________________
૧૦.
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર અને કુટુંબી જન તો ઉલ્લાસિત થવા લાગ્યા, પોતાની જાતને પિતાના ઘરને, પોતાના કુટુંબને અને પિતાના ગોત્રને ભાગ્યશાળી માનવા લાગ્યાં, પારણમાં સૂતેલા હસતા. રમતા કલ્લોલ કરતા બાળકને જોઈ આંખો અને આંતરડી ઠારતાં હતાં.
શુભ મુહૂર્ત સમારોહક પૂર્વક કુંવરનું શુભ નામ વાઘજી કુંવર પાડયું, પિતા મેઘાજી શેઠ તથા માતા માણેકદેવી ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામતા બાળકનું લાલન પાલન ઉત્તમ રીતે કરતાં હતાં.
આજે માતા માણેકદેવી પુત્રને ઉત્સંગમાં લઈ રમાડે છે. બાળક વાઘજી કુંવરના તેજ અને પ્રભાવથી હાસ્ય અને આનંદથી માતા પુલકિત થઈ લાડ લડાવે છે, પુત્ર તે માતાના ખોળામાંથી વારંવાર ઉતરીને નાસી જવા પ્રયત્ન કરે છે. વારંવાર માતા ઉત્સંગમાં લે છે, અને વારંવાર કુંવર નીચે ઉતરી જાણે ચાલ્યો જતો હોય તેમ ઘરના બીજા ભાગમાં સંતાઈ જાય છે. ભેળી અને ભલી માતા આવા નાના બનાવથી શંતિ થાય છે. માતાને કે અજબ પ્રેમ! માતા તે પુત્ર માટે મોટી મોટી આશાની ઈમારતો બાંધે છે. પુત્ર મેટે થશે, શાળાએ ભણશે, કેઈ કુળવાન સુશીલ અને મિનરમ કન્યા સાથે તેને વિવાહ કરીશ. બંનેને સુખી જોઈશ વૃદ્ધાવસ્થામાં મારે લાડીલો પુત્ર અને પ્રેમાળ પુત્રવધૂ મારી સેવા કરશે મારે વાઘજી માટે વેપારી થશે. દેશ પરદેશ ખેડશે અને ધર્મ કાર્યથી મહાન કીર્તિશાળી થશે. મારી કુખને ઉજવળ કરશે અને અમારી જીંદગી પરમાત્માના ચરણમાં ગાળી અમે સુખી સુખી થઈ રહીશું, પણ અમારો આ પ્રિય કુમાર વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com