________________
રચનાની ક્ષણોમાં
જૂનાડીસા : ઊર્જાથી છલકાતી નગરી
જર્મન મહિલા પ્રોફેસર. બૌદ્ધ ગ્રન્થોનાં વિદુષી.
એકવાર એક ગ્રન્થ વાંચતાં તેઓ ભાવવિભોર બની ગયાં. તેમને એ ગ્રન્થના ભાવો એવા તો સ્પર્શી ગયા કે એમને થયું કે પોતે ચારસો વરસ મોડાં જન્મ્યાં. આવી અભિવ્યક્તિ આપનાર ગુરુની અનુભૂતિ કેવી હશે ! અને એ અનુભૂતિવાન દેહમાંથી નીકળતી ઊર્જા કેવી તો પવિત્ર હશે !
બે-ચાર દિવસો થયા. પણ એવી ઊર્જા પકડાતી નથી. પ્રોફેસરે આખો મઠ ફરીથી જોયો. અને વિચાર્યું કે સંભવિત રીતે આવા ગુરુ કયા ખંડમાં રહેતા હોવા જોઈએ.
છેવાડાનો એક ખંડ એમણે બંધ જોયો. સીલ લગાવેલું. “આ ખંડ ખોલવાની મનાઈ છે.’ તેવું ત્યાં લખેલું પણ વાંચ્યું. એ ખંડ જે રીતે આવેલ હતો, એકાન્તમાં, એ જોતાં એમને થયું કે ગુરુ આ જ ખંડમાં રહેતા હોવા જોઈએ. અને કદાચ, તેથી જ, ત્યાંનાં આન્દોલનો અકબંધ રહે માટે કોઈ અધિકારી વિદ્વાને આ નિર્ણય લીધો હશે : ખંડ બંધ રાખવાનો.
પ્રોફેસરે મઠના સત્તાધીશોને સમજાવી એ ખંડ ખોલાવરાવ્યો. ત્યાં તેઓ ધ્યાનમાં બેઠાં અને તરત જ એ ઊર્જા પકડાવા લાગી; જે એમને જોઈતી હતી... ગુરુના ભાવો એમને સ્પર્યા. એ ઊર્જાના પ્રવાહમાં વહેવું તેમને બહુ જ આનંદદાયી લાગ્યું. થોડાક દિવસો ત્યાં રહીને તેઓ એ સદ્ગુરુના સાન્નિધ્યમાં રહ્યાં.
પ્રોફેસરની મઠમાંથી વિદાય પછી તરત એ ખંડ બંધ કરી દેવામાં આવ્યો. પવિત્ર આન્દોલનોને સુરક્ષિત રાખવાની કેવી મઝાની આ પરંપરા !
અચાનક એમને થયું કે એ ગુરુ તિબેટના જે મઠમાં વર્ષો સુધી રહેલા એ મઠમાં એમની ઊર્જા મને મળી શકે જ. ચારસો વર્ષનો ગાળો કોઈ મોટો ગાળો નથી.
તેમણે એ મઠના સત્તાધીશોને પુછાવરાવ્યું કે પોતે એ મઠમાં ધ્યાન માટે થોડા દિવસો આવી શકે ? સામેથી સ્વીકૃતિ મળી. પ્રોફેસર તિબેટ ગયાં. મઠની બાજુની હોટેલમાં ઊતર્યા. રોજ કલાકો મઠમાં ગાળતાં. પેલા ગુરુની ઊર્જા પકડવા માટે.
પવિત્ર સમેતશિખરજી મહાતીર્થની યાત્રાએ જનાર એક યાત્રિક મને પૂછેલું : ગુરુદેવ ! મારા માટે ખાસ સૂચન... હિતશિક્ષા...?
મેં કહેલું : ઋજુવાલિકા નદીને કાંઠે બે-ત્રણ કલાક રહી શકાય તેવું હોય તો ધ્યાનમાં જઈને પ્રભુના કૈવલ્ય સમયનાં આન્દોલનોને
૧૭૬ ક મોલ તમારી હથેળીમાં
ના હમ દરસન, ના હેમ ફરસને ૧૭૭