Page #1
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાળા મણકો ૩ જો HIRITUTERSHIRUR FUTURETUE|
Gllbjlièk lys Ibllebic b&
૧ દાદાસાહેબ, ભાવનગ .
beeheae-2eo : pકે -
૩૦૦૪૮૪s
દિયોદ્ધારક
શ્રીમદ્ આનંદવિમળ સૂરીશ્વરજી !
મહારાજનું વિશિષ્ટ જીવનચરિત્ર
લેખક
પુજ્યપાદ પ્રસિદ્ધવક્તા અનુગાચાર્ય શ્રીમદ્ પન્યાસપ્રવર શ્રી રંગવિમળજી ગણિવર્યના
શિષ્ય મુનિશ્રી કનકવિમળજી
+: પ્રકાશક : શ્રી મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળાના સેક્રેટરી:—શાહ શાંતિલાલ હરગોવનદાસ
છે. દેવસાન પાડે, અમદાવાદ.
URSE BESTSEBRITUTIFUTUREFUFIFFEREFUELFARMER
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
HEIGHEIET il |
IS
|| ||||||||||||||||||||||||||||||||||||||||||i[ શ્રીમદ્ધિવિમળાજી જૈનગ્રંથમાળા મણકો ૩ જે શાંતમૂર્તિ પ. પૂ. શ્રીમદ પં. શ્રી દયાવિમળાજી
ગણિપાદપટ્વે નમઃ “જગદ્ગુરૂ, શાસનસમ્રા, જંગમ યુગ પ્રધાન” = મહાન કિદ્ધારક” તપાગચ્છાધિપનિક
ભ g આચાર્ય શ્રીમદ્ આનંદવિમળસૂરી મહારાજ, વિશિષ્ટ જીવન ચરિત્ર”
આર્થિક સહાય -- IE ગામ પૂરણનિવાસી શેઠ દેવદાજી સાજના સુપુત્રો શેઠ લાલાજી, શેઠ હીરાજી તથા શેઠ 2
– લેખક – પૂજ્યપાદ પ્રસિદ્ધવક્તા” અનુગાચાર્ય શ્રીમદ્ પંન્યાસ પ્રવર શ્રી રંગવિમળજી ગણિવર્યના શિષ્ય મુનિશ્રી કનકવિમળાજી
– પ્રકાશક :– -શ્રી મુક્તિવિમળજી જેન ગ્રંથમાળાના સેક્રેટરી –શાહ શાંતિલાલ હરગોવનદાસ
ઠે. દેવશાને પાડે-અમદાવાદ જ્ઞાનસૂરિ સં. ૨૧૨
મુક્તિ સં. ૨૦
કિંમત ૮-૨-૦ SિERa| |FGLE' |||||||||||||||||||||||||||||
||||||||||||||||||||| E}} |||||||||||||||||||||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
વીર સંવત ૨૪૬૫
વિક્રમ સંવત ૧૯૯૫
સુધારાવધારા સાથે ત્રીજી આવૃત્તિ
પ્રત ૧૦૦૦
પ્રાપ્તિસ્થાન-વિજાપુર નગરશેઠ-મણીલાલ મેહનલાલ દેશી
ઠે. દેશીવાડામાં
ઊ. ગુજરાત
-
-
-
મુદ્રક : રમણલાલ પીતામ્બરદાસ કોઠારી: ધી વિરવીજ્ય પ્રિ. પ્રેસ
સાગરની ખડકી, રતનપોળ-અમદાવાદ
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
I
સમર્પણ ઘર
==
પરમપૂજ્ય ધર્મધુરંધર જૈન શાસન નનમણિ સુવિહિત સાધુશિરોમણિ જૈનાગમ પરિશીલનશાલી સદ્ધર્મોપદેષ્ટા વિદ્વજન વંદવંદનીય આબાલબ્રહ્મચારી વ્યાખ્યાન વાચસ્પતિ કવિ દિવાકર પરમકૃપાળુ ગુરૂદેવ અનુગાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી પન્યાસ પ્રવર શ્રીમદ્ રંગવિમળાજી મહારાજ સાહેબજી ગણિવર્યના
કરકમલમાં આપ ગુરૂદેવની અનહદ કૃપાથી મને જે સન્માર્ગ પ્રાપ્ત થયેલ છે, તે માટે આપશ્રીને પરમ ત્રણ છું, અને તે ઋણમાંથી યત્કિંચિત્ રૂપમાં મુક્ત થવા આ વિશિષ્ટ જીવન ચરિત્રની આવૃત્તિનું સુધારા વધારા સાથેનું આ લઘુ પુસ્તક આપના પરમ પવિત્ર કરકમલમાં અર્પણ કરી કૃતાર્થ થાઉં છું, આશા રાખું છું કે આ લઘુ પુસ્તકને આપ સહર્ષ ગ્રહણ કરી કૃતાર્થ કરશો. એજ અંતિમ પ્રાર્થના.
નિવેદક:-- આપના બાલશિષ્ય કનકના
ભૂરિ વંદન !!:
===
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Egoogspocodeo ocosmoothies | 8 શ્રીમદ્ મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળામાંથી કે
પ્રગટ થયેલ મળતાં પુસ્તક ૧. શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજીનું વિશિષ્ટ
જીવન ચરિત્રની ત્રીજી આવૃત્તિ ૦-૨–૦ ૨. શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરીશ્વરજીનું
આદર્શ જીવન ચરિત્ર ૩. શ્રી કલ્પસૂત્ર પ્રદીપિકા ૪. રંગ વિનેદ
૦-૪-૦ ૫. જ્ઞાન વિનેદ ભા. ૧ ૬. રંગ વિનેદ ભા. ૨ ૭. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ભા. ૧ )
(શ્રી જ્ઞાનવિમળસૂરિકૃત ટીકા) ઈ ૮. શ્રીમદ્ પં. મુક્તિવિમળજી ગણિવર્યનું જીવન ચરિત્ર
ભેટ
૦૪-૦.
પ્રકાશક:--
શ્રીમદ્દ મુક્તિવિમળાજી જૈન ગ્રંથમાળાના સેક્રેટરી:-શા. શાંતિલાલ હરગોવનદાસ છે
છે. દેવશાના પાડામાં
મુ. અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સંસારમાં માનવ માત્ર અનેકવિધ પ્રવૃત્તિઓથી ગુંચવાયેલ હિય છે. શું મેટા ને શું નાના દરેક પોતાને અનુરૂપ હિત કે અહિત કઈને કઈ પ્રવૃત્તિમાં ગુંચવાયેલ હોય છે, આ પ્રવૃત્તિમાં ગુંચવાયેલ માણસમાં થોડા જ માનવો વિચાર કરે છે કે આ મારી પ્રવૃત્તિ શા ફલ માટે અને શા કારણ માટે છે, જે તેના ફલ અને કારણને વિચાર કરવામાં આવે તો માનની અનેક અગ્ય પ્રવૃત્તિઓ આપોઆપ માનવ બંધ કરે, સારા વિદ્વાન અને વિચક્ષણ માનવે પણ આંખ મીંચીને કેઈ દિવસ ભાગ્યેજ પિતાની પ્રવૃત્તિ માટે કે ફલ માટે વિચાર કરે છે. અને કદાચ વિચાર કરે તે પણ અપરિપકવ વિચાર કરી અધુરે અટકે છે, આ અપરિપકવ વિચાર તેમને નિરંતર પ્રવૃત્તિ કરતા માર્ગમાં કંટકસમાં મરણ દુઃખ શોક કે એવાજ કેઈ બલવત્તર અનિષ્ટ પ્રસંગે થાય છે, અને તે કાળના કાળના વહેણમાં પ્રાદુર્ભાવ પામતે સુયોગ્ય વિચાર અધુરે નાશ પામે છે, પરંતુ જેઓને થતા સુગ્ય વિચારને ગુરૂ સંગ, જ્ઞાનસપર્ક, સુમિત્રને સમાગમ કેઈ વખત પરિપૂર્ણ કરવામાં મોટો ફાળો આપે છે.
માનવને વૈરાગ્ય યા સંસાર ઉપર દુર્ભાવ ત્રણ કારણે પ્રગટે છે, કોઈને અત્યંત દુઃખના પરિણામે, તે કઈને અત્યંત સુખ હોવા છતાં તેમાં જણાતી ન્યુનતાથી, તે કોઈને સહજ પૂર્વભવના કારણે. આ ત્રણમાંથી કઈ પણ રીતે પ્રગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ટેલા વૈરાગ્ય યા સંસાર વિમુખતાને ટકાવવાને તેમાં સ્થિર કરવા યા નવી સંસાર વિમુખતા ઉપન્ન કરવામાં પૂર્વ પુરૂ
ને જીવનપ્રવાહ દીવાદાંડીસમ હોય છે. દીવાદાંડી જેમ સંસારમાં ભટકતા માણસને દુઃખથી બચાવી લેવામાં જેમ અજોડ છે, તેજ પ્રકારે સુગ્ય માર્ગે સ્થિર કરવામાં પણ અજોડ છે.
આવા સુયોગ્ય માનવેના જીવનપથે બે પ્રકારે વહેંચાયેલા હોય છે, એક ધેરી માર્ગ અને બીજે વિકટ માર્ગ, ઈચ્છિત સ્થાને ધોરી માર્ગે માણસ જેટલો નિર્ભય અને સુવ્યવસ્થિત જઈ શકે તેટલો વિકટ માગે નહિં. તેમાં પરમ તારક સાધુજીવન-જીવનમાર્ગનો ધોરી માર્ગ છે, અને તેમાં પણ જ્યારે ચારે તરફથી અંધકારની છાયા પ્રગટી હતી. સવ ઠેકાણે ડામાડોળતા પ્રભુત્વ જમાવી રહી હતી તે સર્વને ખંખેરી એગ્ય માર્ગમાં જીવન વિતાવી હંમેશને માટે વધારે ઉજવલ જીવન પથને પ્રવાહ શરૂ કરનાર પરમ પૂજ્ય જગ૬ગુરૂ શાસન સમ્રાટ, જંગમયુગપ્રધાન, મહાન ક્રિયેદ્વારક ઉગ્ર તપસ્વી તપગચ્છાધિપતિ સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ છે, કે જેઓના પછી પણ ઘણા વર્ષો સુધી તેઓનું અનુકરણ શિષ્ય પ્રશિષ્યાદિમાં ઉતરી જૈન સંઘને શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી, શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજીને મહાન ક્રિયા દ્વારક શ્રીમદ્દ જ્ઞાનવિમીસરીશ્વરજી મહારાજદિને વારસો મળે છે.
ખરી રીતે જોઈએ તે કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા પછીથી જૈન સમાજને સરસ્વતી પ્રવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
હને વેગ, ચારિત્રની સુગંધ અને જગતમાં જૈનધર્મની તમન્ના આ મહાપુરૂષથી જ શરૂ થાય છે, તેમજ જીર્ણશીર્ણ થયેલ મંદિરને ઉદ્ધાર બેધિબીજને પમાડવામાં અનન્ય બીજભૂત જિન મંદિરે, પાદુકાઓ, જ્ઞાનભંડારે અને સાધુ સંસ્થાને જળહળતે ઉદ્યત પણ આ મહાપુરૂષના પગરવથી વધુ વિકસિત થયેલ છે.
આ રીતે પરંપરાએ મહાન ઉપકારક આ મહાપુરૂષના ઉપકારને તેમજ તેઓશ્રીના જીવનમાંથી પોતાના જીવનને આદર્શ કેઈપણ જીલશે તે આ નાની પુસ્તિકાનું પ્રકાશન પણ ખુબજ સફળ થયું માની વિરમશ 3 શાન્તિ શાતિ શાનિત!!!
આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ ખુબજ ફેરફાર અને સુધારા વધારા સાથે બહાર પાડવામાં આવી છે. છતાં કેઈને આ પુસ્તકમાં ક્ષતિ જણાય તે જણાવવા કૃપા કરશો જેથી હવે પછીની આવૃત્તિમાં સુધારો થઈ શકે એજ
મુ. ખીમત જૈન ઉપાશ્રય.
લે. મુનિશ્રી કનકવિજ્યજી
તા. રર-૭–૧૯
ઈ લ. મુનિશ્રી કનકવિજ્યજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય જગદગુરૂ જગમયુગપ્રધાન શાસનસમ્રાટું
શ્રીમદ્ આનંદ વિમળસૂરીશ્વરીની
સ્તુતિ
[મેરે મૌલા બેલાલે મદિને મુઝે-એ દેશી ] સૂરિ આનંદવિમળાજીને સંઘ અમરે; ભવિ હેજથી ભદધિ પાર તરે સૂરિ.
શાસનતણ સરદાર છે, ભવિ જીવ તારણ હાર છે, પ્રભુવીરના સંદેશને, જગમાં સુવિદિતકાર છો;
સૂરિ આનંદ વિમળાજીને સંઘ સ્મરે. સૂરિ. ૧
સાખી ગુરૂ પાંચ વર્ષ પૂરા થયે, નિગ્રંથપદને ધારતા, સિદ્ધાંત તત્વ વિવેકને, સદ્ દ્રષ્ટિથી નિહાળતા;
સૂરિ આનંદ વિમળજીને સંઘ સ્મરે. સૂરિ૨
સાખી ઉત્તમગુણેથી યુક્ત જાણું, શ્રીગુરૂ હર્ષિત થયા, સવિ સંઘની વિનતિ સૂણી, સૂરિ મંત્રથી સૂરિપદ દીયા
સૂરિ આનંદ વિમળને સંઘ મરે સૂરિ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
parang i ગઈ નમઃ ઉં
L = =૦૦/] પરમ પૂજ્ય સકલસિદ્ધાંતવાચસ્પતિ, અનેક સંસ્કૃત ગ્રંથપ્રણેતા, સચ્ચારિત્રચૂડામણિ, આબાલ બ્રહ્મચારી, તપાગચ્છાધિપતિ શ્રીમદ્દ પંન્યાસ પ્રવર શ્રી મુક્તિવિમળજી ગણિ
સદગુરૂભ્યો નમ:
જગદ્ગર શાસનશિરોમણિ જંગમયુગપ્રધાન શાસન સમ્રા મહાન કિયે દ્ધારક તપાગચ્છાધિપતિ સકલભટ્ટારકાચાર્ય શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજીનું વિશિષ્ટ જીવનચરિત્ર
[સ્તુતિ ] श्रीसिद्धाचलतीर्थषोडशमहाजीर्णोधृतिं कारयन् । कर्माशाभिधश्रावकेण स गुरुः सम्बोधितेन स्वयम् ॥ साधन पञ्चशतीमितान् व्रतधरान् यो शासनेऽदीक्षयत् । क्रियोद्धारकरं नमामि विमलं ह्यानन्दपूर्वं गुरुम् ॥ १॥
BE પ્રારંભ || જગત ભરના તમામ દેશોમાં આર્યાવર્ત મુકુટ મણિ સમાન છે. તે નિર્વિવાદ છે. કારણ કે જગતના તમામ દેશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળમુરિ જીવનચરિત્ર આર્યાવર્તે ભાષા, ઉદ્યોગ, નીતિ, સાહિત્ય, રાજવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા વિગેરે તમામ સુયોગ્ય સ્મરણે પ્રત્યક્ષ કે પક્ષ રીતે શીખવ્યાં છે. તેમજ જગત ભરના તમામ દેશે આધિ, વ્યાધિ અને ઉપાધિસર્જકના ઉદેશમાંજ વિજ્ઞાન, અને વિદ્યાને પ્રચાર વિકાસ અને શેધનમાં મશગુલ બન્યા છે. જ્યારે આર્યાવર્તન વિજ્ઞાન, વિદ્યા અને તત્ત્વજ્ઞાન એ સર્વને ઉદ્દેશ માનવ કલ્યાણની પ્રવૃત્તિને અનુલક્ષીને પ્રવૃત્તિપરાયણ જીવનવૃત્તિને નિવૃત્તિ પરાયણ બનાવી આત્મચિંતનને છે. દુનીયાના બીજા દેશોને સામાન્ય વ્યવહારિક વિદ્યાને યા અન્ન અને વસ્ત્રની ઉત્પત્તિને પણ ખ્યાલ નહેાતે તે પહેલાં આર્યાવર્ત આત્મા, પરભવ કર્મ વિગેરે અણમેલ પ્રશ્નોના ઉકેલમાં મશગુલ હતું.
