________________
શ્રી આનંદવિમળસૂરિજીવનચરિત્ર લેપ થતી હતી, મોટી તિથિઓ અને પર્વતિથિઓમાં પણ તપશ્ચર્યાનું નામ ઓછું થઈ રહ્યું હતું, અભ્યાસ, પઠન પાઠન, શાસ્ત્રજ્ઞાન કે ધર્મધ્યાનની વાત વીસારે પડી હતી, શાસ્ત્રવાર્તાને ધામ, અભ્યાસના કેન્દ્ર અને સાહિત્ય લેખનના સ્થાને માત્ર આળસુ લેકેને અખાડા બની રહ્યા હતા, પરિગ્રહ વધી પડયે હતો, વિહારમાં પોતાના ઉપકરણે નેકરો દ્વારા ઉપડાવવામાં આવતાં હતાં, આ અને આવા અનેક જાતના શાસ્ત્રના પ્રતિબંધોમાં ભારે શિથિલતા આવી ગઈ હતી. જેનશાસનની ઉન્નતિના સાચા સ્તંભ સમાન મહાન શાસ્ત્રવેત્તા ગુરૂવર્ય શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજા આ વિષમ પરિસ્થિતિથી ત્રાસી ઊઠયા. અને જેના સાચી સાધુ સંસ્થાને નાશ તેઓશ્રીને સમીપ દેખાયે, જે સંયમ, તપશ્ચર્યા, અભ્યાસ અને શાસનસેવાની ધગશથી ક્રિોદ્ધારનું કામ હાથ લેવામાં આવે તેજ જૈનશાસન અને સાધુસંસ્થામાં શુદ્ધિ આવે અને તેજ ભગવંત મહાવીર સ્વામીના તપ અને ત્યાગને વફાદાર રહી શકાય. મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજને જૈન સમાજની આ પરિસ્થિતિ રાત દિવસ મુંઝવતી હતી, શું જેને શાસનની આ દશા! ધર્મના નામે આ શાં ધતીંગ ! આ દંભ અને પાખંડ કેમ ચલાવી લેવાય ! વિગેરે તેમને ખુબ વિમાસણમાં નાંખવા લાગ્યાં.
કયાં રાજાઓને પ્રતિબંધ કરનાર કવિકુલગુરૂ સિદ્ધસેન દિવાકરસૂરિ ? કયાં સર્વદર્શનેના રહસ્યને ગુથનાર મહા પ્રભાવક શ્રી હરિભદ્રસૂરિ? કયાં જૈનધર્મને વિજય વાવટો ફરકાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com