________________
અનિત્ય આદિ કોઈ પણ ભાવનાનું ભાવન કરતાં સાધક ધ્યાનમાં લીન બને... ધ્યાન પાંખું થતાં વળી ભાવનામાં એ પોતાને પર્યવસિત કરે. અને ભાવનાથી ભાવિત થઈ ફરી ધ્યાનધારામાં ધ્યાતા આરૂઢ બને.
મીરાં કહે છે : ‘સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હૂં'... શરીર આજ્ઞાપાલનમાં, મન સ્મરણ અને ધ્યાનમાં. આટલી ભૂમિકા મીરાં પાસે છે. હવે તેણી પ્રાર્થના કરે છે : “ભક્તિ મારગ દાસી કો દિખલાવો, મીરાં કો પ્રભુ સાંચી દાસી બનાવો...' પ્રભુ ! મને ભક્તિ માર્ગ હવે બતાવો ! તમારી સાચી દાસી મને બનાવો !
આ વાત અસ્તિત્વના સ્તરની ભક્તિની છે. શરીર અને મનના સ્તર પર સાધના આવી ગઈ. હવે જોઈએ છે અસ્તિત્વના સ્તરની સાધના.
અહીં જે ધ્યાનની વાત થઈ એ સામાન્યસ્તરની નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પરની ધ્યાનની વાત થઈ. જ્યાં વિકલ્પોના આંશિક અભાવને કારણે ઝિલાતી શાંતિનો અનુભવ થાય છે. પણ જ્યારે અસ્તિત્વના સ્તરની સાધના ઝિલાશે ત્યારે આપણી ભીતર વહેતા આનંદના ઝરણાનો અનુભવ થશે.
અસ્તિત્વના સ્તરની આ સાધના શી રીતે મળે ?
બે ચરણોમાં કાર્ય અહીં થશે : (૧) ઉપયોગને પરમાંથી પાછો હટાવવો અને (૨) સ્વ ભણી ઉપયોગને લઈ જવો.
પ્રભુએ કેવી તો સરળ સાધના આપી છે ! અમને લોકોને - સાધુઓને પ્રભુએ એમ નથી કહ્યું કે તમારે રોજ આયંબિલ કે
આટલા ઉપવાસ કરવા પડશે. પ્રભુએ કહ્યું કે તમે યથાશક્તિ તપ કરો; પણ ગોચરી લો ત્યારે ઉપયોગ એ ખાદ્ય પદાર્થોમાં ન રાખો. સ્વમાં રાખો.
ભોજન લેનાર શરીર છે. પાણી પીનાર પણ શરીર છે. અને સૂઈ જનાર પણ શરીર છે. તમે છો માત્ર દ્રષ્ટા. - ભોજન શરીર લઈ રહ્યું છે. તમે માત્ર જોઈ રહ્યા છો. એ ખારું છે કે મીઠું, એનો ખ્યાલ તમને ન હોય.
એવા સાધકો જોયા છે, જેમને ભોજન પછી પુછાય કે શું જમ્યા ? ત્યારે તેઓ કહેશે : ખ્યાલ નથી. થાળીમાં મુકાયેલું, તે ખવાઈ ગયું.
નોકરને તમે કહ્યું : પાણી લાવ. હવે નોકરી માટલી પાસે પાણી લેવા જશે, તમે એની પાછળ જશો ? ના. નોકરનું નામ નોકર
કરશે,
એ જ રીતે, શરીર ભોજન કરશે ત્યારે તમે શું કરશો ?
અમારી વાત કરું તો, અમારી ગોચરી-યાત્રા અહોભાવયાત્રા બની રહે છે. મુનિભગવંતો અને સાધ્વીજી ભગવતીઓ વાપરતી વખતે એક સૂત્રની અનુપ્રેક્ષા કરતા હોય છે : અહો જિર્ણહિં અસાવજજા,
વિત્તી સાહૂણ દેસિ; મુખસાહણ હેઉસ્સ,
સાહુદેહસ ધારણા...
૧૩૬ ૪ મોલ તમારી હથેળીમાં
મોક્ષ તમારી હથેળી માં” = ૧૩૭