આ આર્યાવર્તમાં ગુર્જરદેશ આર્યાવર્તના ભૂષણ અને તેના વર્ચસ્વના બીજ સમાન છે. કારણ આર્યાવર્તના વિકાસના મંડાણ પ્રગતિ અને પૂર્ણતાનું સુભાગ્ય તેના લલાટે લખાયું છે. ધર્મ, અર્થ અને કામના સુમેળથી ત્રિવેણી સંગમ સરખે ગુજરદેશ છે. કારણકે તે ગુજરાત ધર્મ મમત્વથી ભરપુર છતાં તેણે વિવેકને વિસર્યો નહોતે. ગુજરાતે ધર્મ પાછળ અખુટ લક્ષ્મીનો વ્યય કર્યા છતાં તે વૈભવરહિત કે શુષ્ક જીવન જીવ્યું નથી. ગુજરાત અનેક ધર્મપથાથી વ્યાસ છતાં સર્વધર્મ મુકુટમણિ જેનધર્મને પિતાના હૃદયમાં વિશાળ સ્થાન આપવામાં ચકર્યું નથી. અહિંસા પરમધર્મ રૂપ જેને ધર્મના સત્વને તમામ ધર્મમાં પ્રતિબિંબિત કરી જીવન
પ્રવાહમાં ઓતપ્રેત કરતાં શીખવ્યું હોય તે તે ગુજરાતે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસરિ જીવનચરિત્ર શિખવ્યું છે. અને સમજાવ્યું કે જ્યાં અહિંસા નહિ ત્યાં ધર્મ નહિ અને એથી જ આજે ગુજરાતની અઢારે પ્રજામાં અહિંસાવાદ જીવનમાં ઉતરેલ છે. જ્યારે બીજા ભાગની ઉચ્ચગણાતી પ્રજા તે કેટિથી આજે પણ ઘણી જ દૂર છે.
| ગુજરાત સંપત્તિ અને સૌભાગ્યમાં પણ સૌને ઈર્ષ્યા ઉત્પન્ન કરાવે તે અણમેલ રહ્યો છે. કારણ કે તેનું જવાહર અને કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ અને તેને ઉપગ પણ ગુજરાત માટે જ સર્જાયેલાં છે. છતાં પણ ગુજરાત સંપત્તિની પ્રાપ્તિ કે સંગ્રહથી પ્રસંશાયેલ નથી પણ તેની સંપત્તિને જગત્ કલ્યાણ માટે છૂટે હાથે કરાયેલા તેના ઉપયોગથી પ્રશંસા પામેલ છે. હજાશે હસ્તલિખિતગ્રંથભંડારો, હજારો જિનમંદિર, અને હજારે લેકેપગી ઈમારતો આજે પણ ગુજરાતની સંપત્તિની સાક્ષી પૂરે છે. છતાં એ ભૂલવું ન જોઈએ કે ગુજરાતના ધર્મ અને અર્થના સુગ મેળના વિકાસ અને પૂર્વ ઘટના એ સર્વના નિયંતા જેનભક્તવર્ગ જ છે. અર્થાત ગુજરાતનું તિલક જેને છે. અને ગુજરાતનું ગૌરવ ગુજરાતની પ્રતિષ્ઠા, ગુજરાતની અણમોલતા અને તેની તેજસ્વિતાના આત્મા અને સર્જકે જેને જ છે.
અહિંસાના સત્વથી ચણાયેલ ધર્મ અને નીતિમાં મોટાઈ, અજ્ઞાનતા, દંભ, અને આજીવિકા નિમિત્તે થયેલ વિકૃતતાને લઈ ધર્મમાં પણ યજ્ઞયાગાદિને નામે બ્રાહ્મણોએ હિંસા ઘુસાડી દઈ સર્વત્ર અજ્ઞાન અને મહતિમિર છવરાવ્યું. આ સર્વ તિમિરને દૂર કરનાર સૂર્યસમા વીર પરમાત્માએ ફરી
જૈન ધર્મને વધુ ઊદ્યોતિત કરી જગતને પ્રકાશ માગે મુકયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ભગવાન મહાવીર પછી શ્રી સુધર્માસ્વામી શ્રી વજસ્વામી આદિ પૂર્વધરે શ્રીમદ્દ હરિભદ્રસૂરીજી શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરસૂરીજી વિગેરે સૂરિપુંગવેએ અખ્ખલિત શાસન ધૂરાને વહન કરી વચ્ચે વચ્ચે થતી વિકૃતિને દૂર કરી ભગવાનના શુદ્ધ તત્વને પ્રસરાવ્યું. છતાં દિ કુતિમ એ નિયમ કેઈને છેડતો નથી. તેમ વચ્ચે વચ્ચે અનેક પંથ, મતભેદે, શિથિલતા, લેશે અને કલહથી જૈન શાસનના પ્રાસાદ જીર્ણ થતે ગયે તેમજ તેનું તેજ ઓછું થતું ગયું ત્યાં તે ભગવાન કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રસૂરિ, શ્રીમદ્ વાદિદેવસૂરિ અને શ્રીમદ્ મલયગિરિસૂરિજી જેવા મહા પુરૂષે એ જીર્ણ થતા તે પ્રાસાદની ફરી મરામત કરી સુગ્ય બનાવી મુ. બૌદ્ધ, વૈષ્ણવ વિગેરે ધર્મોમાં આખા ધર્મના સિદ્ધાંતે ધ્યેયે અને ધર્મનો આત્મા બદલાયે તેવી જૈનધર્મને જરાપણ અસર થવા પામી નહિ. કારણ જૈન ધર્મના ટકાવમાં અખુટ શ્રદ્ધા રૂ૫ સમ્યકત્વ બીજ હોવાથી મૂળ તમાં ગમે તેટલા ફિરકાઓ થયા છતાં જરા પણ ફેર પડ્યો નથી અને પડશે પણ નહિ તેજ જેનધર્મની વિશિષ્ટતા છે. એ સમય રાજ્યક્ષેત્ર, વ્યવહારક્ષેત્ર, અને ધર્મક્ષેત્રના વિવિધ
રંગી પડછાયાથી ચિત્રિત હતું. પરમાર એ સમય ચાવડા સૂર્ય અને ચંદ્રના વંશના ગણાતા
રાજાએ વિવિધ ક્ષુદ્રકલહેથી પરસ્પરનું હિત જોખમમાં નાંખી રહ્યા હતા. આંતરકલહને લઈ પરરા
ને નેતરી બંનેની મોતની નિશાને પોતાના હાથે વગાડી રહ્યા હતા. યવનેને પ્રચાર વિકૃત રીતે ફેલાતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર હિંદુની આર્ય સંસ્કૃતિનું મુસ્લીમ સાથે મિશ્રણ થતું હતું.
ક્ષત્રિની ક્ષત્રિયવટની બ્રહાણેના ધર્મમાનીપણાની અને વેની સંપત્તિની દેશકાજે અને ધર્મકાજે થતી કસોટીને તે કાલ અણમોલ હતે. કારણ એક બાજુ લાલચે વાસના અને મેટાઈ અને રાજ્યાશ્રય હતો જ્યારે બીજી બાજુ ધર્મ, નીતિ અને કુલવટકાજે દુ:ખ, જંગલમાં રખડવું, ધમાલ વિનાના બનવું વિગેરે હતું. પૃથ્વીરાજ ચૌહાણ અને રાયચંદ રાઠડના વૈમનસ્યથી પ્રવેશ પામેલા મેગલશાહિના પ્રતાપે કેટલાક રાજ મેગની હકુમત નીચે પોતાની ફાટફુટથી પ્રવેશી ચુક્યાં હતાં. કેટલાક કાયર રજપુતે પિતાની રજપુતાઈ વટલાવી ચુક્યા હતા. જ્યારે બાકી રહેલાઓને મેડા વહેલા પણ તેમના આક્રમણને ભય તેમના મનમાં ઘુમી રહ્યો હતો. છતાં રાણા પ્રતાપ અને ભામાશાહથી પ્રસિદ્ધ થનાર ઉદેપુર પ્રદેશ અને ઈડર પ્રદેશ અણનમ હતો. તેની ક્ષત્રિયવટ તેવીને તેવી હતી. અને કહેવાતું કે ઈડરીયા ગઢ જીત સહેલું નહોતું.
નાના ગામથી તે મોટા શહેર સુધીની તમામ પ્રજામાં જૈન મહાજન તે અગ્રગણ્ય ગણત, ગામને શેઠ તે જેના મહાજન, ગ્રામપંચાયતને ન્યાયાધીશ તો પણ જેન મહાજન દુઃખીયાને તારણહાર તે જૈન મહાજન, મહાજન રૂઠે તે રાજા પણ કરે, તેને મનાવવા વિનંતિ કરે અને તેની આણા તે સૌને શિરસાવદ્ય મનાતી. આ રીતની જેન મહાજનની હાક મોગલશાહીમાં ધીમે ધીમે ઓસરવા લાગી હતી, છતાં તેનું ઓજસ્ ઓછું થયું ન હતું. સૌને પોતાના ધન, માલ, મિલક્ત
અને ધર્મના મંદિરની વ્યવસ્થા જોખમમાં દેખાતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર એક તરફ લંકામતનો જિનેશ્વર ભગવંતની પ્રતિમા નિષેધને માટે ભારે પ્રચાર થઈ રહ્યો હતો. પ્રતિમા પ્રત્યે તિરસ્કાર અને અશ્રદ્ધાનું વાતાવરણ જામવા લાગ્યું હતું, અને સમાજનું સંગઠન શિથિલ થઈ રહ્યું હતું. એક તરફ કડવા મતનાં અનુયાયીઓ વધવા લાગ્યા હતા. ને તે મતની માન્યતા કે “સાચા સાધુઓનો અભાવ છે. શાસ્ત્રોક્ત દીક્ષા પલાય તેમ નથી માટે સાધુ વર્ગની જરૂર નથી પણ શ્રાવક વેષે સંચરી ભાવસાધુપણે વર્તવું ઈષ્ટ છે, અને આવી બીજી અનેક રીતે સાધુ સંસ્થાના વિનાશના બીજ વવાઈ રહ્યાં હતાં. વળી એક તરફ પુષ્ટીમાર્ગ નામના વૈષ્ણવસંપ્રદાયને ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂકર્યો હતો. શ્રી વલ્લભાચાર્યે રામેશ્વર સુધી યાત્રા કરી ગોકુલમાં કેટલાક સમય ગાળી, પુષ્કરજી થઈ સિદ્ધપુર પાટણ, વડનગર, વિસનગર, ડાકોર, ભરૂચ, સુરત વિગેરે ગુજરાતના મોટા શહેર તથા કાઠીયાવાડ અને સિંધમાં ફરી પુષ્ટી સંપ્રદાયને પ્રચાર કર્યો હતો આમ પરિસ્થિતિ વિષમ હતી.
જીનેશ્વર ભગવંતની પ્રતિમા નિષેધ, સાધુપૂજન નિષેધ, અને સાથેસાથે જૈન સમાજની ધર્મશિથિલતા અને સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રને સુમેળ ધીમે ધીમે ધસાત હતા. ગુરૂ આજ્ઞાનું પાલન શાસ્ત્રીય રીતે થતું નહતું, તપાદિને ધીમે ધીમે અભાવ હત; એકલવિહાર ખુબ વધી ગયા હતા, પર્વતિથિમાં પણ તપશ્ચર્યાનું ઠેકાણું નહોતું, વહન, સ્વાધ્યાય અને અભ્યાસ, તથા કિયા તરફ અરૂચિ વધતી જતી હતી અને જૈન જગત “એક મહાન તપસ્વી, પ્રભાવક ક્રિાધ્યાપક, વિદ્વાન, પ્રતિભાસંપન્ન, અને ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ચડામણિ, સિતારાની રાહ જોઈ રહ્યું હતું. જેના સમાજમાં જાગૃતિ, ધર્મને ઉદ્યોત, સાહિત્ય અને તત્વજ્ઞાનનું જ્ઞાન ઓછું થતું હતું, અને સાધુ સમાજમાં આ ઘસારે વધી રહ્યો હતો, સમાજનું ભાવિ અંધકારરૂપી કાળા વાદળાથી ઘેરાયેલું હતું.
પૂર્ણિમાની ચાંદની નિરભ્ર આકાશમાંથી શીતળ કિરણે
વરસાવી રહી હતી, શહેરના ઊંચા માતાની મમતા કિલ્લાના કાંગરા રૂપેરી ઝગઝગાટથી
શોભી રહ્યાં હતાં. તારાઓના વૃદ ચમકાર મારતાં પ્રકાશી રહ્યાં હતાં. આખા નગરપર શાંતિનું સામ્રાજ્ય હતું. સૂર્ય વિશ્રાંતિ માટે અસ્તાચળ પર વિચરી ચૂક્યો હતે. પશુ પંખીઓ પોત પોતાના સ્થાને જંપી ગયાં હતાં. પ્રકૃતિનું વાતાવરણ સુમધુર અને પ્રફુલ્લ જણાતું હતું. પ્રેમીજને ચાંદનીના અમૃત વર્ષાનું પાન કરી રહ્યાં હતાં વિરહીજને શીતલ ચાંદનીના અસહ્ય બાણથી ઘવાઈ પાસ બદલતાં બદલતાં વિયાગ દુખ સહી રહ્યાં હતાં. નગરના મહેલ અને પ્રાસાદે, મંદિર અને હવેલીઓ, રાજમાર્ગો અને કિલાના ભવ્ય મંદિરે ચંદ્રમાના ચાર પ્રકાશમાં સુવ
નગરી સમા દેદિપ્યમાન થઈ રહ્યાં હતાં. આવા ઈડર નગરમાં એક ધર્મપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવક શ્રેષ્ઠીના શયન મંદિરમાં એક પતિવ્રતા સુશીલા ગૃહિણી પથારીમાં પડયા પડયા નિશ્વાસ નાંખી રહી હતી, પતિદેવ કાર્યવશે દુકાનેથી આવ્યા ન હતા. સુશીલા ઘડી પરમાત્માને યાદ કરતી તે ઘડી નિરાશાના નિશ્વાસ નાખતી હતી. શીતળ ચાંદની તે રામાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર તો કાલરાત્રિ જેવી લાગતી હતી. “દેવિ આજે કેમ ઉદાસીન જણાય છે. શરીર બરાબર નથી?” પતિદેવે આવીને દેવીને ઉદાસીન જોઈને પૂછ્યું. “તમે જાણો છેને આપણે બધુંય છે, લક્ષ્મી છે. વ્યાપાર છે. ઈજજત આબરૂ છે. ખાવાને ભાતભાતના અન્ન અને પહેરવાને મનમાન્યા વસ્ત્ર પણ છે. છતાં પરમાત્મા એક કુલ, એક બાળક, કુળભૂષણ એક રત્ન, એક મારા જીવને આરામ, કંકુપગલી પાડનાર આનંદ વૃદ્ધિ કરનાર બાલ નથી આપતે, હા! શાં શાં કર્મબંધન કર્યો હશે.” એમ બોલતાં બોલતાં તે દેવીને મૂછ આવી ગઈ. થોડીવારે જરા શાંતિ વળી એટલે મેઘાજી શેઠે માણેક દેવીને કહ્યું. “દેવિ ! આમ ચિંતા કરવાથી શું? દેવગુરૂ ધર્મનું શુદ્ધ રીતે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આરાધન કરીએ જેથી જરૂર આપણને પુણ્ય ફળ ફળશે. ધીરજ ધર, ચિંતા ન કર, ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થા. સૌ સારૂ થશે.” માણેકદેવી આજે ઉલ્લાસમાં છે, હર્ષ માતો નથી,
પ્રાત:કાળમાં ઉઠીને પ્રાતઃક્રિયા જલદી જન્મ જલદી પૂરી કરી સ્નાન કરી પાસેના
ગૃહમંદિરમાં પૂજન કરવા જાય છે, આજે તે પ્રફૂલ્લ અને આનંદિત જણાય છે. સુંદર વસ્ત્રો ભૂષણે પહેરી, પૂજાને થાળ, પુષ્પહાર, ધૂપ, દીપ, નૈવેદ્ય વિગેરે લઈને પ્રભુપૂજન વિધિ પૂર્વક કર્યું. અને આજના દિવસને ધન્ય ધન્ય માનવા લાગી. ઘેર આવી પતિદેવને પ્રણામ કરી બેલી,
હે નાથ ! આજ મારૂં મન હર્ષથી ઉભરાઈ જાય છે, મારું હૃદય આનંદથી પ્રકુલિત બન્યું છે, આજે રાત્રે મને એક મનહર સ્વપ્ન આવ્યું, ને તેમાં “હું એક પુત્ર રત્નની માતા બની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
-
શ્રી આનંદવિમળસૂરિજીવનચરિત્ર અને તે પુત્ર રત્ન મને સ્વર્ગનો માર્ગ દર્શાવ્યો,” હે સ્વામિનાથ! અવશ્ય મારું સ્વમ ફળશે, અને હું ભાગ્યશાળી થઈ પુત્રના મુખને જોઈ હું સૌભાગ્યવતી થઈશ. મારા એ પુત્રરત્નથી મારી અને આપના કુટુંબની કીર્તિ અમર થશે, મારા હૃદયમાં પરમાત્માની પૂજા, તીર્થંકર ભગવાનની યાત્રા, સાધુમુનિરાજોને દાન અને તપશ્ચર્યા કરવાના ભાવે ઉત્પન્ન થાય છે. આથી આ પુત્ર કેઈ દૈવીરત્ન હોય તેમ લાગે છે વિશેષમાં ભાગ્યદશા પલટાય છે ત્યારે બધા ગ્રહ અનુકુલ થઈ જાય છે, શુભ અને મંગલમય પ્રસંગે જ આવે છે.
