિકલ્પોના લિસોટા જેના ચિત્તમાં નથી; તેવો સાધક.
બપોરના સમયે શિષ્ય ગુરુદેવ પાસે આવ્યો. ત્રણ-સાડાત્રણ વાગ્યા હશે. અજવાળું ઉપાશ્રયમાં બરોબર હતું. ગુરુએ શિષ્યને કહ્યું : “કેવું અંધારું છે !' શિષ્ય કહ્યું : ‘તહત્તિ, ગુરુદેવ !' મનમાં વિચાર નથી ઊઠતો કે અત્યારે અંધારું છે એમ ગુરુદેવ કેમ કહે છે... એ સદ્ગુરુના વચનનો સ્વીકાર કરે છે. અને ગુરુદેવ કહે છે : ‘અજ્ઞાનનું અંધારું કેવું વ્યાપક છે !'
પ્રતિક્રમણમાં સાંજે સાધક ગુરુદેવને પૂછે છે : “સવમ્સ વિ દેવસિઅ દુચિતિએ દુભાસિની દુચિક્રિએ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !” (દિવસ દરમ્યાન ખરાબ ચિન્તન થઈ ગયું છે, કંઈક અશુભ બોલાઈ ગયું છે, કંઈક સાવદ્ય કાર્ય થઈ ગયું છે. ગુરુદેવ ! હું શું કરું ?) ગુરુદેવ જવાબ આપે છે : ‘પડિક્કમેહ.’ તું પાછો ફરી જા. આ બધાં જ અતિક્રમણોથી મુક્ત થા. પ્રતિક્રમણ કર.
મઝાની વાત એ છે કે વર્ષોથી સવાર અને સાંજ પ્રતિક્રમણ કરતો સાધક રોજ ગુરુદેવને આ પ્રશ્ન કરે છે... અને ગુરુદેવ પ્યારથી એ જ ઉત્તર આપે છે : ‘પડિક્કમેહ.”
ગુરુના આ વાત્સલ્યનો ખ્યાલ આવે છે ? ‘ગુરુના વાત્સલ્યની નદીને કિનારા નથી હોતા' એ વિધાન અહીં ચરિતાર્થ થાય છે.
એક દૃષ્ટાંતથી વાત સ્પષ્ટ કરું.
નાનો દીકરો. પાંચ-છ વર્ષનો. શરદી થઈ. મમ્માને કહ્યું. મમ્માએ વિક્સ વેપોરબ ઘસી આપ્યું. સારિડોનની ટીકડી આપી. અને કહ્યું : આઈસ કેન્ડી નહિ ખાતો હો !
દીકરો સ્વસ્થ થઈ ગયો. ત્યાં જ આઈસ કેન્ડીવાળાની ઘંટડી વાગી. દીકરો ત્યાં પહોંચી ગયો. આઈસ કેન્ડી ખાધી... ફરી શરદી... મમ્મા પાસે. “મમ્મા ! શરદી થઈ ગઈ !' માએ ફરી ટીકડી આપી. વિક્સ ઘસી આપ્યું. ફરી કહ્યું : “બેટા ! કેની નહિ
કોરી સ્લેટ જેવો સાધક.
૧૦૪ મોલ તમારી હથેળીમાં
તુમ આજ્ઞા શિર ધારી, ગુરુદેવ ! # ૧૦૫