________________
૨ સાધનાની સપ્તપદી
ગીતાંજલિમાં શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે :
મુજ સકલ અંગો પર તારો સ્પર્શ લાગેલો જ છે દિવસ-રાત યાદ રાખી સદા એ વાત
રાખીશ મુજ શરીર હંમેશાં પવિત્ર, પ્રાણેશ્વર... મારા મનમાં વિરાજે છે તું, હે પરમ જ્ઞાન ! સદા સ્મરણમાં રાખી એ મારા સર્વ ધ્યાન અને સર્વ વિચારોમાંથી સર્વ પ્રયત્ન હું રાખીશ દૂર સર્વ મિથ્યાને...
મુજ હૃદયમાં રહ્યું છે તારું અચલ આસન ધ્યાનમાં રાખી એ કરીશ હું શાસન સકલ કુટિલ દ્વેષ અને સર્વ અમંગલ
પ્રેમને રાખીશ સદા પ્રફુલ્લ, નિર્મલ... સર્વ કર્મોમાં પ્રવર્તે છે તવ શક્તિ એમ જાણી સકલ કર્મોમાં પ્રગટાવવા તને કરીશ મથામણ...”
પ્રભુ ! મારા સર્વ અંગો પર, મારા અસ્તિત્વ પર તારો સ્પર્શ છવાયેલો છે. એટલે હવે હું હું ન રહ્યો, બરોબર ને ?
સતત આ વાત મારા સ્મૃતિ પટ પર રહે છે કે મારા નાથનો હાથ મારા અસ્તિત્વ પર ફરી રહ્યો છે અને એથી અપવિત્રતા મારી નજીક પણ ક્યાંથી ટૂંકી શકે ? અને જે હતી અપવિત્રતા, એ તારા પુનિત સ્પર્શે ખરી ગઈ.
સાધના...
પરમાત્માનો પ્યારો, ખારો સ્પર્શ. રોમે રોમે પરમ સ્પર્શ.
અસ્તિત્વના છેલ્લા પ્રદેશ સુધી પરમનો સ્પર્શ મળે તે સાધના.
એ સાધના હૃદયને નિર્મલ બનાવે. શુભમાંથી શુદ્ધમાં સાધકને એ પ્રતિષ્ઠિત કરે.
૧૪ જે. મોક્ષ તમારી હથેળીમાં
સાધનાની સપ્તપદી જે ૧૫