ધર્મપરાયણ પતિધર્મ ઉપાસક, સદ્ગુણ, સુશીલા માણેકદેવીએ વિક્રમ સંવત ૧૫૪૭ ના વર્ષે શુભ ગ્રહે, શુભ નક્ષત્રોને શુભ ચોથી સુચવતા એવા એ પુત્રરત્નને પૂર્ણમાસે જન્મ આપે. માનવે કઈ પણ શુભકિયા કરતાં સારે દિવસ અને સારું મુહૂર્ત જુવે છે છતાં જન્મ એ માનવના હાથની વસ્તુ નથી પણ સારા દિવસે જન્મેલ બાળક સારો નીવડે છે તે જગપ્રસિદ્ધ છે. જન્મ થયે એટલામાં અદ્દભુત ચમત્કાર થયે, માતાના પલંગ પાસે શુદ્ધ ઐતિને સાથીયે જોવામાં આવ્યું, કુટુંબીજને તે જોઈ ચક્તિ થયા, માતા-પિતા કુટુંબીજને બધા આ ચમત્કારથી હર્ષિત થયા અને પુત્ર રત્નના ભાવિ ભાગ્ય વિષેનો આ ચમત્કાર નગરજનના આનંદનો વિષય થઈ પડયો.
બાળક પુત્રનું ભવ્ય લલાટ, ચકોર આંખે, પ્રતિભાશાળી ચહેરે, ગારવણ અને લાંબા હાથ, સુકોમળ શરીર, નમણું નાક, પહેળી છાતી, અને કુમકુમથી જાણે રંગેલ ન
હોય તેવા નાજુક પગલાં વિગેરે જોઈ જોઈને માત-પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦.
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર અને કુટુંબી જન તો ઉલ્લાસિત થવા લાગ્યા, પોતાની જાતને પિતાના ઘરને, પોતાના કુટુંબને અને પિતાના ગોત્રને ભાગ્યશાળી માનવા લાગ્યાં, પારણમાં સૂતેલા હસતા. રમતા કલ્લોલ કરતા બાળકને જોઈ આંખો અને આંતરડી ઠારતાં હતાં.
શુભ મુહૂર્ત સમારોહક પૂર્વક કુંવરનું શુભ નામ વાઘજી કુંવર પાડયું, પિતા મેઘાજી શેઠ તથા માતા માણેકદેવી ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામતા બાળકનું લાલન પાલન ઉત્તમ રીતે કરતાં હતાં.
આજે માતા માણેકદેવી પુત્રને ઉત્સંગમાં લઈ રમાડે છે. બાળક વાઘજી કુંવરના તેજ અને પ્રભાવથી હાસ્ય અને આનંદથી માતા પુલકિત થઈ લાડ લડાવે છે, પુત્ર તે માતાના ખોળામાંથી વારંવાર ઉતરીને નાસી જવા પ્રયત્ન કરે છે. વારંવાર માતા ઉત્સંગમાં લે છે, અને વારંવાર કુંવર નીચે ઉતરી જાણે ચાલ્યો જતો હોય તેમ ઘરના બીજા ભાગમાં સંતાઈ જાય છે. ભેળી અને ભલી માતા આવા નાના બનાવથી શંતિ થાય છે. માતાને કે અજબ પ્રેમ! માતા તે પુત્ર માટે મોટી મોટી આશાની ઈમારતો બાંધે છે. પુત્ર મેટે થશે, શાળાએ ભણશે, કેઈ કુળવાન સુશીલ અને મિનરમ કન્યા સાથે તેને વિવાહ કરીશ. બંનેને સુખી જોઈશ વૃદ્ધાવસ્થામાં મારે લાડીલો પુત્ર અને પ્રેમાળ પુત્રવધૂ મારી સેવા કરશે મારે વાઘજી માટે વેપારી થશે. દેશ પરદેશ ખેડશે અને ધર્મ કાર્યથી મહાન કીર્તિશાળી થશે. મારી કુખને ઉજવળ કરશે અને અમારી જીંદગી પરમાત્માના ચરણમાં ગાળી અમે સુખી સુખી થઈ રહીશું, પણ અમારો આ પ્રિય કુમાર વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ખેાળામાંથી કેમ નાસી જાય છે તે સમજાતું નથી. મારી સાથે વાત કેમ કરતો નથી? અરે આ અમારા લાલને કઈ મારી પાસેથી છોડાવી તે નહિ જાયને! ના પણ હું કેમ જવા દઈશ, મારો કુમાર માટે જ છે, માતા કયાં જાણે છે કે એ ખોળામાંથી નાસી જતો અને બીજા ઘરમાં સંતાઈ જતો બાળક ખરેખર નાસી જવાને છે, જગતના બીજા જ ઘરમાં તે નાસી જઈ સ્થિર રહેવાને છે, જગતના બીજા જ ઘરમાં તેને વાસ છે, અને ધર્મને ઝંડો ફરકાવનાર મહાકલ્યાણકારી મહાત્મા થવાને છે, તેને તો દીક્ષા કુમારીને પરણવું છે, અને મેક્ષના વ્યાપાર કરવા છે.
દેશો દેશના અનુભવને જીવનમાં રેડતા રામાનુગ્રામ
વિહાર કરતા ભવ્યાત્માઓને પ્રતિબંધ સાથીયાનું રહસ્ય કરતા તપાગચ્છાધિપતિ સકલ ભટ્ટાર
કાચાર્ય શ્રીમદુ હેમવિમળસૂરીશ્વરજી મહારાજ ઇડર નગરમાં પધાર્યા. રાજાગમન કરતાં પણ ગુરૂ આગમનને વધુ મહત્વ આપતી સકલ જનતા હર્ષઘેલી બની. સકળ જનતા ગુરૂ આગમનને જીવન શોધક, પ્રગતિકારક અને રક્ષક માનતી. કારણ ગુરૂ આગમનથી તેમને અપૂર્વ જ્ઞાન અપૂર્વ જીવનમાં ઉત્સાહ અને પોતાની જીવન પ્રણાલિકામાં યોગ્ય ફેરફાર થતો. ગુરૂને ઉપદેશ સાંભલી તેને જીવનમાં ઉતારતી જનતા ઘર તરફ વિદાય લેવા લાગી. પરંતુ મેઘાજી શેઠ પોતાના હદયમાં રહેલ શંકાનો પૂછવાને અવસર આજે ઘણે અવસરે પ્રાપ્ત થયેલ હઈ સૌના ગયા પછી ગુરૂ પાસે વિનયથી બેસી વિજ્ઞપ્તિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સંસારના માનવીઓના સંસાર સંબંધથી ન્યારા રહી સંસારમાં ખુંચેલ અમારા જેવાને ઉદ્ધાર કરનાર ગુરૂદેવ મારે એક આપને પુછવાનું છે. દિવ્યજ્ઞાની ગુરૂ સિવાય બીજો કોણ ઉત્તર આપી શકે તેમ છે, તો આપ તેને ઉત્તર આપવા કૃપા કરશો ?
ગુરૂદેવ ! મારા પુત્રના જન્મ પ્રસંગે મેતીને સાથો જણાય તેનું શું રહશ્ય હશે !
ગુરૂએ ઉત્તર આપે, તમારે પ્રશ્ર સંસાર વૃદ્ધિના કારણ કે સંસારત્તજક નહિ હોવાથી મને જવાબ આપવામાં જરાએ પ્રતિકુલ નથી “વર્તિા ” એ પિતે કલ્યાણ સુચક છે, તેમાં પણ મેતીને સાથો એટલે શું પૂછવું ! આ પુત્ર સા કેઈને
સ્વસ્તિ કરનાર થશે, ઉજવળ મેતીને સ્વસ્તિક હેવાથી તે પિતૃકુળ ઉજાળશે, જ્ઞાતિ ઉજવાળશે, પિતાની જાતને અને અને ધમને પણ ઉજવાળશે. વસ્તિ ચાર પાંખનો હોવાથી તે ચતુર્ગતિક સંસારથો જરા પણ મુંઝાશે નહિ, મતી તે જગતને આનંદ દાયક છે માટે તે પુત્ર જગતને આનંદદાયક બનશે, મોતી તે ઉત્તમ ધન સમાન મનાય છે, માટે આ પુત્ર જગતના સુગ્ય માણસમાં કિંમતિ લેખાશે અર્થાત્ આ તમારે પુત્ર કે સામાન્ય જીવ નથી પણ કઈ દેવાંશી ધર્માત્માને જીવ છે, અને તે જૈન શાસનને એક ચમકતો સિતારે છે અને જગતમાં ઊદ્યોત કરનાર મહાત્મા છે, જે એમ ન હોય તે કઈ દીવસ આવી રીતે તારા ઘરમાં મોતીને સ્વસ્તિક થાય નહિં, તેમજ તે પુત્રને કઈ દેવમિત્ર તેની સાનિધ્યતાવાળો છે એટલે તે દેવ તેની રક્ષા પ્રગતિ અને તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર હિતની હર હંમેશ ચિંતા કરશે, તમે તમારા પૂર્યોદયે આ ઊત્તમ પુત્રરત્નને પ્રાપ્ત કરી શક્યા છે, માટે ધન્ય છે તેની સુશીલ માતાને ને ધન્ય છે તમને, આ મહાપુરૂષનું જતન કરજે, ધર્મ પ્રેમથી તેના સંસ્કારમાં વૃદ્ધિ કરજે, જેને સમાજના ઊદ્યોત માટે તેના ઉચ્ચ જીવાત્માની રૂડી રીતે રક્ષા કરજે.
ગુરૂદેવના આ વચનથી કુંટુંબીજનેને આનંદ થયો આવા પુત્રરત્નથી માતા-પિતા ધન્ય માનવા લાગ્યા, કુટુંબી જનેને પણ અત્યંત આનંદ થયે, બાળક વાઘજીવરની પ્રત્યેક હિલચાલ અનેખી જણાવા લાગી, દેવદર્શન પ્રત્યે પ્રેમ, ગુરૂવંદન. પ્રત્યે મમતા ને જે મળે તેનાથી સંતોષ, રડવાનું નામ નહિ, હંમેશાં હસતેજ માલુમ પડે, પડેશના બાળક સાથે પણ ઊચ્ચ આસને બેશી ઊપદેશ આપતા હોય તેમ નિર્દોષ રમત રમે.
કેટલાક વખત બાદ ગુરૂદેવ વિહાર કરવાના હતા, ત્યારે લેકે ગુરૂદેવને વળાવા ગયા આપણા મેઘાછશેઠ પણ વાઘજીવરને સાથે લઈને ગયા. ગુરૂમહારાજે અંતિમ દેશના આપી. મેઘાજી શેઠે ગુરૂદેવને વંદન કર્યું, અને સાથે બાળકુંવરે પણ ગુરૂદેવ પાસે હર્ષથી દોડી જઈ ચરણમાં પોતાનું મસ્તક મુકી દીધું. ગુરૂ તે ચક્તિ થઈ ગયા. પિતાને ભારે આશ્ચર્ય થયું, લોકે વિસ્મિત થઈ ગયા, ગુરુદેવે માથે હાથ મુક્યો અને આશીર્વાદ આપ્યા,
-
“હે વત્સ! તું જૈનશાસનને ઉઘાત કરજે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
દીક્ષા
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સમયના વહેણ સાથે દિવસે અને રાત્રિઓ પસાર
થવા લાગી પ્રભાતનો સમય થયો ધીરે ધીરે સૂર્યદેવ પૃથ્વી પર પ્રગટ
થયા, ભૂમિ માનવીઓના કેલાહલથી ગુંજવા લાગી, સૂર્યદેવ માનવેલકમાં રક્ત વર્ણના સોનેરી કિરણે ફેંકી રહ્યાં હતાં. આકાશમાં સપ્તરંગી ધનુષ્ય રેખાઓ તણાઈ રહી હતી. વનવગડામાં રખડી જીવન ગાળનાર, ધેનુને ચરાવવાવાળા સાદા ભલા ગોવાળીઆ સત્ય નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કરતા ગાના સમૂહને લઈ વનમાં જતા હતા, આજે ઈડરનગરના દરવાજેથી માનવીઓનાં ટેલેટેલાં પસાર થઈ રહ્યાં હતાં, આખું નગર ધ્વજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. આવા ભિન્ન ભિન્ન પ્રકારના ગગનભેદી વાતાવરણથી કે લાહલ થઈ રહ્યો હતો. ને સૌ નાગરિકો પરમતારક ગુરૂદેવના દર્શને હર્ષભેર જઈ રહ્યાં હતાં, ગુરૂદેવ બીજા કેઈ નહિ. પણ આપણા ચરિત્રનાયક વાઘજી કુંવરના ગુરૂદેવ હતા. રાજશાહી ભવ્ય સ્વાગત સાથે ગચ્છાધિપતિ શ્રીમદ્ હેમવિમસૂરીશ્વરજી મહારાજે નગર પ્રવેશ કરી ઉપાશ્રયે પધારતાં દેશનાને પ્રારંભ કરતાં કહ્યું કે “માનવી માત્રની પ્રવૃત્તિ સુખની ઇચ્છાને દુ:ખના ત્યાગ રૂપે હોય છે, પણ સુખ અને દુઃખ તેની વ્યાખ્યા હંમેશાં જુદી જુદી માણસે પિતાને આશ્રયી ગણે છે. નિર્ધનને ધન, અપુત્રીયાને પુત્ર, રેગીને નિરંગી અવસ્થા, નિબુદ્ધિને બુદ્ધિ પરાધીનને સ્વતંત્રતા આ સે સુખ તરીકે મનાય છે, પણ એક માણસ જેને સુખ માને છે, તેને બીજે દુઃખ માને છે, જેને એક દુખ રૂપ માને તેને બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સુખરૂપ માને છે, અપુત્રીયાને પુત્ર એ મહા સુખ મનાય છે, પણ તે જ પત્ર બહુ પુત્રીયાને જેને કમાવાની તાકાત નથી તેને કષ્ટ સ્વરૂપ હોય છે, આથી સુખ અને દુઃખનાં કેન્દ્ર સે સૌને આશ્રયી જુદાં હોય છે, પણ સુખનું ટુંક સ્વરૂપ સ્વાધીન તે સુખ અને પરાધીન તે દુઃખ છે, આ સ્વાધીનતામાં પણ સૌથી પ્રગતિશીલ અવસ્થા તે જ ખરું સુખ જમા મુકેલ માણસ ગમે ત્યારે પૈસા લેવા જાય તો તેને તે મળી શકે છે, અને તે પૈસાથી અનાજ વિગેરે ખરીદી રસોઈ કરી પિતાની સુધા વિગેરે શાંત કરી શકે છે, આ રીતે તે સ્વતંત્ર હોવા છતાં રાઈ વિગેરેની પરાધીનતા, રાત્રે જરૂર પડે તે પરાધીનતા, શરાફ ભાગે તે પરાધીનતા. આ રીતે જેને માણસ સ્વાધીનતા માનતે હોય તે પણ પરાધીન છે, માણસ માતા પિતા સ્ત્રી પુત્ર વિગેરે કુટુંબી જનોને તે પિતાના માને છે, પણ દુઃખ આવે કે માંદગી આવે તો તેને તે પણ પર સ્વરૂપ બને છે, વધુ શું જે શરીરને સાફસુફ કરી તૈયાર રાખવામાં આવે તે શરીર પણ આત્માની અપેક્ષાએ પરસ્વરૂપ બને છે. આથી સુખ સ્વાત્મરમણમાં હોય છે, અને આ સુખ માણસ ત્યારે જ મેળવી શકે છે કે જ્યારે પરસ્વરૂપ ધન, કુટુંબ સ્નેહિ મા બાપ અને શરીર સર્વના ત્યાગ પ્રધાન જીવન જીવવાની તમન્ના હોય અને આ રીતે સુખદુઃખની વ્યાખ્યા મજસવામાં આવે તે માણસની દુનીયાના સુખની પ્રવૃત્તિ પાછળ થતી ઘેલછા આપ આપ અટકી જાય, આ ઘેલછાનો ત્યાગ થતાં માણસ પરિપકવ વિચાર કરી આત્મરમણુતામાં તૈયાર થાય તેને માટે આદર્શપુરૂષને આશ્રય લઈ જીવન સમર્પે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર દીક્ષા, અને જેને પામ્યા પછી આત્મરમણ સિવાય પછી કોઈ ઘટના પ્રત્યે તેનું સહજ પણ લક્ષ ન હોય, અને તે પ્રાસંગિક પણ જે જે પ્રવૃત્તિ કરે તે પણ પરંપરાએ આત્મરમણતાની અભિમુખ હેવી જોઈએ.
