________________
આ પ્રાર્થના સ્વીકારાય છે. સાધકના અન્તસ્તરથી ક્ષમાભાવનું ઝરણું પ્રવાહિત થાય છે.
ક્ષમાભાવની આ અનુભૂતિ તે સાક્ષાત્કાર.
અભિવ્રજયા.
પરમની દુનિયા તરફ ભરાયેલ બે ડગ. ‘એ’ના ભણી તમે ચાલ્યા... અને જે આનંદની અનુભૂતિ થાય... પરની દુનિયાને અલવિદા થઈ રહે, પ્રવ્રજ્યા.
‘સ્વ’ના આનંદની, આછીસી અનુભૂતિ અને પરનું છૂટી જવું. ‘પર’ને છોડવું નથી પડતું. એ છૂટી જાય છે.
એક સદ્ગૃહસ્થ નાનકડા ગામમાં નાના ઘરમાં રહે. દીકરો શહેરમાં ગયો. સારો ધંધો એના હાથમાં આવી ગયો. પિતા શહેરમાં આવે તેમ નહોતા. એટલે ગામમાં જ પોતાના ઘરની નજીકમાં એક પ્લોટ લઈ તેમાં બંગલો બનાવવાનું વિચાર્યું. આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટરોએ કામ શરૂ કર્યું. બંગલો વિશાળ, ભવ્ય થઈ રહ્યો છે.
પેલા સગૃહસ્થ કારીગરોને પૂછે : આ બંગલો કોણ કરાવે છે ? એમણે કહ્યું : અમે તો કોન્ટ્રાક્ટરના માણસો છીએ. એ અમને પગાર ચૂકવે છે. બંગલો કોનો એ અમને ખબર નથી.
દીકરો પિતાને ‘સરપ્રાઈઝ' આપવા માગતો હતો. જે દિવસે બંગલો પૂરો થઈ ગયો અને વાસ્તુ હતું, તે દિવસે તે આવ્યો અને કહ્યું : પિતાજી, આ આપણો બંગલો છે. તમારે હવે અહીં રહેવાનું છે.
૧૨૪ મોક્ષ તમારી હથેળીમાં
સગૃહસ્થને જૂનું ઘર છોડતાં કેટલો સમય લાગે ? છૂટી જ જાયને તરત !
આવું જ સ્વની દુનિયામાં પણ છે.
‘સ્વ’ની આછીસી અનુભૂતિ... એ દિવ્ય આનંદનો અનુભવ... પર છૂટી જાય.
પરમાત્માનું પરમ સમ્મોહન તે અભિજ્યા. સાધકના લયમાં આ રીતે કહેવાશે આ વાત : સ્વનું પરમ સમ્મોહન (‘સ્વ’ની અનુભૂતિ પછીનું) તે અભિવ્રજ્યા.
પરમાત્મા સિવાયના બીજા બધાનું
પ્રવ્રજ્યા.
-
પરનું; છૂટી જવું તે
સાધક છે અભિપ્રવ્રુજિત. અભિવ્રજ્યા વત્તા પ્રવ્રજ્યા એટલે અભિપ્રવ્રજ્યા. આવી સાધનાથી યુક્ત સાધક છે અભિપ્રવ્રુજિત.
એક મઝાનું સમીકરણ અહીં આવ્યું છે : અભિપ્રવ્રુજિતતા વત્તા સુવિધિભાવ બરોબર સંયમયોગોની વૃદ્ધિ.
સુવિધિભાવ એટલે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા. સંયમિજીવનના પ્રારંભમાં પરમપાવન ‘દશવૈકાલિક' સૂત્રના અધ્યયન દ્વારા સાધક સંયમિજીવન વિષે સૈદ્ધાન્તિક (થ્યોરીકલ) જ્ઞાન મેળવે છે
પ્રભુની મહેરે તે રસ ચાખ્યો...... ૧૨૫