________________
-
શ્રી આનંદવિમળસૂરિજીવનચરિત્ર અને તે પુત્ર રત્ન મને સ્વર્ગનો માર્ગ દર્શાવ્યો,” હે સ્વામિનાથ! અવશ્ય મારું સ્વમ ફળશે, અને હું ભાગ્યશાળી થઈ પુત્રના મુખને જોઈ હું સૌભાગ્યવતી થઈશ. મારા એ પુત્રરત્નથી મારી અને આપના કુટુંબની કીર્તિ અમર થશે, મારા હૃદયમાં પરમાત્માની પૂજા, તીર્થંકર ભગવાનની યાત્રા, સાધુમુનિરાજોને દાન અને તપશ્ચર્યા કરવાના ભાવે ઉત્પન્ન થાય છે. આથી આ પુત્ર કેઈ દૈવીરત્ન હોય તેમ લાગે છે વિશેષમાં ભાગ્યદશા પલટાય છે ત્યારે બધા ગ્રહ અનુકુલ થઈ જાય છે, શુભ અને મંગલમય પ્રસંગે જ આવે છે.
ધર્મપરાયણ પતિધર્મ ઉપાસક, સદ્ગુણ, સુશીલા માણેકદેવીએ વિક્રમ સંવત ૧૫૪૭ ના વર્ષે શુભ ગ્રહે, શુભ નક્ષત્રોને શુભ ચોથી સુચવતા એવા એ પુત્રરત્નને પૂર્ણમાસે જન્મ આપે. માનવે કઈ પણ શુભકિયા કરતાં સારે દિવસ અને સારું મુહૂર્ત જુવે છે છતાં જન્મ એ માનવના હાથની વસ્તુ નથી પણ સારા દિવસે જન્મેલ બાળક સારો નીવડે છે તે જગપ્રસિદ્ધ છે. જન્મ થયે એટલામાં અદ્દભુત ચમત્કાર થયે, માતાના પલંગ પાસે શુદ્ધ ઐતિને સાથીયે જોવામાં આવ્યું, કુટુંબીજને તે જોઈ ચક્તિ થયા, માતા-પિતા કુટુંબીજને બધા આ ચમત્કારથી હર્ષિત થયા અને પુત્ર રત્નના ભાવિ ભાગ્ય વિષેનો આ ચમત્કાર નગરજનના આનંદનો વિષય થઈ પડયો.
બાળક પુત્રનું ભવ્ય લલાટ, ચકોર આંખે, પ્રતિભાશાળી ચહેરે, ગારવણ અને લાંબા હાથ, સુકોમળ શરીર, નમણું નાક, પહેળી છાતી, અને કુમકુમથી જાણે રંગેલ ન
હોય તેવા નાજુક પગલાં વિગેરે જોઈ જોઈને માત-પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com