________________
‘સાહેબજી, શાતામાં ?” મુનિરાજે નીચી નજરે, મુખ પર મુહપત્તી રાખી કહ્યું : “દેવગુરુપસાય...” પછી ભાઈએ પૂછ્યું : ‘સાહેબજી, મને ઓળખ્યો ?” મુનિરાજે કહ્યું : ‘ખ્યાલ નથી આવતો.’ ‘અરે, સાહેબજી, આપ ચાતુર્માસ કરીને આવ્યાને ત્યાં ઉપાશ્રયની સામે જ તો મારું ઘર હતું...”
મુનિરાજને ખરેખર આ ખ્યાલ ન હતો. કેવી પરની અસંગવૃત્તિ !
તમે જોજો, નદીના પ્રવાહને. જયાં પાણી વહી રહ્યું છે ત્યાં તે એકદમ સ્વચ્છ હશે. પણ જ્યાં ખૂણો બન્યો, પાણી સ્થિર થયું; ત્યાં લીલ બાઝી જશે.
વહેતા પાણી જેવી નિબંધ વિહારયાત્રા મુનિવરની છે. ‘વરતિ, વતિ...'
નદીની આખરી મંજિલ સમંદર હોય છે. મુનિની સંયમયાત્રામાં ય આખરી ધ્યેય પરમચેતનામાં પોતાની ચેતનાનું નિમજ્જન હોય છે.
‘જ્ઞાનજ્ઞાળસંસાયા...'
પર ભણીની આ અસંગવૃત્તિ જ સ્વની દુનિયા ભણી સાધકને મોકલી શકે.
પ્રભુ જાણે કે સાધકને કહી રહ્યા છે કે, બેટા ! તારી પાસે શરીર છે, મોટું પુદ્ગલ છે; એટલે ખોરાક અને વસ્ત્રનાં પુગલોનો તને ખપ પડશે... બેટા ! તું પુદ્ગલોનો, પરનો ઉપયોગ કરી શકે છે, પણ તું પરમાં ઉપયોગ રાખી શકતો નથી.
કેવી મઝાની પ્રભુની આ શીખ !
સાધનાનું આ છઠું ચરણ.
ધ્યાન અને અધ્યયનથી યુક્ત દશા. ધ્યાન એટલે સ્વની અનુભૂતિ. અને અધ્યયન એટલે સ્વને પૂરેપૂરું જાણવું તે.
કાર્ય-કારણભાવની મઝાની શૃંખલા અહીં આપી. સ્વાધ્યાય તે કારણ. ધ્યાન તે કાર્ય.
કારણ/સાધન વાસ્તવિકરૂપે કારણ/સાધન ક્યારે કહેવાય ? જ્યારે એ કાર્યસાધ્યની પ્રાપ્તિ કરાવી આપે.
સાધનનું સાધનત્વ સાધ્યપ્રાપ્તિના સન્દર્ભમાં જ છે. તો, જેમ જેમ સ્વાધ્યાય કરીએ, સ્વાનુભૂતિ ભણી જવાનું થાય જ. એક વાત, આ સંદર્ભે, હું ઘણીવાર કહેતો હોઉં છું : અનુપ્રેક્ષા અનુભૂતિમાં પરિણમે તો જ તે સાર્થક, જે અનુપ્રેક્ષા અનુભૂતિમાં ન
‘પડમાનદ્રેસના...'
કમળ જેવા અસંગ મુનિવરો. શરદઋતુના નિર્મલ જળ જેવા અસંગ મુનિવરો. પાણી નદીના બે કિનારાની વચ્ચે વહ્યા જ કરે છે... વહ્યા કરવું એ જ તો એનું જીવનવ્રત છે.
૪૨ % મોલ તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી ૪૬ ૪૩