________________
૨૧
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
જનશાસનમાં ભગવાન મહાવીરના સમગ્ર શાસનની તેના ચતુર્વિધ સંઘની રક્ષા અને તેના પરિવદ્ધનની આખી જવાબદારી આચાર્ય મહારાજ ઉપર હોય છે, રાજાને દેશની જવાબદારી હોવા છતાં તેની પાસે પ્રધાને, શિક્ષા કરવાનાં સાધન, જેલ, સૈનિકે, હથીયારે વિગેરે રાક્ષસી દમનના સાધન હોય છે. જ્યારે શાસનના રાજા આચાર્ય પાસે ક્ષમા, ગંભીરતા, જીવનની શુદ્ધતા, સિમ્યતા, દયા, વિશ્વપ્રેમ, નિરાભિમાનતા વડે અનાદિ કાળથી વિષય અને કષાયની ભાવનાથી ટેવાયેલ જનતાને શુદ્ધ માર્ગે વાળવાની તેમાં સ્થિર રાખવાની અને તેને પુનિતપંથે ટકાવવાની જવાબદારી હોય છે.
આવી આચાર્યપદવી માટે યોગ્ય તે કાલે ઉપાધ્યાય અમૃતમેરૂજી સિવાય કઈ પૂ. હેમવિમળસૂરીશ્વરજી મહારાજને લાગ્યું નહિ. આથી પુણ્ય કામથી પુનિત બનેલા ખંભાતમાં બીરાજતા પોતાના ગુરૂ મહારાજના દર્શનાર્થે પધારતાં ઉપાધ્યાયજી અમૃતમેરૂજીના આગમનથી માનવ સાગર તેમના દર્શનાર્થે ઉલટો, તેમની દેશના મુખમુદ્રા ને કાર્યદક્ષતાને દેખી જેનજનતા ખુબજ હર્ષ પામી અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હેમવિમળસૂરીશ્વરજી મહારાજને શ્રી સંઘે વિનંતિ કરી કે હે પ્રભો ! શાસનધૂરાને વહન કરવા માટે આપ સદશ આ મહા પ્રભાવક ઉપાધ્યાયજી અમને લાગે છે માટે આપ એમને આચાર્ય પદવી આપી એમને શાસનધુરા સેપે, તેમાં એકાંતે શાસનનું હિત સમાયેલ છે, ગુરૂમહારાજે પોતાની ઈચ્છાને અનુરૂપ જ સંઘની ઈચ્છા જોઈ વિ. સં. ૧૫૭૦માં પોતાના વરદ હસ્તે સૂરિમંત્રયુક્ત આચાર્ય પદથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com