આ પ્રમાણે ગુરૂવચન સાંભલી વાઘજકુંવરને સંસાર અસાર લાગે. અને જેને દુનીયા સુખ માને છે તે ખરેખર પરિણમે ભયંકર દુઃખ સ્વરૂપ છે તે સમજાવા લાગ્યું. અને સંસારના સુખની પ્રદ્ધતિ તૃષા સમાવવા માટે મૃગયા જળ પ્રત્યે દોડધામ સમાન લાગી, અને પોતાની જીવન નૌકા બરાબે ચઢયા પછી વાળવી તેના કરતા પ્રથમજ શભ માર્ગે વળે તે કેવું સારું તે વિચારી પરમપકારી માતા પિતાને પરમપાવન દીક્ષાનો અંગીકાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યું, હંમેશાં પુત્રવત્સલમાતાપિતાનું હૃદય બાળકના પ્રત્યે ખુબજ મમતાવાળું હોય તે તે નિ:શંક છે, તેમને પુત્રની દીક્ષા લેવાની ભાવના તે ગમી પણ તેની પાછળ રહેલ ભયંકર યાતના અને ઉપસર્ગોના શિખરોની પ્રચંડતાને વિચાર કરતાં કમકમી ઉપજી. સહેજે દુઃખી થઈ પુત્રને કહ્યું, “પુત્ર! જે વસ્તુને તું માને છે તે વસ્તુ સર્વોત્તમ છે તે નિ:શંક છે, પણ મહાવિકટ છે. આદરવું સહેલ છે પણ ચારિત્ર પાળવું ઘણું કઠણ છે, તારે વિચાર ઉત્તમ છે છતાં તારી કમળતા, અજ્ઞાનતા, અમને તારા આટલા પરાક્રમ માટે ખાત્રી નથી પુરી શકતું, છતાં બંને દંપતી પ્રિયપુત્રના મુખમાંથી નીકળતા શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યા, ને કહેવા લાગ્યા કે, મારા વહાલા પુત્ર આ શું! તું મારા વાત્સલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર પણને ઘડીભરમાં છોડીને ચાલતે થઈશ? શું તું આટલા માટે જ સર્જાયેલ હતો? દેવ! એના કરતાં મને પુત્ર ન આપ્યા હેત તો સારું. શું મારી આશાની ઈમારતો ધૂળ ભેગી થઈ જશે? આ રીતે આજે બંને દંપતીઓના મુખ મંડળ પર ચિતારૂપી રાહુ ઘેરાયેલું હતું. તેઓના અંતરમાં અવનવા વિચારે ઉદ્દભવતા અને પલભરમાં પાણીના પરપોટાની જેમ સમાઈ જતા હતા, શોકાતુર થયેલા માતાપિતાને ફરીથી નમસ્કાર કરીને વાઘજીકુંવર બેલ્યા કે-હે માતુશ્રી તથા પિતાશ્રી આપ વિનાવિલંબે સહર્ષ મને આજ્ઞા આપે કારણકે મારે એક દિવસ તે એક વર્ષ જે જાય છે. અને જ્ઞાની મહારાજેનું પણ એજ કથન છે કે કાલ કરવું હોય તે હમણાં જ કરવું ક્ષણભંગુર જીવનને શે ભસે? માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપે. આવા શબ્દ જે પાંચ વર્ષના બાળપુત્રના મુખમાંથી નીકળે તે શું સૂચવે છે! પૂર્વભવમાં તેણે જ્ઞાન અને ચારિત્રધર્મની અનહદ ઉપાસના કરી હશે ને તે ઉપાસનામાં કાંઈ ન્યૂનતા રહી હશે તે આ ભવમાં પૂરી કરવા માટે જાણે આ જન્મ ધારણ ન કર્યો હોય તેમ પુત્રના આવા શબ્દોમાં ભારે ગંભીરતા હતી, હૃદયભેદક વચનથી માતાપિતાના હૃદય ભરાઈ ગયાં અને નયનેમાંથી ચોધાર અશ્રુઓ વહેવા લાગ્યાં. આજે એમને આનંદ ઉદાસીનતામાં ફેરવાઈ ગયો. વાત્સલ્ય ઘેલાં માતાપિતા પુત્રને એકદમ આજ્ઞા ન જ આપી શકે છતાં પણ તેઓના અંતરમાં ચારિત્ર પ્રત્યેની સદભાવના હતી, ને તેઓ એની ઉપાદેયતા પણ સારી રીતે સમજતાં હતાં. આથી હર્ષના ઉમલકાથી પુત્રને ખેાળામાં બેસાડીને કહ્યું કે “હે પ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર પુત્ર! સુખેથી ત્યાગના પૂનીત પંથે સંચર અને સ્વપરનું કલ્યાણ કરી જગતને મહાન વિજેતા થા અમારા અંતરના આશિષ છે પણ મેહ અમને તારી પ્રત્યે ખુબ ખેંચે છે, આખરે આ રીતે પૂજ્ય માતાપિતાએ ભવ્ય મહોત્સવ પૂર્વક વાઘજકુંવરને આચાર્યદેવ શ્રીમદુ હેમવિમળરીશ્વરજી મહારાજની પાસે વિક્રમ સંવત ૧૫૫રમાં દીક્ષા અપાવીને સૂરીજીના શિષ્ય બનાવ્યા અને આચાર્યશ્રીએ તેનું અમૃત મેરૂમુનિ નામ રાખ્યું, હવે ભૂતકાળના વાઘજીકુંવર આજે અમૃતમેરૂ મુનિ તરીકે ઓળખાવા લાગ્યા.
ભગવાન મહાવીરને પ્રતિપાદિત ધર્મ, સર્વધર્મ અને દેશધર્મ એ બે પ્રકારે છે, તેમાં સર્વધર્મ મૂખ્ય માર્ગ
અને દેશ ધર્મ એ મુખ્યની અશક્તિએ ઉપાધ્યાયપદ આદરવા ગ્ય છે. સર્વધર્મના આરાધ
કેમાં મુનિવર્ગ ઉપાધ્યાય અને આચાર્ય મહારાજ છે, સ્વ અને પર ભાવના ત્યાગ સ્વરૂપ મુનિ અવસ્થામાં જીવન દઢ બન્યા પછી, ભગવાન પ્રરૂપિત જ્ઞાન દઢ બને છે, અને તે જ્ઞાન સ્વજીવનમાં દઢ બને એટલું જ નહિ પણ મહાન બુદ્ધિમાન અને અર્ધદગ્ધ માણસને અપવાદ અને ઉત્સર્ગને નહિ સમજવાથી જીવનમાં થતા વ્યાહને દલીલ પૂર્વક દુર કરવાની શક્તિ તેમજ શબ્દના અર્થો તેના રહસ્ય ફલિતાર્થ અને ગુરૂગમથી થતી ગંભીર જ્ઞાનવસ્થા પ્રગટ થાય છે. તેવા મહાપુરૂને ઊપાધ્યાયપદ મલે છે. આ અવસ્થા શાસનના સ્તંભ સટશ છે, અર્થાત શાસનપ્રાસાદ અરિહંતના અભાવે આચાર્ય મહારાજ સંભાળે છે અને આચાર્યના સદુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ભાવમાં પણ અંતરંગ વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉપાધ્યાયને શિર હોય છે, આવી મહાન જવાબદાર અવસ્થા થોડાજ વખતમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, છંદ, અલંકાર અને સ્વપરધર્મશાસ્ત્રોમાં કુશલ બનેલ મુનિઅમૃતમેરૂને પૂ. હેમવિમળસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત્ ૧૫૬૮માં લાલપુરનગરમાં આપી. ત્યારપછી તે ઉપાધ્યાય અમૃતમેરૂ તરીકે જાહેર થયા. આ પદવી અંગેને મહાન ઉલ્લાસથી મહત્સવ સંઘવી ધીરજી શેઠે કર્યો હતો. આ પદ પામ્યા પછી ઉપાધ્યાય અમૃતમેરૂ મુનિમંડળથી વીંટાઈ સાધુ વર્ગને જેન સિદ્ધાંતના રહસ્ય તેની પાછળ રહેલા તેના ગૂઢ મર્મો તેમજ જેનધર્મ ઉપર પાપીઓના થતા આક્ષેપે અને જેને સિદ્ધાંતની અગાધતા સમજાવી વિરતિ પરિણામમાં વધુને વધુ દઢાવસ્થામાં આગળ વધારતા હતા.
માનવ માત્ર મહત્વાકાંક્ષી હોય છે અને તે વ્યાજબી પણ છે, પરંતુ મહાત્વાકાંક્ષાની દીશા બરાબર નકકી કરવી
તેજ ખરૂં કર્તવ્ય છે, ધન ઉપાર્જન આચાર્યપદ કરનાર ધનાઢયો, સંગીત ગાનારા ગવૈયા
ઈમારત ચણનારા શિલ્પીઓ, અને રાજ્ય કરનાર રાજવીઓ આ સિ મહત્વાકાંક્ષી હોય છે, અને તે પોત પોતાના કાર્યમાં સે આગળ વધે છે, પરંતુ તેનું પરિણામ અને ફળ સત્તા મદ-અભિમાન વિષયલાલસાની પૂર્તિ અને વાહ વાહ સિવાય ભાગ્યેજ હોય છે. જેણે સત્તામદ, વિષયલાલસા અને કીર્તિને ત્યાગ કર્યો છે જેણે સ્વદેહની દરકાર કે દેહની સાથે સંબંધ ધરાવનાર કુંટુબ સ્વજન માતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર પિતા કે મિલ્કતને પણ પર અને સ્વહિતને પ્રતિબંધ માની ત્યાગ કર્યો છે તેને જીવનમાં પણ મહત્વાકાંક્ષા હોય છે, પણ તે મહત્વાકાંક્ષાનું ફળ જુદુ, સ્વરૂપ જુદું અને તેનું મૂળ પણ જુદું હોય છે.
સાધુ જીવનમાં મહત્વાકાંક્ષા, જીવનશુદ્ધિ, ગુણગ્રાહિતા પ્રાણીમાત્રની મૈત્રી અને શુદ્ધભાવના સ્વરૂપ હેાય છે, સ્વજીવન શુદ્ધિના સિનિક મુનિને પરની ચિંતા કરવાની કે પરમાટે સમય વિતાવવાની દરકાર નથી હોતી, તેને તે સ્વજીવન શુદ્ધિના અખ્ખલિત પ્રવાહમાં આગળ વધવાની અને તે શુદ્ધિમાં દઢ. હસ્તગત થવાનીજ તમન્ના હોય છે, આ તમન્નાની સચોટતા પરિપકવજ્ઞાનથી, વિકટ ઉપસર્ગોથી, મહાન લાલચોથી પણ અપ્રતિબદ્ધ જીવનથી પૂરવાર થાય છે.
દુનીયામાં મહત્વાકાંક્ષાના ફળ રૂપે સેનાપતિ, દીવાન કે કેશાધ્યક્ષ વિગેરે પદવીની તે તે વ્યક્તિની ઈચછા હોય છે, જ્યારે મુનિજીવનમાં મહત્વાકાંક્ષાના ફળરૂપે પદપ્રદાન એ વધુ જવાબદારવાળી અને આવી પડેલ ગુરૂની આજ્ઞાસમ મનાય છે. પદની ભાવના તે જૈન શાસનમાં પદ માટે અગ્ય સૂચવે છે, મહાપુરૂષોના પદવી પ્રદાન તેમની અનીચ્છામાં ગુરૂની કે સંઘની આજ્ઞાને આધીન થઈને શાસનહિતદષ્ટિ ધ્યાનમાં રાખી તેઓને લેવાં પડે છે, અને તેઓ સમજે છે કે આ પદ જે મહાનપુરૂ ધારણ કરતા અને જેઓના આ મહાપદ ઊપર આખા શાસનની મુદાર હતી તે મારા જેવા સામાન્ય માણસ ઉપર આવી પડે છે તે હું શી રીતે પાર પાડીશ અથવા મને ગુરૂ મહારાજ તથા સંઘ અને શાસનદેવ તે વહન કરવાની શકિત આપે ઇત્યાદિ ભાવનાથી પિતાનું જીવન ઉદાત્ત બનાવનારા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૧
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
જનશાસનમાં ભગવાન મહાવીરના સમગ્ર શાસનની તેના ચતુર્વિધ સંઘની રક્ષા અને તેના પરિવદ્ધનની આખી જવાબદારી આચાર્ય મહારાજ ઉપર હોય છે, રાજાને દેશની જવાબદારી હોવા છતાં તેની પાસે પ્રધાને, શિક્ષા કરવાનાં સાધન, જેલ, સૈનિકે, હથીયારે વિગેરે રાક્ષસી દમનના સાધન હોય છે. જ્યારે શાસનના રાજા આચાર્ય પાસે ક્ષમા, ગંભીરતા, જીવનની શુદ્ધતા, સિમ્યતા, દયા, વિશ્વપ્રેમ, નિરાભિમાનતા વડે અનાદિ કાળથી વિષય અને કષાયની ભાવનાથી ટેવાયેલ જનતાને શુદ્ધ માર્ગે વાળવાની તેમાં સ્થિર રાખવાની અને તેને પુનિતપંથે ટકાવવાની જવાબદારી હોય છે.
આવી આચાર્યપદવી માટે યોગ્ય તે કાલે ઉપાધ્યાય અમૃતમેરૂજી સિવાય કઈ પૂ. હેમવિમળસૂરીશ્વરજી મહારાજને લાગ્યું નહિ. આથી પુણ્ય કામથી પુનિત બનેલા ખંભાતમાં બીરાજતા પોતાના ગુરૂ મહારાજના દર્શનાર્થે પધારતાં ઉપાધ્યાયજી અમૃતમેરૂજીના આગમનથી માનવ સાગર તેમના દર્શનાર્થે ઉલટો, તેમની દેશના મુખમુદ્રા ને કાર્યદક્ષતાને દેખી જેનજનતા ખુબજ હર્ષ પામી અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હેમવિમળસૂરીશ્વરજી મહારાજને શ્રી સંઘે વિનંતિ કરી કે હે પ્રભો ! શાસનધૂરાને વહન કરવા માટે આપ સદશ આ મહા પ્રભાવક ઉપાધ્યાયજી અમને લાગે છે માટે આપ એમને આચાર્ય પદવી આપી એમને શાસનધુરા સેપે, તેમાં એકાંતે શાસનનું હિત સમાયેલ છે, ગુરૂમહારાજે પોતાની ઈચ્છાને અનુરૂપ જ સંઘની ઈચ્છા જોઈ વિ. સં. ૧૫૭૦માં પોતાના વરદ હસ્તે સૂરિમંત્રયુક્ત આચાર્ય પદથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર વિભૂષિત કર્યા અને તેઓશ્રીનું નામ શ્રીમદ્ આનંદવિમળ સૂરીશ્વરજી પાડયું, આ પદ પ્રદાનને મહાન ઉત્સવ ધર્મ, નક અત્યંત શ્રદ્ધાળુ શ્રેષ્ઠીવર્ય જીવરાજ સનીએ કર્યો હતે અને તે ઉત્સાહની સુવાસ ઘણી વખત સુધી દરેક જનતાને હદયમાં ચિરસ્થાયી રહી હતી. આ સકલ શાસ્ત્રવિશારદ તપાગચ્છાધિપતિ શ્રીમદ આનંદવિમસૂરીશ્વરજી મહારાજ તપગચ્છની પદમી પાટે બીરાજ્યો અને આચાર્ય પદની જવાબદારીને ધારણ કરતા ક્રમે ક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા.
