________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર પિતા કે મિલ્કતને પણ પર અને સ્વહિતને પ્રતિબંધ માની ત્યાગ કર્યો છે તેને જીવનમાં પણ મહત્વાકાંક્ષા હોય છે, પણ તે મહત્વાકાંક્ષાનું ફળ જુદુ, સ્વરૂપ જુદું અને તેનું મૂળ પણ જુદું હોય છે.
સાધુ જીવનમાં મહત્વાકાંક્ષા, જીવનશુદ્ધિ, ગુણગ્રાહિતા પ્રાણીમાત્રની મૈત્રી અને શુદ્ધભાવના સ્વરૂપ હેાય છે, સ્વજીવન શુદ્ધિના સિનિક મુનિને પરની ચિંતા કરવાની કે પરમાટે સમય વિતાવવાની દરકાર નથી હોતી, તેને તે સ્વજીવન શુદ્ધિના અખ્ખલિત પ્રવાહમાં આગળ વધવાની અને તે શુદ્ધિમાં દઢ. હસ્તગત થવાનીજ તમન્ના હોય છે, આ તમન્નાની સચોટતા પરિપકવજ્ઞાનથી, વિકટ ઉપસર્ગોથી, મહાન લાલચોથી પણ અપ્રતિબદ્ધ જીવનથી પૂરવાર થાય છે.
દુનીયામાં મહત્વાકાંક્ષાના ફળ રૂપે સેનાપતિ, દીવાન કે કેશાધ્યક્ષ વિગેરે પદવીની તે તે વ્યક્તિની ઈચછા હોય છે, જ્યારે મુનિજીવનમાં મહત્વાકાંક્ષાના ફળરૂપે પદપ્રદાન એ વધુ જવાબદારવાળી અને આવી પડેલ ગુરૂની આજ્ઞાસમ મનાય છે. પદની ભાવના તે જૈન શાસનમાં પદ માટે અગ્ય સૂચવે છે, મહાપુરૂષોના પદવી પ્રદાન તેમની અનીચ્છામાં ગુરૂની કે સંઘની આજ્ઞાને આધીન થઈને શાસનહિતદષ્ટિ ધ્યાનમાં રાખી તેઓને લેવાં પડે છે, અને તેઓ સમજે છે કે આ પદ જે મહાનપુરૂ ધારણ કરતા અને જેઓના આ મહાપદ ઊપર આખા શાસનની મુદાર હતી તે મારા જેવા સામાન્ય માણસ ઉપર આવી પડે છે તે હું શી રીતે પાર પાડીશ અથવા મને ગુરૂ મહારાજ તથા સંઘ અને શાસનદેવ તે વહન કરવાની શકિત આપે ઇત્યાદિ ભાવનાથી પિતાનું જીવન ઉદાત્ત બનાવનારા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com