________________
૧
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ભાવમાં પણ અંતરંગ વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉપાધ્યાયને શિર હોય છે, આવી મહાન જવાબદાર અવસ્થા થોડાજ વખતમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, છંદ, અલંકાર અને સ્વપરધર્મશાસ્ત્રોમાં કુશલ બનેલ મુનિઅમૃતમેરૂને પૂ. હેમવિમળસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત્ ૧૫૬૮માં લાલપુરનગરમાં આપી. ત્યારપછી તે ઉપાધ્યાય અમૃતમેરૂ તરીકે જાહેર થયા. આ પદવી અંગેને મહાન ઉલ્લાસથી મહત્સવ સંઘવી ધીરજી શેઠે કર્યો હતો. આ પદ પામ્યા પછી ઉપાધ્યાય અમૃતમેરૂ મુનિમંડળથી વીંટાઈ સાધુ વર્ગને જેન સિદ્ધાંતના રહસ્ય તેની પાછળ રહેલા તેના ગૂઢ મર્મો તેમજ જેનધર્મ ઉપર પાપીઓના થતા આક્ષેપે અને જેને સિદ્ધાંતની અગાધતા સમજાવી વિરતિ પરિણામમાં વધુને વધુ દઢાવસ્થામાં આગળ વધારતા હતા.
માનવ માત્ર મહત્વાકાંક્ષી હોય છે અને તે વ્યાજબી પણ છે, પરંતુ મહાત્વાકાંક્ષાની દીશા બરાબર નકકી કરવી
તેજ ખરૂં કર્તવ્ય છે, ધન ઉપાર્જન આચાર્યપદ કરનાર ધનાઢયો, સંગીત ગાનારા ગવૈયા
ઈમારત ચણનારા શિલ્પીઓ, અને રાજ્ય કરનાર રાજવીઓ આ સિ મહત્વાકાંક્ષી હોય છે, અને તે પોત પોતાના કાર્યમાં સે આગળ વધે છે, પરંતુ તેનું પરિણામ અને ફળ સત્તા મદ-અભિમાન વિષયલાલસાની પૂર્તિ અને વાહ વાહ સિવાય ભાગ્યેજ હોય છે. જેણે સત્તામદ, વિષયલાલસા અને કીર્તિને ત્યાગ કર્યો છે જેણે સ્વદેહની દરકાર કે દેહની સાથે સંબંધ ધરાવનાર કુંટુબ સ્વજન માતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com