આપણે પહેલાં જોઈ ગયા તેમ એ સમય જેન સમા જને માટે ઘણો વિષમ હતો, એક તરફ લંકા મતને જીને
શ્વર ભગવંતની પ્રતિમાનિષેધને પ્રચાર. સાધુ સંસ્થામાં એક તરફ કડવા મતને સાધુસંસ્થાના શિથિલાચાર નાશને પ્રચાર, વળી પુષ્ટી સંપ્રદાયને
| ગુજરાતમાં પ્રચાર. આ બધું હોવા છતાં ખાસ વાત એ હતી કે જેન સાધુઓમાં પણ શિથિલાચાર પેસી ગયો હતો, ચરમ તીર્થકર ભગવાન મહાવીરના તપ, ત્યાગ, અને કડક સંયમનો પાઠ શાસનના સ્તંભે ગણાતા ભૂલી રહ્યા હતા, જ્યાં જુઓ ત્યાં ગુરૂ આજ્ઞાનો અનાદર જોવામાં આવતો હતો, શિષ્ય પિતાના ગુરૂની આમન્યા માનવા તૈયાર ન હતો, એજ પ્રમાણે એકલવિહાર વધી પડયું હતું, દીક્ષાને પણ કશો પ્રતિબંધ ન હતો, અજ્ઞાન, અભણ અને સંસ્કારી માણસેને દીક્ષા આપવામાં આવતી હતી અને તેથી દીક્ષાની મહત્તા
કે સાધુવ્રતની ઉચ્ચતા બને રહ્યાં નહોતાં, તપશ્ચર્યાની ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિજીવનચરિત્ર લેપ થતી હતી, મોટી તિથિઓ અને પર્વતિથિઓમાં પણ તપશ્ચર્યાનું નામ ઓછું થઈ રહ્યું હતું, અભ્યાસ, પઠન પાઠન, શાસ્ત્રજ્ઞાન કે ધર્મધ્યાનની વાત વીસારે પડી હતી, શાસ્ત્રવાર્તાને ધામ, અભ્યાસના કેન્દ્ર અને સાહિત્ય લેખનના સ્થાને માત્ર આળસુ લેકેને અખાડા બની રહ્યા હતા, પરિગ્રહ વધી પડયે હતો, વિહારમાં પોતાના ઉપકરણે નેકરો દ્વારા ઉપડાવવામાં આવતાં હતાં, આ અને આવા અનેક જાતના શાસ્ત્રના પ્રતિબંધોમાં ભારે શિથિલતા આવી ગઈ હતી. જેનશાસનની ઉન્નતિના સાચા સ્તંભ સમાન મહાન શાસ્ત્રવેત્તા ગુરૂવર્ય શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજા આ વિષમ પરિસ્થિતિથી ત્રાસી ઊઠયા. અને જેના સાચી સાધુ સંસ્થાને નાશ તેઓશ્રીને સમીપ દેખાયે, જે સંયમ, તપશ્ચર્યા, અભ્યાસ અને શાસનસેવાની ધગશથી ક્રિોદ્ધારનું કામ હાથ લેવામાં આવે તેજ જૈનશાસન અને સાધુસંસ્થામાં શુદ્ધિ આવે અને તેજ ભગવંત મહાવીર સ્વામીના તપ અને ત્યાગને વફાદાર રહી શકાય. મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજને જૈન સમાજની આ પરિસ્થિતિ રાત દિવસ મુંઝવતી હતી, શું જેને શાસનની આ દશા! ધર્મના નામે આ શાં ધતીંગ ! આ દંભ અને પાખંડ કેમ ચલાવી લેવાય ! વિગેરે તેમને ખુબ વિમાસણમાં નાંખવા લાગ્યાં.
કયાં રાજાઓને પ્રતિબંધ કરનાર કવિકુલગુરૂ સિદ્ધસેન દિવાકરસૂરિ ? કયાં સર્વદર્શનેના રહસ્યને ગુથનાર મહા પ્રભાવક શ્રી હરિભદ્રસૂરિ? કયાં જૈનધર્મને વિજય વાવટો ફરકાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર વનાર શ્રી મલિષેણસૂરિ? ક્યાં જેને ન્યાયશાસ્ત્રને જગતભરમાં પ્રૌઢ બનાવનાર શ્રી વાદિદેવસૂરિ? ક્યાં જગપુજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને ક્યાં જીવનભર અચામ્લતપ કરનાર ઉગ્ર ક્રિયાશીલ જગચંદ્રસૂરિ જેવા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરમારાધકે? અને કયાં આજે જ્ઞાન તરફ નિરપેક્ષ સેવનાર દર્શનની પ્રભાવનાથી વંચિત અને ચારિત્રની અણુમોલતાની શ્રદ્ધાને કમી કરનાર આજને તેજ પરંપરાને શાસન રક્ષકપણાની જવાબદારીવાળ વર્ગ ? પિતાની સેપેલ પુંજીને એશઆરામ કરી ઊડાડી મુકનાર, ને કુલને જોખમ લગાડનાર શું સુપુત્ર મનાય ? રક્ષકપણું માટે નિમાયેલ રાજા પતેજ લેકને ત્રાસ આપી રંજાડે તે શું તે સુરાજા ગણાય? જૈનશાસનના રક્ષક તરીકેની જવાબદારી વહન કરનાર વગેજ્ઞાનમાં પ્રમાદ અને ચારિત્ર તરફ બેદરકાર રહી સડતા ભાગની ઉપેક્ષા કરવી તે શું યોગ્ય છે?
બસ નહિજ ગમે તે થાય જેને માટે ઘર છોડ્યાં, કુટુંબ છેડ્યાં, સંસાર છો, દેહના મમત્વ છેડ્યાં ને તે વસ્તુ સિદ્ધ ન થાય તે ભણ્યા શા કામના ? અને જીવન જીવ્યા શા કામના? પરમ પ્રભાવક કિદ્ધારક શ્રી જગચંદ્રસૂરિજીએ કરેલ ક્રિોદ્ધાર મુજબ મારે ક્રિાદ્ધાર કરવો જોઈએ, મારે ક્રિોદ્ધારમાં રસ લેનાર વર્ગ ઉભું કરે જોઈએ, જ્ઞાન આરાધનામાં યદ્વાધા ખલના પૂર્વક ભણતી પઠન પાઠન પદ્ધતિ, જ્ઞાનને માન મેહ અને ભેળા લોકને ચમત્કાર ઉત્પન્ન કરવા માટે થતો ઉપગ, દર્શનમાં કુદર્શનીઓને સંપર્ક, તેઓના તની મિશ્રણતા અને ચારિત્રમાં ભગવાનના વેષના નામે લેકે ઊપર આદરભાવ ઉત્પન્ન કરાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
થ
શ્રી આનંદવિમળમુરિ જીવનચરિત્ર તેમને સમાગે નહિ જોડવાની રીતિ, તપને અભાવ, કિયામાં શિથિલતા, આ સર્વનો ત્યાગ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરમારાધતાનું જીવન જીવવું, જીવન જીવડાવવું અને તેના જીવન જીવાડવાને પ્રચાર આનું નામ ક્રિોદ્ધાર, આ ક્રિયદ્વાર એક હાથે ન બની શકે માટે મારે તે જીવન જીવી તેમાં રસ ઉત્પન્ન કરનાર વર્ગને ઉભે કરી આખી પલટાએલ સ્થિતિ પલટવી એજ મારૂં મુખ્ય જીવન ધ્યેય રહેવું જોઈએ, અને જે આ પ્રમાણે વ્યવસ્થા થશે તો સંઘમાં થનાર નવદીક્ષિતે પણ નવા પ્રવાહને જીવી જૈન શાસન પ્રભાવના કેઈ અપૂર્વ કરી પૂર્વ મુજબ શાસનધુરાને વહન કરી અવિચ્છિન્ન જગત્ ઊપર પ્રભાવ પાડશે.
બસ ગમે તે થાય રાધા રા રેઢું પાતયામિ ની પ્રતિજ્ઞા લીધી અને પોતાના ગુરૂદેવ શ્રીમદ્દ હેમવિમલસૂરીશ્વરજીને પિતાની ભાવના જણાવી, ગુરૂદેવને તો ખુબ આનંદ થયો! ગુરૂદેવની આજ્ઞા લઈને કુવાદિમતે છેદક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મુનિવૃંદમાં ઉફ્લેષણ જાહેર કરી, ત્યારે ૫૦૦ પાંચશે મુનિ મહારાજેએ તેમને સાથ આપવા વચન આપ્યું અને પ૦૦ સે સાધુઓને લઈને વિક્રમ સંવત ૧૫૮૨ ના વર્ષમાં ચાણસ્મા પાસે આવેલા વડાવલી ગામમાં ક્રિોદ્ધાર કર્યો.
આ પહેલાં તપગચ્છની શરૂઆત કરનાર મહાન ઉગ્ર તપસ્વી ધુરંધર મહાત્મા આચાર્ય દેવેશ શ્રીમદ્ જગચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૨૦૦ ની લગભગમાં ક્રિોદ્ધાર કર્યો હતે.
૧ આજે પણ ચાણસ્મા સ્ટેશનથી વડાવલી પાંચ ગાઉ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર દરેક ધર્મમાં ધર્મની આપત્તિ વખતે તેના રક્ષક તરીકે કઈને કોઈ માનવામાં આવે છે, ગીતા વિગેરેમાં ચા થા ઘર...........એ પદથી કૃષ્ણને પુનરવતાર લે પડે છે તેમ માન્યું છે, બૌદ્ધ ધર્મમાં તીર્થનાના: .............એ પદથી બૌદ્ધ પણ સ્વધર્મ રક્ષા માટે ફરી અવતરે છે. જ્યારે જૈન ધર્મ તેથી પર છે, જેન ધર્મમાં તેમના નાયકોને મોક્ષે ગયા પછી કે પ્રથમ જ્ઞાનીદશામાં રાગ કે દ્વેષ ન હોવાથી મમત્વ કે દુ:ખના બીજ રૂપ પુનર્ભવની જરૂર રહેતી નથી, છતાં જેનધર્મમાં પણ શાસનરક્ષક દેવ દેવીઓ હોય કે જેઓ ધર્મતત્વના પ્રેમથી મહાન તપસ્વી કે ગુણીઓના ગુણાકર્ષણથી શાસનની કે તપસ્વીઓની રક્ષા અને ઉદ્યોત કરે છે.
આ રીતે જગતમાં ઉત્પન્ન થનાર મહાતપસ્વીઓ. તત્ત્વવેત્તાઓ અને દીર્ધદષ્ટિપુરુષો દ્વારા શાસનની રક્ષા થાય છે. પરંતુ તેની રક્ષા માટે તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ પરમાત્માને નિલેપ હોવાથી ફરી આવવું પડતું નથી. એ જ પ્રમાણે શાસનની રક્ષા કરનાર દેવેમાંના મણિભદ્રવીર તેમાંના એક દેવ છે, તે મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી ઉપરના એકાન્ત રાગને લઈ સૂરિજીને માન્ય શાસનકાર્ય માટે હંમેશાં રક્ત રહેનાર છે, આ દેવની શાસનભક્તિને લઈને જુની પ્રણાલિકાના વિદ્યમાન જુનાં અને નવાં તમામ ક્ષેત્રોમાં માણિભદ્રવીર ન હોય તેમ નથી, શું ગામ અને શું શહેર દરેક ઠેકાણે તપગચ્છના ઉપાશ્રય કે દહેરાસર વિગેરે સર્વ ઠેકાણે તેમની સ્થાપના જણાય છે અને તે દેવ એટલા હાજરાહજુર મનાય છે કે વિધમી પણ તેમની આણને ઉલ્લંઘી શક્તા નથી, ખરીરીતે આજે શાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર રક્ષા કરનાર દેવ તરીકે વધુ પ્રચાર પામેલ હોય તે માણિભદ્રવીરજ છે.
આવા મહાન પ્રભાવશાળી, ઉગ્ર તપસ્વી, સમર્થ વિદ્વાન પોતાના શિષ્ય શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજીને જોઈને કેમ તેમના ગુરૂવર્યને આનંદ ન થાય!
આથી જ શ્રીમદ્ આચાર્યદેવ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૫૮૩માં પાટણમાં ગચ્છનાયકપદે પ્રતિષ્ઠિત કર્યા, .
[ શ્રી રૂષભદાસ કવિએ શ્રી હીરવિજયસૂરિ રાસમાં આ કિદ્ધારનું અછું વર્ણન કર્યું છે જે નીચે પ્રમાણે. ] સંવત પન્નર ખ્યાહાસી જામ,
કિદાર કરે નર તામ; કરૂણા ઉપની લેકની ત્યાંહી,
જીવ જચ્ચે એ બહું દુર્ગતિમાંહી. તેણિ કારણે આણે વૈરાગ,
ઉપધિ દ્રવ્યને કીધું ત્યાગ મીણ કપટ ઓઢે કલપડે,
અસ્ય ચલેટ ટૂલ નહિં વડો. પંઠિ મુનિવર બહુ પરિવાર,
સહન કરે કિયો ઉદ્ધાર. સૈભાગ્ય હરખ તસ થાપી દીધ,
દુઃખ પંથ તે પોતે કીધ. સુગંધ સાર વિલેપણ નહિ,
* માંડી કિરીયાં સવલી તહિં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર હે આનંદવિમળસરિ ! આજે મારું શરીર સ્વસ્થ નથી, અને હવે તે શરીરનું કામ પણ શું છે? તારા
- જે મહા પ્રભાવશાળી હીરે જૈન ગુરૂનો સ્વર્ગવાસ શાસનની સેવા માટે છે પછી મારે
શાની ચિંતા ! હવે શરીર જીર્ણ થયું છે. માટે અમે પરમાત્માનું ધ્યાન ધરીશું અને આત્મરમણ કરીશું, સાધુસમુદાયને સંભાળજે, સંઘની દિનપ્રતિદિન વૃદ્ધિ કરજે, મહા મંગલકારી કાર્ય કરજો, તપશ્ચર્યાનો તમારે ભાવ ચાલુ રાખજે, અને ઠામ ઠામ ધર્મકાર્ય કરી તીર્થધામને ઉદ્ધાર કરી ગચ્છનીને શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરેજે, મને તમારી ભક્તિ અને શક્તિમાં ભારે શ્રદ્ધા છે, તમે જૈનશાસનના શિરોમણિ છે, શાસન હિતના કાર્ય કરી જીવન સાફલ્ય કરજો, આ વચન સાંભળી સાધુવંદ ગદ્ ગદુ થઈ ગયે, શ્રી આનંદવિમળસૂરીશ્વરજી બોલ્યા, ગુરૂદેવ! આપના વચનો મને પ્રમાણ છે, હું તે પામર પ્રાણું છું પણ તીર્થંકરદેવ અને આપના નામ સમરણ રૂપ મંત્રથી હું આપના પવિત્ર પગલે ચાલીશ. જિનશાસનની સેવા કરવા મારાથી બધું કરી છૂટીશ, સમુદાયની વૃદ્ધિ કરીશ, અને ઉગ્ર તપશ્ચર્યા કરીને મારા જીવનનું સાર્થક કરીશ, સંઘ અને શાસનના ઉદ્યોત માટે તીર્થસ્થાનના ઉદ્ધાર માટે હું યથાશક્તિ પ્રયત્ન કરીશ, આ બધું આપના પ્રભાવ અને કૃપાથી મારામાં તે કરવાની શક્તિ આવે તેમ શાસનદેવને પ્રાર્થના છે. જીવન અને મરણની -ઘટમાળથી વ્યાપ્ત સંસારમાં જીવન મરણને સ્વાભાવિક માન્યા છતાં સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા સમુદાયની ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ નીકળવા લાગી, આખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સમુદાય દીલગીરીના વાતાવરણમાં ઘેરાઈ ગયે, ગુરૂદેવ શ્રીમદ્ હિમવિમલસૂરીશ્વરજી મહારાજ પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં વિક્રમ સંવત ૧૫૮૪માં સ્વર્ગ સંચર્યા, આખા નગરમાં ગુરૂ વિરહના દુઃખથી ગંભીરતા છવાઈ ગઈ, શ્રી સંઘે ગુરૂદેવની અંતિમ ક્રિયા મહાન સમારેહપૂર્વક કરી. જો કે મહાપુરુષોના મૃત્યુ મહાપુરુષને મન તો ઉત્સવસમજ હોય છે. પરંતુ તેને ઉપકૃત ભક્ત વર્ગ તેમના ગુણના લાભ અને તેમના જીવન સંસર્ગથી થતી ઉન્નતતાને સંભારી રડે તે સ્વાભાવિક છે.
ગુરૂદેવના સ્મારક ચિન્હરૂપે શત્રુંજય તીર્થ ઉપર પરમ પાવન રાયણના પગલાની જોડે તેઓની પુનિત પાદુકા આજે પણ તેમનું સ્મરણ કરાવી રહી છે. પગલાં છે ત્યાં જ તેમને સ્તુપ પણ છે, તેમજ છાલા કુંડ નજીક યતિઓની ટુંકમાં પણ ગુરૂદેવને તુપ છે.
બેટા માણેક! તું નહિજ માને કે ! ના! માતાજી! હું નહિજ માનું! હું જોઉં છું કે યતિઓમાં શિથિલાચાર ખુબ વધી ગયેલ છે, સાચા સાધુ હું જોતો નથી. હું એવા દંભી અને કિયાહિન યતિને નહિ માની શકું, મારે ધર્મ પવિત્ર ધર્મ છે, ચારિત્ર અને તપશ્ચર્યા એ ધર્મના મુખ્ય સિદ્ધાંત છે, આજે તો નથી ચારિત્રનું ઠેકાણું કે નથી તપ, જ૫નું, આવા સાધુઓ સમાજ અને ધર્મને ભારરૂપ છે, ભાઈ! તે મારું વચન એકજ વખત માન, મારે વર્ધમાન તપની ઓળીનું વ્રત છે, તપશ્ચર્યામાં કઈ મુનિરાજના દર્શન કરવાની મારી ભાવના છે, હે વત્સ તું જા તો ખરો તને શ્રદ્ધા ન બેસે તે પાછો આવજે, કહે છે કે નદી કિનારે મહાન તપસ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦.
શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર આવ્યા છે, ઉગ્રધ્યાની છે અને મહા પ્રભાવશાળી છે, માતા ભલે! આપને દુ:ખી દેખી નથી શકતો પણ જે મને તો સાચું સુવર્ણ લાગશે તોજ નમીશ, હા! ભાઈ ! જેવી તારી ઈચ્છા, હે શાસનદેવ મારા પુત્રને સન્મતિ આપજે. બેટા તું જા.
ગામાનુગ્રામ વિહાર કરતા, જ્ઞાન ધ્યાનથી જૈનધર્મને ઉદ્યોત કરતા, ગુરૂદેવ શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી શિષ્ય સમુદાય સાથે માળવામાં આવેલ ઊજજયની નગરીમાં પધાર્યા,
ત્યાં તેઓશ્રીએ એક માસની ઘેર તપશ્ચર્યા આરંભી અને ક્ષિપ્રા નદીના કાંઠે “ગંધર્વ સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા, ધ્યાનમાં એટલા બધા નિશ્ચલ હતા કે દેવે પણ તેમને ચલાયમાન ન કરી શકે.
માણેકચંદ શેઠ ત્યાં આવ્યા, અને કાઉસ્સગ ધ્યાને ઉભેલા પૂજ્ય આચાર્યદેવને જે તેની પરીક્ષા કરવા કુતુહલ થયું, મસાલ સળગાવીને ગુરૂદેવની દાઢી આગળ ધરી, દાઢી સળગી, ગુરૂદેવનું મુખ પણ દાઝયું. છતાં આચાર્ય ભગવંત મેરૂ પર્વતની જેમ નિશ્ચલ રહ્યા અને માણેકચંદ શેઠની પ્રત્યે કરૂણા દ્રષ્ટિથી જોવા લાગ્યા.
ગુરૂદેવ વિશ્વપ્રેમી હતા ને વિશ્વપ્રેમની ભાવનાથી ગુરૂદેવના આત્મામાં અણુ અણુએ શુદ્ધ પ્રેમજ ભરેલું હતું, માણેકચંદ શેઠના મનપર અજબ પરિવર્તન થયું, ગુરૂદેવને આવી રીતે કષ્ટ આપવા બદલ માણેકચંદને પોતાના દીલમાં પશ્ચાતાપ થયે. આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે સુધાસિંધુ પાણી દ્વારા તેના બળતા અંતરમાં અમૃતસિંચન કર્યું, ને કહ્યું કે ભાઈ જરાપણ ગભરાવાની જરૂર નથી તમારા જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
૩૧ અમારા તપની અને ધ્યાનની પરીક્ષા ન કરે તો અમારી કસોટી કઈ રીતે થાય. અમે તે આ ધ્યાન દ્વારા ઘોર ઉપસર્ગમાં પણ ઉપસર્ગ કરનાર ઉપર કેમ દયા ઉત્પન્ન થાય અને દેષ ન થાય તેનો અભ્યાસ કરીએ છીએ. આ શબ્દો એ માણેકચંદશેઠને ગુરૂદેવના અત્યંત ભક્ત બનાવ્યા.
ત્યારબાદ એ માણેકચંદશેઠ કેટલાક વખતથી મારવાડમાં આવેલ પાલીગામમાં વાણિજ્ય વિકાસ માટે રહેતા હતા ત્યાં
ગુરૂમહારાજને અતિ આગ્રહયુક્ત વિનંતિ માણેકચંદ શેઠની કરી પાલી લઈ ગયા ને ત્યાં ચાતુતીર્થ ભક્તિ ર્માસ રાખ્યા. ચાતુર્માસ પિકી પૂ.આચાર્ય
- ભગવાન શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે કલિકાલમાં પરમ આધાર સ્વરૂપ શ્રી શંત્રુજ્ય મહા તીર્થની પરમ પવિત્રતા અને મહાભ્યને દર્શાવનારા ગ્રંથ વાંચ્યા, આથી રત્નશેખર જેવા ભગિનભેગી મહાપાપને પણ તારક અને જેના દર્શન માત્રથી પરમેલ્લાસ પ્રગટ થનાર શ્રી શત્રુંજય ગિરિરાજને ભેટવા માણેકચંદ શેઠ ઉત્સુક બન્યા, અને પ્રતિજ્ઞા કરી કે ગિરિરાજના દર્શન કર્યા સિવાય અન્ન પાણી કાંઈ નહિ લેવાની પ્રતિજ્ઞા કરી યાત્રા માટે પ્રયાણ કર્યું, સાગરમાં તરવા ઈચ્છનાર માણસને નાવ હેડી વગેરેનું આલંબન જેમ આવશ્યક છે તેમ ભવસાગર તરવા ઈચ્છનારને ભગવાનની મુખમુદ્રા તેટલી જ આવશ્યક છે. ઘરમાં ઘેર પાપીઓ અને નિષ્ફર પરિણામી જી પણ પિતાના પાપ વ્યાપાર તીર્થ ભૂમિની સ્પર્શના માત્રથી છેડી દે છે, અને જેની કલ્પના ન કરી હોય તેવા માણસે તીથે આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
હર
આનંદવિમળસૂરિ જીવનચરિત્ર તરી જાય છે. કારણકે ઘણા મહાપુરૂષોના પાદરેથી પવિત્ર થયેલ ભૂમિકાને સ્પર્શજ માણસના હૃદયમાં શુદ્ધ વ્યાપાર ઊત્પન્ન કરે છે, આજ કારણે જિન મંદિરે પોતાના વતનમાં હોવા છતાં જિનેશ્વરની પાદુકાથી પવિત્ર થયેલ તીર્થ ભૂમિમાં ભવ્ય રહેઠાણ કરે છે અને ત્યાં થઈ ગયેલા મહાપુરૂષના જીવનપટને સ્મૃતિમાં લાવે છે, ને પિતાનું જીવન પવિત્ર કરે છે, આજ કારણે ભાગ્યેજ કેઈ જેન સિદ્ધાચળતીર્થના દર્શન કર્યા વિના રહેતો હોય અને તેના દર્શનની વંચિતતાને પોતાનાં કમભાગ્ય ન માનતે હેય.
આથીજ માણેકચંદશેઠે તીર્થના દર્શન કર્યા વિના અન્નપાણી ન લેવાનો નિર્ણય કર્યો અને પ્રયાણ કરતાં સાત દિવસ વ્યતીત થતાં તેઓ સિદ્ધપુર પાસેના મગરવાડામાં આવ્યા તે વખતે ત્યાં ગામ ન હતું, તે સ્થળ ઝાડીઓની ઘટાથી ભયંકર જંગલ હતું. ત્યાં આગળ રાત્રિના સમયે ભિલ્લલકોએ તેમને લુંટી લીધા અને તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો આથી તેઓ ગિરિરાજનું ને પરમતારક પરમાત્મારૂષભદેવનું સ્મરણ કરતાં મરણ શરણ થયા, આ પ્રમાણે મરણ વખતની રૂષભદેવ પરમાત્માની અને પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં મને વૃત્તિ હોવાને લઈને તે મરી ઘણા વ્યંતરના ઉપરી માણિભદ્રવીર નામે વ્યંતરનિકામાં જિનશાસનરાગી રક્ષક દેવ થયા.
કેટલાક સમય બાદ ખંભાતમાં ખરતરગચ્છ તથા તપગચછના યતિઓમાં ભારે મતભેદને ઝઘડા થયે, અને ખરતર ગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૩
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ચછના યતિઓએ તપાગચ્છના યતિઓને ભૈરવની આરાધના કરી
મારી નંખાવ્યા, પાંચસે યતિ આ માણિભદ્રવીરની રીતે કાલધર્મ પામ્યા. મહાન તપસ્વી ઉત્પત્તિ આચાર્યભગવંત શ્રીમદ્ આનંદવિમળી
સૂરીશ્વરજી મહારાજ આ વાત સાંભળી અતિદુઃખી હૃદયે જગતના હઠાગ્રહ ઉપર વિમાસણ લાવી તેમણે તુરતજ પાલનપુર તરફ વિહાર કર્યો ને મગરવાડાની ઝાડીમાં આવીને ઉતર્યા. ત્યાં રાત્રિમાં શાસન સમ્રા શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ ધ્યાનમગ્ન રહ્યા ત્યારે રાત્રે તેમની પાસે માણેકચંદ શેઠે આવી દર્શન દીધાં, સૂરિજીએ તેમને ઓળખ્યા, માણેકચંદ શેઠે પિતાનું મરણુવ્રત્તાંત વગેરે સર્વ હકીકત કહી સંભળાવી તેમજ માણિભદ્રવીર તરીકે પિતાની ઉત્પત્તિ હી. પોતાના પરમઉપકારી ગુરૂદેવ પાસે સેવા માટે યાચના કરી. સૂરિજીએ કહ્યું કે ખરતરગચ્છના યતિઓએ આપણા સાધુઓને મારી નાખ્યા છે, તેમણે ભરવની સાધના કરી આ જુલમ વર્તાવ્યું છે, તમે તેનું નિવારણ કરો, અને તપગચ્છના આચાર્ય, સાધુઓ, યતિઓ વિગેરેને સહાય કરે, માણિભદ્રવીરે કહ્યું કે હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવને ઉપદ્રવ ટાળીશ પણ મારી માગણી
એ છે કે તપાગચ્છના ઉપાશ્રયે તથા દેરાસરમાં મારી સ્થાપના કરવામાં આવે. સૂરિજીએ જણાવ્યું કે તમને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવશે આથી પ્રથમ માણિભદ્રવીરની સ્થાપના મગરવાડામાં કરવામાં આવી અને આજે પણ મગરવાડાના વીર તરીકે તે સ્થાન પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર માણિભદ્રવીરે ભરવને વારી ઉપદ્રવ દૂર કર્યા. તપાગચ્છમાં નવીન થનાર આચાર્યો પ્રથમ મગરવાડા જતા અને મગરવાડામાં રહી માણિભદ્રવીરને અઠ્ઠમ કરી પ્રત્યક્ષ કરતા હતા. અનેક ચમત્કારોથી ભરપુર જીવનવાળા શ્રીમદ્ સેમવિમળસૂરીશ્વરજી મહારાજની પાટ પરંપરાએ થયેલા શ્રી શાંતિસોમસૂરિજીએ મગરવાડામાં રહી માણિભદ્રવીરનું આરાધન કર્યું હતું અને તેમના પગને કંઈક અંશ માણિભદ્રવીરના કથન પ્રમાણે આગેલેરમાં ઠાકોર સમરસિંહજીના સમયમાં વિક્રમ સંવત ૧૭૩૩માં શ્રી શાંતિસેમસૂરિએ તે ગામની બહાર દહેરૂં બંધાવી ત્યાં તેની સ્થાપના કરાવી હતી. તપાગચ્છના ઉપાશ્રયો અને દહેરાસરમાં ગામેગામ અને શહેરે શહેર માણીભદ્રવીરની સ્થાપના જોવામાં આવે છે. જેનશાસનમાં અધિષ્ઠાયક દેવ તરીકે માણિભદ્રવીર ઠેર ઠેર પૂજાય છે. આજે આગલોરમાં માણિભદ્રવીરનું દેરાસર સુંદર છે. પૂર્વે માણિભદ્રવીર માણેકચંદ શેઠ જ્ઞાતિએ વીશાઓશવાળ હતા તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પુના, વિજાપુર, પાલનપુર વિગેરેના ઓસવાળો ત્યાં માહીત કરવા આવે છે, કેટલાક મગરવાડા અને કેટલાક ઉજજયિની પણ જાય છે, મારવાડ, મેવાડ, અને માલવામાં ગામેગામ તેની સ્થાપના હોવાથી તે લેકે બહારગામ જતા નથી.
શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ મહાન્ ક્રિયાદ્વારક, અને શાસનને દીપાવનાર હતા એટલું જ નહિ પણ
તેઓ એક મહાસમર્થ વિદ્વાન અને વાદવિશારદ અજોડવાદી પણ હતા. જેને ધર્મ,
સ્વશાસનરિક્ષામાં ધર્મવાદ પરાયણ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
૩૫ છે, તે વાદવિવાદથી હંમેશાં દૂર રહેનાર છે. કારણકે વાદવિવાદ ચરમતના નિરાસન અને સ્વમત સ્થાપન પરાયણ માત્ર ફળની ભાવનાવાળા હોય છે તેથી જે જોઈએ તેવો લાભ મળી શકે નહિ. આથીજ જે તેમાં તત્વોવેષક બુદ્ધિ ન હોય તે તેવા વાદને પણ જૈનધર્મ વિતંડાવાદ કહ્યો છે. અને આવા વાદથી જૈનમુનિઓ હંમેશાં દૂર રહેનારા હોય છે? જૈનમુનિઓએ વાદનું આહ્વાન પ્રથમ આપવાનું ભાગ્યે જ સ્વીકાર્યું હોય છે તેઓને ન છૂટકે અન્યવાદીઓ તરફથી જ્ઞાનનાઅજીર્ણને લઈને જૈનધર્મની અપભ્રાજના થતી હોય ત્યારે તે વાદીના વાદને પ્રતિકાર ઈચ્છાએ કે અનિચ્છાએ ક પડે છે, ને જે તેમ ન કરવામાં કે માન સેવવામાં આવે તે પિતાના ધર્મની અપભ્રાજના થતાં ભદ્રિક વિમાસણમાં પડી ધર્મભ્રષ્ટ બને આથી વાદીના વાદને પ્રતિકાર કરે એ તેઓને આવશ્યક થઈ પડે છે.
આજ રીતે પૂજ્ય ભગવાન અનંદવિમળસૂરીશ્વરજી મહારાજને પણ ધર્મ ઉપર થતા વાદવિવાદને પ્રતિકાર કરવું પડતું હતું કારણકે તે વખતમાં યતિઓને શિથિલાચાર દેખી અનેક અન્ય દર્શનીએ જેનશાસ્ત્ર ઉપર આક્રમણ કરવા લલચાતા અને આક્રમણ કરતા. આ આક્રમણને જવાબ તેમને પિતાને આપવાનું રહેતું હતું તેથી તેઓશ્રીને સ્વ. મતથી ભૂલેલા અને પરમતથી મદાંધ બનેલા વાદિઓના જ્ઞાન અજીર્ણને દૂર કરવા વાદવિવાદમાં ઉતરવું પડતું હતું, આ પ્રમાણે તે વાદમાં જય મેળવી સંશયાકુલ બનેલ જન. તાની હદયને અતિવિશુદ્ધ કરી જેનજનતા ઉપર ખુબજ ઉપકારપૂર્વક ધર્મની સુંદર છાપ પાડી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર શ્રીમદ્ આનંદવિમસૂરીશ્વરજીએ જૈન ધર્મના
ઉદ્યોતને માટે અને કુમતિઓના ધર્મ વિહાર પર થતા આક્ષેપોના નિવારણ માટે
કડવા, લંકા આદિ ભિન્નભિન્ન મતેના ક્ષમ ખોલવા માટે અને લોકોને જૈનધર્મનું રહસ્ય સમજાવી ધર્મમાં સ્થિર રાખવાની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, માલવા, મેવાડ વિગેરે દેશોમાં ઉગ્ર વિહાર કર્યો હતે. એક વખતે અવસર વિચારી મારવાડ જેવા ઉપર પ્રદેશમાં પાણીની. મુશ્કેલી હોવાથી અને સાધુઓને ભારે મુશ્કેલી નડતી હોવાથી વર્ષોથી જે વિહાર શ્રીમદ્દ ભેળપ્રભુરીશ્વરજીએ નિષેધ કર્યો હતો તે વિહારની મુશ્કેલીનો સામનો કરીને શ્રીમદ્ ગુરૂદેવ આનંદવિમળસૂરિજીએ મારવાડમાં વિહાર કરવાની શરૂઆત કરી મુશ્કેલીને સામનો કરી વિહાર કરતાં સાધુ એને શિખવ્યું. મારવાડમાં પાણી ઉપરાંત કંટક, ભુંડ વિગેરે કણે પણ સહેવા પડતાં ગોચરી માટે પણ મુશ્કેલી રહેતી કારણકે ડુંગરાળ અને દૂરદેશના ગામમાં તેને વેગ વિરલજ પ્રાપ્ત થતો મારવાડમાં વિહાર બંધ હોવાને લીધે લેકેની ધર્મપ્રતિ અશ્રદ્ધા તથા બીજા ધર્મપ્રતિ વલણ ધીમે ધીમે ફેલાતું હતું. આથી પૂજ્ય આચાર્યશ્રીએ ગામેગામ વિહાર કરી લોકોને જૈનધર્મને પ્રભાવ સમજાવી ફરી તે દેશને ધર્મમાં દ્રઢકર્યો.
