________________
૨૨
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર વિભૂષિત કર્યા અને તેઓશ્રીનું નામ શ્રીમદ્ આનંદવિમળ સૂરીશ્વરજી પાડયું, આ પદ પ્રદાનને મહાન ઉત્સવ ધર્મ, નક અત્યંત શ્રદ્ધાળુ શ્રેષ્ઠીવર્ય જીવરાજ સનીએ કર્યો હતે અને તે ઉત્સાહની સુવાસ ઘણી વખત સુધી દરેક જનતાને હદયમાં ચિરસ્થાયી રહી હતી. આ સકલ શાસ્ત્રવિશારદ તપાગચ્છાધિપતિ શ્રીમદ આનંદવિમસૂરીશ્વરજી મહારાજ તપગચ્છની પદમી પાટે બીરાજ્યો અને આચાર્ય પદની જવાબદારીને ધારણ કરતા ક્રમે ક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા.
આપણે પહેલાં જોઈ ગયા તેમ એ સમય જેન સમા જને માટે ઘણો વિષમ હતો, એક તરફ લંકા મતને જીને
શ્વર ભગવંતની પ્રતિમાનિષેધને પ્રચાર. સાધુ સંસ્થામાં એક તરફ કડવા મતને સાધુસંસ્થાના શિથિલાચાર નાશને પ્રચાર, વળી પુષ્ટી સંપ્રદાયને
| ગુજરાતમાં પ્રચાર. આ બધું હોવા છતાં ખાસ વાત એ હતી કે જેન સાધુઓમાં પણ શિથિલાચાર પેસી ગયો હતો, ચરમ તીર્થકર ભગવાન મહાવીરના તપ, ત્યાગ, અને કડક સંયમનો પાઠ શાસનના સ્તંભે ગણાતા ભૂલી રહ્યા હતા, જ્યાં જુઓ ત્યાં ગુરૂ આજ્ઞાનો અનાદર જોવામાં આવતો હતો, શિષ્ય પિતાના ગુરૂની આમન્યા માનવા તૈયાર ન હતો, એજ પ્રમાણે એકલવિહાર વધી પડયું હતું, દીક્ષાને પણ કશો પ્રતિબંધ ન હતો, અજ્ઞાન, અભણ અને સંસ્કારી માણસેને દીક્ષા આપવામાં આવતી હતી અને તેથી દીક્ષાની મહત્તા
કે સાધુવ્રતની ઉચ્ચતા બને રહ્યાં નહોતાં, તપશ્ચર્યાની ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com