________________
સમર્પણ કઈ રીતે થાય ? પ્રભુ જ એ કાર્ય કરશે. માટે ભક્ત કહ્યું : સુહગુરુજોગો... પ્રભુ ! તું મને સદ્ગુરુનાં ચરણોમાં સમર્પિત કરી આપ !
અનુમોદના ધર્મ. કેટલા તો વ્યાપમાં ફેલાયેલી આ સાધના !
અરિહંત પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપી રહ્યા છે. ભાવક અનુમોદના કરે છે : વાહ, પ્રભુ ! તમે કેટકેટલાને તારી રહ્યા છો !
અનુમોદના અરિહંત પ્રભુના આઈજ્યની. અનુમોદના સિદ્ધ ભગવંતોની સ્વરૂપ સ્થિતિની...
અમૃતવેલની સજઝાયની કડીઓ યાદ આવે : વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભ યોગ રે... સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષયથકી ઊપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ-વન સીંચવા મેહ રે.. જેહ વિઝાયનો ગુણ ભલો, સૂત્ર સઝાય પરિણામ રે; સાધુની જે વળી સાધુતા, મૂલ ઉત્તર ગુણ ધામ રે... જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદીએ સાર રે... અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત-બીજ નિરધાર રે... પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે...
(૧૬-૨૧)
સમવસરણમાં આપણે સહુ જઈને આવ્યા છીએ. એ સમવસરણીય ક્ષણોને ઝંખનાના સ્તર પર આગળ લંબાવીએ ત્યારે ભક્તની મનોભાવના કેવી હોય ? વીતરાગસ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પ્રાસાદિક વર્ણન આપ્યું છે.
પ્રભુ ! સમવસરણમાં આપ બિરાજમાન હો અને પાદપીઠ પર આપનાં ચરણો પ્રસ્થાપિત થયેલ હોય. પાદપીઠ પાસે મસ્તક હોય. મારું. અને એ મસ્તક પર આપની ચરણરજ ખર્યા કરે...!!
અને તમને જોઉં ત્યારે કેવો ભાવાવેશ મને થાય ? તમને જોતાં જ આંખો હર્ષાશ્રુથી ભરાઈ ઊઠે.૨
१. पादपीठलुठन्मूनि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्यपरमाणुकणोपमम् ।।२०,१॥ ૨. વજુવાર, ૪ઈવાળનત્તff:... ૨૦,રા.
અનુમોદનાને ચાર વિશેષણો અપાયાં છે : સમ્યફ વિધિપૂર્વિકા, સમ્યક શુદ્ધ આશયથી યુક્તા, સમ્યફ પાલનારૂપા, સમ્યફ નિરતિચાર નિર્વાહના સ્વરૂપા...
૭૬ છેક મોટા તમારી હથેળીમાં
ભીનાશનો દરિયો : ૭૭