પૂ. આચાર્યશ્રીએ જેસલમેર તરફ પિતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાયશ્રી વિદ્યાસાગરજી મહારાજને મોકલ્યા ને ત્યાં તેમણે જેસલમેરમાં ખરતરગચ્છ વાળાઓને અને મેવાડદેશમાં બીજામતિએને વાદવિવાદ કરીને હરાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
શ્રીમદ્ આનંદવિમસૂરીશ્વરજીએ માલવામાં અન્ય મતવાળાઓ અને કડવામતીઓની સાથે ને મોરબીમાં લુપકાદિ મતવાળાઓ સાથે તથા વિરમગામમાં પાર્ધચંદ્ર પિતાને મતપ્રરૂપી જેને લોકોના મનસંશયવાળાં કરેલાં તે બધાને વાદ વિવાદથી પરાજય કરી જેનધર્મની ચારે દિશાએ ઉજ્વલકીર્તિ ફેલાવી હતી.
પૂઆચાર્યશ્રીના પરમ ભક્ત તૃણસિંહ નામના શ્રાવકે જેમને બાદશાહે પાલખી આપી હતી ને મલિક શ્રી મગદલ એવું બીરૂદ આપ્યું હતું તે તૃણસિહ શ્રાવકની આગ્રહ ભરી વિનંતીથી સાધુશ્રી જગર્ષિગણને સાધુએની સાથે સોરઠ દેશમાં વિહાર કરાવ્યું ત્યાં પણ તે ઋષિમુનિએ જૈન ધર્મની ઘણી જાહોજલાલિ કરી.
પૂ. આચાર્યશ્રીએ મોરબી વિગેરે સ્થળમાં પકાદિ મતીયો સાથે શાસ્ત્રાર્થ કરીને તેલું કામતીના પૂજ્ય આનન્દ નષિ તથા ભાજર્ષિ તથા બાલત્રષિ આદિપત પિતાના શિષ્યની સાથે લંકામત છડી પૂ. સુવિદિત મુનિ ચૂડામણિ કુમત નાશ કરવાને સુર્યસમાન મહાન વૈરાગી, ઉગ્ર તપસ્વી, ઉગ્ર વિહારી શ્રીમદ્ આચાર્યદેવ પૂ. આનંદવિમળસૂરીજી મહારાજા પાસે ૭૮ ઈઠ્ઠોતેર મહાત્માઓએ પુનઃ જેનદીક્ષાને સ્વીકાર કર્યો તેમજ પૂ. વિદ્યાસાગરજીગણએ પણ લંકામતના કેટલાક સાધુઓને દીક્ષા આપી હતી.
પૂ. ગુરૂદેવનો પ્રભાવ એટલો બધો હતો કે મહમદ સુલતાન પણ તેઓશ્રીના ફરમાનને માન આપતા હતા
ખાન, વજીર સુલતાનો પણ તેમને નમતા હતા, જગ્યાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર
જગ્યાએ તેમને બહુમાન મળતું અને તેઓશ્રીની પ્રતિષ્ઠા ખુબ વધતી જતી હતી અને તેઓની આજ્ઞા દરેક શહેર, દરેક ગામ ઝંખી રહ્યાં હતાં.
મારવાડ, માલવા, મેવાડ, પાટણ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, ચાપાનેર, ખંભાત, દક્ષિણ, દેવગિરિ, માંડળ, ગાંધાર, સૂરત, ભરૂચ, કુંકણ, કાકરેચી, સાચોર, જાલેર, મડર, જોધપુર, નિવરી, નાગર, અજમેર, આગ્રા, હંસાર, કેટ, રામસેન, કુંભલમેર, ટંકટાંડા, ઢીલી, રાજગૃહી, સોપારૂ, વાગડ, વાંસવાડા, આહડ, જવાસા, વિસલનેર, નડુલાઈ, નવસારી, વલસાડ, અગાસી, ડભાઈ મલબાર, દિવ, દમણ, માંગલોર, ઘોઘા, અને હરમજ વિગેરે ગામો ને પ્રદેશોમાં પૂ. આચાશ્રીની પૂ. આજ્ઞા શિરોધાર્ય મનાતી હતી તેમજ તેઓશ્રીના વિષે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. એહવે આનંદ વિમલ સુરિરાય,
નગદલ મલિખ હુઓ તેણે કાય, મહમ્મદ હાથે ફરમાન કીધ,
આણંદવિમલને હાથે દીધ, નમતા ખાન વજીર સુલતાન,
ઠામ ઠામ ગુરપાલે માન, દીપે દેશના ગુરૂજી સાર,
ઘણા પુરૂષને કરે ઉદ્ધાર, મુનિ જગો રિષિ જે પંન્યાસ,
ગુરૂ ફરમાન દીયે નર તાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળમૂરિ જીવનચરિત્ર સોરઠ દેશ તેણે કર્યો વિહાર,
કીધે લંકાને ઉદ્ધાર; મારૂઓડિને વિહાર વળી જેહ,
સેમપ્રત્યે વાર્યો હું તે; વિદ્યાસાગર મેકલ્યા ધીર,
લિભદ્રનો લેઢો વાર; છઠ્ઠ પારણે આંબિલ કરે,
કઠિન વળી તપ આદરે; મેવાત દેશે અણવર જ્યાં દિ,
ખડતર પરદુખ વાલ્યાં તાંહિ; જેસલમેર ખડતરને ધીર,
નવિ હાંડયો વહે શુભ પહિં; બાજઠ પૂજા હે આજ,
વિદ્યાસાગરની વાધી લાજ; તેણિ બાજઠિ નવિ બેઠે હીર,
વિદ્યાસાગર મેટો ધીર; એહની વાત તુહે નવિ થાય,
જિનશાસન જેણે આવ્યું ડાય; વીરમગામેં જેણે કીધા વાદ,
પાસચંદ્રને ઉતાર્યો નાદ; માલવદેશ ઉજેણી જ્યાં હિ, આણંદવિમલસૂરિ પુર્હતા ત્યાંહિં.
(ગુર્વાવલિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમસૂરિ જીવનચરિત્ર પૂ. આચાર્યદેવશ્રીમદ આનંદવિમલસૂરીશ્વરજી મહા
રાજને ઉપકાર જેનજનતા ઉપર અનેકપ્રતિષ્ઠાને અંજ- વિધ છે, આજે વિદ્યમાન ઘણુ મંદિરમાં શલાકાઓ:- તેમના હાથે થયેલ અંજનશલાકાઓ,
અને પ્રતિષ્ઠાએ ઉક્ત સૂરિ દ્વારા ને તેમના પરિવાર સૂરિપંગના હાથે થયેલી નજરે પડે છે.
પરમતારક પરમાત્માની પવનપાવની પ્રતિમાના ઉત્થા પક વર્ગના પ્રાદુર્ભાવ સાથેજ પરમતારક પ્રતિમાને પાવન પ્રચાર પણ પૂજ્ય શ્રીમદ્ આનંદવિમળસૂરિ મહારાજે અને તેઓના સંતાનીય શિષ્યએ ખુબ જ કર્યો ને જે બાળજનતા પૂર્વે થયેલ તીર્થકર ભગવાનને ઉપકાર, મુદ્રાકૃતિ અને જીવન પ્રતિમાના દર્શન સાથે પોતાના જીવનમાં લાવી જીવનપથને ઉજવાળવાની પૂનિત ભાવના હૃદયમાં પામતાં શીખે.
- ગુરૂના ફેટા, દસ્તાવેજો, પુસ્તકના લખાણે, ચલણી નાણું ઉપરના સિકકાઓ અને જીવનમાં ડગલે અને પગલે વસ્તુની સ્વરૂપદર્શક આકૃતિઓને ઉપગ માનવા છતાં પરમતારક ભગવાનની વિદ્યમાનતા અને તેના વચને વચનને સત્ય માનવાની શ્રદુહણારૂપ સમ્યકત્વના લક્ષણને સ્વીકારવાનું માનવા છતાં તેની જ પ્રતિમા યા સ્વરૂપદર્શક આકૃતિને ન માનવી તે કેટલી જડતા, બુદ્ધિહીનતા, પામરતા અને મહામિથ્યાત્વ છે તે હેજે સમજી શકાય છે. શું ભગવાનની પ્રતિમા ન માનનાર કે તેના સ્વરૂપને ન સ્વીકારનાર ભગવાનના
શાસનને કઈ રીતે આરાધક થઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
હંમેશાં ગમે તેવા વિચક્ષણ પુરૂષને પણ તદાકૃતિ રજુ કરવાને અવલંબનની જરૂરિયાત હોય જ છે તે બાળજનતને તેની અપેક્ષા કેમ ન હોય? આજે જે જૈનધર્મના પૂજા, સેવા, સામાયિક, પ્રતિકમણ, પિષધ, તપશ્ચર્યા કે બીજા કિયાકાંડે બાળજીવનને ધર્મમાર્ગમાં જોડવામાં એટલાં બધાં ઉપયોગી છે કે જે તેવી વિચારણા પૂર્વાચાર્યોએ વિચારી ન હિત તે ધર્મની જાંખી પણ લાંબા વખત ન ટક્ત.
જિનસારિખી જિનપડિમા એ સૂત્રને જીવનમાં પચાવી સ્થળે સ્થળે જ્યાં જેને ત્યાં જિનપ્રતિમાને પાવન પ્રચાર ઉતસૂરીશ્વરજીના હાથે થયેલા અને તેમાં પ્રભુત્વ આજે પણ કરી પ્રતિમાઓના પૂજનથી જનતા જીવનપાવિશ્વમાં છલતી કરવાને ઉપકાર આજે પણ ન ભૂલી શકાય તેવે તેમને છે.
પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ આનંદવિમળસરિશ્વરજી મહારાજે અનેક ભવ્યાત્માઓને પિતાની અમૃતમય દેશના વડે પ્રતિબંધ કરીને અજમેરૂ, સાંગાનયર, જેસલમેર, મડવેર, નાગરી, નાડલાઈ સાદડી, શીરેહી, પાલિતાણા, જુનાગઢ, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણું, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સુરત, વીસનગર, વડનગર, વિજાપુર, પેથાપુર, જોધપુર, આદિ અનેક નગરમાં અંજનશલાકાએ, ને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. અને જેસલમેરમાં સાધુવિહારના અભાવને કારણે ત્યાંના દેરાસરના બારણું બંધ થઈ ગયા હતાં ને તેથી ત્યાં કુમતિઓને ઘણે પ્રચાર થવાથી દેરાસરે કાંટા નંખાવ્યા હતા તે પણ પૂ. સૂરીશ્વરજી મહારાજે ત્યાં ઉગ્ર વિહાર અને ઉગ્ર તપશ્ચર્યા કરીને કુમતિઓના મતનું ખંડન કરી તેઓને વાદમાં જીતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૪ર
આનંદવિમળસૂર જીવનચરિત્ર ૬૪ ચોસઠ જિનપ્રસાદે ઉઘડાવ્યાં ને તે તે જિનમંદિરોમાં પૂજા શરૂ કરાવી અનેક ભવ્ય પ્રાણિઓને પ્રતિબોધ આપી સમ્યકત્વ પમાડી જેનશાસનની વૃદ્ધિ કરી હતી. હજી પણ તે તે જગ્યાઓએ પૂ. આચાર્યદેવના હાથે થયેલાં મહાન કાર્યોના અવશેષો સાક્ષી પૂરે છે. આ રીતે શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છના ઉમાદક શ્રીમદ્ જગશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેવા મહા તપસ્વી હતા ને શ્રીમદ્ આચાર્ય વાદીદેવસૂરીશ્વરજી મહારાજ જેવા વાદિ હતા. તે ઉપરાંત ઉગ્ર વિહારી, મહાન ક્રિોદ્ધારક, સવે. ગરંગી અને મહાન પ્રભાવક હતા. અને તેઓની સેવાને માટે દે પણ ઝંખના કરી રહ્યા હતા.
ચિતોડમાં ઓસવંશની વૃદ્ધશાખામાં સારણદેવ નામને પુરૂષ થયે. તે જેન આમરાજાને વંશજ હતું, તેને સૌથી
નાના પુત્ર તલાશાહ મેવાડના મહારાણા શ્રી શત્રુંજય તીર્થો શ્રી સાંગાજીના પરમ મિત્ર હતા. એક ધિરાજને સેલમે સમય સંઘવી ઘનરાજને સંઘ આબુ ઊદ્ધાર:- વિગેરેની યાત્રા કરતે મેવાડ આવ્યું.
તલાશાહે શ્રી ધર્મરત્નસૂરિ પાસે જઈ પ્રાર્થના કરી કે શત્રુંજય પર સમરાશાહે સં. ૧૩૭૧ માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક સ્વેચ્છાએ પુન: કઈ સમયે ખંડિત કરેલું તેનો ઉદ્ધાર કરવાને માટે મનોરથ સિદ્ધ થશે કે નહિં. ગુરૂદેવે કહ્યું, તારો પુત્ર કર્માશાહ તેને ઉદ્ધાર કરશે. તું નહિ.
ગુજરાતને શાહજાદો બહાદુરખાન ચિતોડ જતાં ચિતેડગઢના મંત્રી દોશી કર્માશા શેઠને કાપડનો મેટ વેપાર
હોવાથી તેમની પાસેથી પુષ્કળ કાપડ ખરીદતા અને આથી બંને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
૪૩. વચ્ચે એક વખતે મિત્રી થઈ એક વખતે શાહજાદાને ખચી ખૂટવાથી મંત્રી કર્માશાહે એક લાખ રૂપીઆ બીનશરતે આપ્યા.
જ્યારે તે શાહજાદે અમદાવાદની ગાદીએ આવ્યો ત્યારે કમર્શાહ અમદાવાદ આવ્યા, બાદશાહે તેમનું સન્માન કર્યું, શત્રુંજયતીર્થ મહા પુનિત ભૂમિ છે, અસંખ્ય આત્માઓ એ. તીર્થની યાત્રાથી કલ્યાણ સાધી ગયા છે, એ સિદ્ધાચલ મંદિ. રેનું મહાનગર છે, પૃથ્વી પરનું સ્વર્ગભવન છે, આવા પ્રભાવશાલી તીર્થની પ્રતિષ્ઠા અને તીર્થોદ્ધાર એ મહામૂલી વસ્તુ છે, ગુરૂદેવ શ્રીમદ્ આનંદવિમળસૂરીજી મહારાજે આ પવિત્ર તીર્થસ્થાનની જીદશાથી ભારે ચિંતિત હતા, તેઓશ્રી વારંવાર મંત્રી કર્માશાહને ઉપદેશ આપતા ને પ્રેરણા કરતા હતા. આ પ્રેરણા અને ઉપદેશને મનમાં ધારી મંત્રીકશાહે બાદશાહને પવિત્ર તીર્થસ્થાનની. વાત કરી એટલે બાદશાહે તે તીર્થની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર માટેનું તુરત ફરમાન આપ્યું, ત્યારબાદ કેટલીક મદદ પણ માગી તે પણ તેમને મલી ને મંત્રીકશાહે સંઘ કાઢયે, ગામેગામ જેન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારેપણુ, દરિદ્રીઓને દાન, સાધુસાધ્વીની સેવા, હિંસાનું નિવારણ કરતાં ખંભાત થઈ શત્રુંજય આવી પહોંચ્યા, ગુર્જરવંશના રવિરાજ અને નૃસિંહ એ બંને સુબાના મંત્રી હતા તેમણે પણ કશાહને ઘણું સહાય કરી, મહામાત્ય વસ્તુપાલે લાવી રાખેલી મમ્માણ ખાણુના પાષાણ ખંડે ભૂમિગૃહમાંથી કઢાવી તેની શ્રી રૂષભદેવ ભગવંતની પ્રતિમા બનાવરાવી સર્વ સંઘને
આમંત્રણ મોકલી સંઘવી કર્માશાએ શ્રી સિદ્ધગિરિરાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસરિ જીવનચરિત્ર સેલમે ઉદ્ધાર પોતાના પરમ ઉપકારી જગદગુરૂ શાસનસમ્રાટ જંગમ યુગપ્રધાન, સૂરિચક્રચક્રવતી વાદિમદમર્દન શાસ્ત્રવિશારદ પ્રાતઃસ્મરણીય તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનવિમળસૂરીશ્વરજી મહારાજાધિરાજાના હસ્તે વિક્રમસંવત ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ ને રવીવારે કરાવ્યું. તે હજુ સુધી ચા આવે છે.
રિજીએ શાસન ઉન્નતિના અનેક કાર્યો કર્યા છે પોતાના વરદહસ્તે અનેક રાજકુમારે, શ્રેષ્ઠીપુત્રો અને બીજા અનેક અન્ય દર્શનીય ૫૦૦ પાંચ ભવિ વિદ્વાનને પ્રભુ મહાવીરના ત્યાગ ધર્મના પુનિત પંથવાળી દીક્ષા આપી હતી તે વખતે મહાપુરૂષ તપાગચ્છાધિપતિ વાદિમદમર્દન શ્રીમદ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની આજ્ઞામાં ૧૮૦૦) અઢારસો સાધુએ વિચરતા હતા. સાધુપણાની બધી જવાબદારીઓ પૂરી કરી, આચાર્ય
તરીકેની ફરજમાં હંમેશ પ્રવૃત્ત રહેવું, મહાન્ તપશ્ચર્યા ગામેગામ વિહાર કરી ભાવિજીને
પ્રતિબોધવા, શાસનઉદ્ધારના કાર્યો કરવાં અને તે ઉપરાંત કુમતવાદીઓને જીતવા તથા લોકોને જૈનધર્મનો પ્રબોધ પમાડે તે બધું કરવા સાથે સાધુપણુને
ગ્ય જીવનશોધનને માટે અને જીતેંદ્રિય થવા માટે ઊગ્ર તપશ્ચર્યા કરવી એ પણ મહાઉપયોગી કર્તવ્ય છે.
૧ આ જીર્ણોદ્ધાર સંબંધી ઉલ્લેખ વીરવંશાવળી, તથા પંડિતવર્ય શ્રી ગુણવિજયગણિકૃત કલ્પસૂત્ર લઘુવૃત્તિમાં તથા જૈનતીર્થોના ઈતિહાસમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
-
-
=
વિશેષ ક, કરી છે,
ચૌધરજી મહારાજ
શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર
૪૫. - શ્રીમદ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મહાન. તપશ્ચર્યાઓ પણ કરી છે, ચૌદ વર્ષ સુધી જઘન્યથી નિયત ત. વિશેષ કર્યો પછી છઠના તપને અભિગ્રહ લીધે, એટલે છઠને પારણે આંબીલ યાવત્ જીવ સુધી ક્ય. તે પહેલાં આચાર્યશ્રીએ ૧૮૧ ઊપવાસ, વસવાર વીસ સ્થાનક તપ, ૪૦૦ ચોથળી સ્થાનક તપ કરી છઠ્ઠ કર્યા, વીસ વિહરમાનના ૨૦ વીસ છઠ્ઠ, પ્રભુના ૨૨૯) બસો ઓગણત્રીસ છઠ્ઠ કર્યા. તે ઉપરાંત પહેલા કર્મના ૧૨ વાર પાંચ ઉપવાસ, બીજા કર્મના નવવાર નવ ઉપવાસ, દશમા અંતરાયના ૧૨ વાર પંચઉપવાસ. મેહનીયના ૨૮) અઠાવીસ અઠમ વેદનીય, શેત્ર અને આયુષ્યના આઠ આઠ દશમ કર્યા અને એક નામકર્મનું તપ બાકી રહ્યું તે ન થઈ શકર્યું તેથી તેનું તેમને. ભારે દુ:ખ રહ્યા કર્યું.
એને ઉલ્લેખ નીચે પ્રમાણે (ગુર્નાવલીમાં) મળે છે, એહ આણંદવિમળસૂરિ જેહ,
જયમલ છઠ તપ કરતા તેહ; ચોથ છઠ્ઠ તપે ગહ ગહી,
વીસ સ્થાનક આરાધે સહી; ચેથચારસે છડસેચ્ચાર,
વીસ સ્થાનક સેવ્યાં બેવાર વિહરમાન ધાર્યા જગીસ,
તેહના છઠું કર્યા ગુરૂ વીસ એહવા આઠ કર્મ જે શિરે,
ટાળવા તપથા ગુરૂ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમસૂરિ જીવનચરિત્ર પરિસહ બાવીસ પ્રેમેં ખમે,
રાત દિવસ જીન વચને રમે; વિગય પાંચને કરે પરિવાર,
વિગય એક વૃત કદિ આહાર; લીલોતરી મીઠાઈ જેહ,
ગુરૂ વઈરાગી ત્યાગ કરે; ધન્ય છે આવા મહાન ઉગ્રતપસ્વી, ત્યાગી, વૈરાગી, ઉગ્રવિહારી, જિદ્ધારક, શંત્રુજય તીર્થ સલમે દ્ધારક, શાસન પ્રભાવક, શાસનસમ્રાટઆચાર્યશિરેમણિને ! નામ તેને નાશ આ અટલ નિયમમાંથી કોઈ બચી
શકતું નથી, છતાં જેને નાશ થવા સ્વર્ગવાસ છતાં જેમનાં નામ વર્ષોનાં વર્ષો સુધી
ગવાય, જેમનાં સંસ્મરણેને ગુણાનુવાદ સંભાળી વારંવાર જેમના જીવન પથને તાજો કરવામાં આવે તે નાશ પામ્યા હોવા છતાં ખરી રીતે તેમને કાર્યદેહ આજે પણ તેમના સાક્ષાત્ જીવન જેટલો જ પ્રભાવ પાડે છે, જેના જીવનપથ રૂપ પવિત્ર સ્થાનમાંથી અનેક પરમ પાવની ગંગાસ્વરૂપ સત્કાર્ય પ્રવાહો અખલિત વહેતા હોય. અને જેના ગયા પછી પણ તે પ્રવાહો ચિરસ્થાયી વહન કરતા હોય, જેનું જીવન પવિત્ર્ય અનેક જીવના આદર્શરૂપ હોય તે મહાપુરૂષ મર્યો છતાં જીવંત જ ગણાય છે, કારણ કે તેને આદર્શ સદાને માટે જગતમાં વિસરાત નથી,
ગમે તેટલી મોટી આયુષ્ય સ્થિતિવાળા મહાપુરૂ, ખુદ પરમાત્મા રૂષભદેવ અને મહાવીર પ્રભુ જેવા પણ આ જગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
૪૭ તમાં કાયમી ટકી જગતને લાભ ન આપી શક્યા તે પછી આ મહાપુરૂષ પણ જગતના પાપ જીવનને વધુ વખત શા કારણે જોવામાટે રહી શકે?
તેઓશ્રીના શરીરને પણું દૂનીયાના ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ તત્ત્વત્રયીએ પ્રભાવ દેખાડે, અને તેમનું શરીર દીનપ્રતિદીન ક્ષીણ થવા લાગ્યું આખરે ગુરૂ મહારાજ (રાજનગર) અમદાવાદમાં આવેલ નિજામપુરમાં પધાર્યા બાદ દિવસે દિવસે ખૂબજ અશક્ત બન્યા. શ્રી સંઘે ગુરૂભક્તિને લઈને ગુરૂવર્યના ખુબખુબ ઉપચાર કરી ગુરૂભક્તિ દેખાડી પણ અટલ નિયમ આગળ સૌ અશક્ત હતા અને આખરે જીર્ણ થયેલ દેહને છે તેમાં બીરાજતે જળહળતો ન્યાતવાળ આત્મા દેવલોકના દેને મનુષ્યલોકની માફક લાભ આપવા માટે નવ ઉપવાસના અનશન પૂર્વક વિક્રમ સંવત ૧૫૯૬ના ચૈત્ર સુદિ ઉના પ્રભાત સમયે ચાલ્યો ગયો. પ્રકૃતિ અને વિકૃતિના સ્વરૂપને સારી રીતે સમજતો હોવા છતાં તેમને શિષ્ય પ્રશિષ્યાદિ વર્ગ અને શ્રી સકળસંઘ મહાપુરૂષના સ્વર્ગ વાસથી લાભવંચિત થવાને લઈ ખુબ ખુબ તે મહાપુરૂષની પ્રશંસા કરવા સાથે પિતાની નિંદના પૂર્વક દુઃખી થયા. આખા રાજનગરમાં હાહાકાર વર્તા, શ્રીસંઘના નયનમાંથી ધાર અશ્રુધારા વહી રહી હતી, સૌના મુખ આજે દુઃખરૂપી વાદળથી ઘેરાયેલાં જણાતાં હતાં, ગુરૂદેવના વિરહથી તેઓ દુઃખના સાગરમાં ડૂખ્યા હતા. આજે જૈન શાસનને સૂર્યદેવ અસ્ત થયે હતો ને સર્વત્ર અંધકાર છવાઈ ગયો હતો, જ્યારે
ગુરૂદેવના સ્વર્ગવાસની વાત દરેક દિશામાં દેશદેશામાં ફેલાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી અનંતવિમળમુરિ જીવનચરિત્ર ગઈ ત્યારે લેકેના એટલે જેનજેનેતર તમામના મન ઘણાં દુભાવા લાગ્યાં ને પૂ. ગુરૂદેવના વિરહ માટે તેમને લાગી આવ્યું, પણ જ્યાં આયુષ્યની દેરી તુટે ત્યાં શો ઉપાય ? પૂ. આચાર્યદેવને નિર્વાણમહોત્સવ અમદાવાદ (રાજનગર)ને સકળસંઘે કર્યો, આજે તમામ આલમ પરિદેવના નામને માનની લાગણીથી સંભારે છે, તેઓ આજ નથી છતાં પૂ. આચાર્યદેવનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરોમાં અંકિત છે, ધન્ય હો આવા ત્યાગી ગુરૂદેવોને! અસ્તુ આટલું લખી વિરમીએ છીએ, ૩૪ શાન્તિ !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર શ્રીમદ્ આનંદવિમળ સૂરીશ્વરજી મહારાજાએ યતિ
બંધારણ માટે કરેલા નિયમો.
યતિઓમાં અતિશય શિથિલાચાર વધ્યો ત્યારે વિકમ સંવત્ ૧૫૮૩ના વર્ષે પાટણ નગરમાં તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે શ્રીસંઘ સમુદાય મળે. કરેલ યતિ બંધારણના નિયમે.
૧ ગુરૂને આદેશે વિહાર કરે. ૨ વણિકને દીક્ષા દેવી, બીજાને નહિ. ૩ ગીતાર્થની નીશ્રાએ મહાસતિને દીક્ષા દેવી.
૪ ગુરૂ દૂર હોય તો ગીતાર્થ પાસે કઈ દીક્ષા લેતે તેની પરીક્ષા કરી વેષ પલટાવો પણ વિધિપૂર્વક ગુરૂ પાસે દીક્ષા દેવરાવીને વેગ વહેવરાવવા.
૫ પાટણમાં ગીતાર્થનો સંઘાડે રહે. ચોમાસામાં બીજે નગરે છ ઠાણા ચોમાસું રહેને ગામડે ત્રણત્રણ ઠાણું ચોમાસું રહે. - ૬ ગુરૂ દૂર હોય તે આદેશ કાગળથી મંગાવવો.
૭ એકલા મહાત્માએ વિહાર ન કર.
૮ કોઈ સાધુ એકલે વિહાર કરતો આવે તે માંડલે કેઈએ ન બેસાર.
૯ બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચઉદસ, અમાવાસ્યાને પૂર્ણિમા, એમ માસમાં ૧૨) દિવસ વિગઈન વહોરવી, ઉપવાસ, આંબિલ, નવી યથાશક્તિ તપ કરે.
૧૦ તિથિ વધે ત્યારે એક દિવસ વિગય ન વેહરવી. ૧૧ પાત્રમાં રોગાન ન દે.
૧૨ પાડ્યાં કાળાં કાટુળાં કરવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ૧૩ ચોગ વહ્યા વિના સિદ્ધાંત ન વાંચવા.
૧૪ એક સમાચારીના સાધુ કોઈ વારે બીજે ઉપાશ્રયે રહ્યા હોય તે ગીતાર્થકને આવી વાંદણું દઈ શય્યાતર પિંડ પૂછી વહેરવા વિહરવું.
૧૫ દિવસમાં આઠ થાયવાળા એક દેવ વાંદવા.
૧૬ દિવસ મધ્યે ૨૫૦ સઝાય ગણવો જોઈએ ન ગણે તે જઘન્ય સજજાય ૧૦૦ સો ગણુ.
૧૭ વસ્ત્ર, પાત્ર, કાંબલી, ઠામડાં, પૂંઠે બાંધી ન મુક્તાં ચાલતાં પિતે ઉપાડવાં, ગૃહસ્થ પાસે ન ઉપડાવવાં.
૧૮ વરસ મળે છેણિ (ધોવે) એક, બીજી ધણિ નહિ. ૧૯ પોસાલ માંહે કેણે નહિ. ૨૦ પિસાથે ભણવા ન જવું. ૨૧ એક સહસગ્રંથાલી લેખક પાસે ન લખાવવું. ૨૨ દ્રવ્ય અપાવી કેઈએ ભટ્ટની પાસે ન ભણવું.
૨૩ જેણે ગામે ચોમાસું રહ્યા હોય તિહાં ચોમાસાને પારણે વસ્ત્ર વહારે ન કપે.
૨૪ અકાલ સઝાય આંબીલ. ૨૫ એકાસણે સદેવ કરે. ૨૬ દિકને પારણે જેમ ગુરૂ કહે તેમ કરવું, ૨૭ પારિદ્રાવણી આગાણું ન કરવું.
૨૮ આઠમ, ચઉદસ, આજુઆલી પાંચમ એ પાંચ ઉપવાસ કરવા.
૨૯ આઠમ, ચઉદસે વિહાર ન કરે. ૩૦ એક વિગઈના નિવિયાતાં ન લેવાં.
૩૧ ચોરાસી ગચ્છ માંહેલા મહાત્માને ગુરૂના કહ્યા વગર ન રાખવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદવિભળસૂરિ જીવનચરિત્ર
૩ર ગુરૂને અણપુછે નવી પ્રરૂપણ. નવી સમાચારી ન માંડવી.
33 नव निषास्यु न पापरवा. ૩૪ કેરૂં લુંઘડે ન વાપરે.
૩૫ કેરાં માહે ગોડીઆ ભરવા અટાંણ સાલું ગીતારથ ટાલી ન વાપરવા. आनंदविमलसूरीश्वराणां पूर्वाचार्यकृतपरिचयः महोपाध्यायधर्मसागराः तपागच्छपट्टावलीमूत्रे ___तथा यो भगवान् क्रियाशिथिलबहुयतिजनपरिकरितोऽपि संवेगरंगभावितमांतः जिनप्रतिमाप्रतिषेधसाधुजनाभावप्रमुखोत्सूत्रप्ररूपणप्रबलजलप्लाव्यमानं जननिकरमवलोक्य करुणारसावलिप्तचेतो गुर्वाज्ञया कतिचित्संविज्ञसाधुसहायो वि.१५८२ वर्षे शिथिलाचार परिहाररूपक्रियोद्धरणयान-पात्रेण विसलनगरे तमुद्धृतवान् अनेकानि चेभ्यानामिभ्यपुत्राणां च शतानि कुटुंम्बधनादिमोहं संत्याज्य प्रवाजितानि......इत्यादि विस्तृतवर्णनं देवविमल गणिवराः श्रीमन्महावीरपट्टपरंपरायाम्
आनंदविमलसूरिणा शुद्धक्रिया उद्धता हीरसौभाग्यमहाकाव्ये आनन्दमूरिवर्णन
त्यक्त्वाऽशेषकुपाक्षिकांश्च कुदृशः किंपाकभूमीरुहा न्रोलम्बैरिव पारिजातशिखरी यो जन्मिभिः शिश्रिये येनात्मा शिथिलोभवन्मुनिपथादप्युद्धतः सूरिणा संसाराम्बुनिधेरिवोद्धतकुदृग्यादोव्रजन्याकुलात् ॥
___ इत्यादि हीरसौभाग्यमहाकाव्ये
चतुर्थसर्ग १३३-१४३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
५२
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર महोपाध्यायविनयविजयगणिवराः श्रीमरिपरंपरायाम्
पट्टे तस्य बलुवुरुग्रतपसो वैरंगिकाग्रेसराः आनंदाद्विमलऽऽह्वया गणभृतो भव्योपकारोधुराः ये नेत्रेभशरामृतद्युतिमिते १५८२ वर्षे कियोद्धारतः
श्चक्रुः स्वा जिनशानस्य शिखरे कीर्ति पताकामिव २३... ......इत्यादि विजयप्रशस्ति महाकाव्ये आनंदविमलमूरिवर्णनम्
किश्चित् प्रमादाचरण निरीक्ष्य गच्छे स्वकीये कलिकालजन्यम् यैः पूज्यपादैर्जगतां हितायो ददधे क्रिया रत्नमिवाध्वपांशोः'
तृतीय सर्ग. ३२-४६ सूरिपुरन्दरज्ञान विमलमूरिवराः अस्मत् मुद्रितप्रश्न
व्याकराणांग पृ. १०६ तमे कुमततमोजलपतितं येन क्रियोद्धारयानपात्रेण उद्धृतमिह जगतीतलं, दत्त्वा श्रद्धाननव्यजलम् ॥२॥ श्रीमदानन्दविमलारव्याः सूरीन्द्रा जयन्तु ते विश्वे श्रीमत्तपोगणोदधिप्रोल्लसनशारदेन्दुनिभाः ॥३॥
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________ 191 alcohille PR9 कुमततमोजलपतितं येन क्रियोद्धारयानपात्रेण उद्धृतमिह जगतीतलं, दत्त्वा श्रद्धाननव्यजलम् // 2 // श्रीमदानन्दविमलारव्याः सूरीन्द्रा जयन्तु ते विश्वे श्रीमत्तपोगणोदधिप्रोल्लसनशारदेन्दुनिभाः // 3 // Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com