________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ખેાળામાંથી કેમ નાસી જાય છે તે સમજાતું નથી. મારી સાથે વાત કેમ કરતો નથી? અરે આ અમારા લાલને કઈ મારી પાસેથી છોડાવી તે નહિ જાયને! ના પણ હું કેમ જવા દઈશ, મારો કુમાર માટે જ છે, માતા કયાં જાણે છે કે એ ખોળામાંથી નાસી જતો અને બીજા ઘરમાં સંતાઈ જતો બાળક ખરેખર નાસી જવાને છે, જગતના બીજા જ ઘરમાં તે નાસી જઈ સ્થિર રહેવાને છે, જગતના બીજા જ ઘરમાં તેને વાસ છે, અને ધર્મને ઝંડો ફરકાવનાર મહાકલ્યાણકારી મહાત્મા થવાને છે, તેને તો દીક્ષા કુમારીને પરણવું છે, અને મેક્ષના વ્યાપાર કરવા છે.
દેશો દેશના અનુભવને જીવનમાં રેડતા રામાનુગ્રામ
વિહાર કરતા ભવ્યાત્માઓને પ્રતિબંધ સાથીયાનું રહસ્ય કરતા તપાગચ્છાધિપતિ સકલ ભટ્ટાર
કાચાર્ય શ્રીમદુ હેમવિમળસૂરીશ્વરજી મહારાજ ઇડર નગરમાં પધાર્યા. રાજાગમન કરતાં પણ ગુરૂ આગમનને વધુ મહત્વ આપતી સકલ જનતા હર્ષઘેલી બની. સકળ જનતા ગુરૂ આગમનને જીવન શોધક, પ્રગતિકારક અને રક્ષક માનતી. કારણ ગુરૂ આગમનથી તેમને અપૂર્વ જ્ઞાન અપૂર્વ જીવનમાં ઉત્સાહ અને પોતાની જીવન પ્રણાલિકામાં યોગ્ય ફેરફાર થતો. ગુરૂને ઉપદેશ સાંભલી તેને જીવનમાં ઉતારતી જનતા ઘર તરફ વિદાય લેવા લાગી. પરંતુ મેઘાજી શેઠ પોતાના હદયમાં રહેલ શંકાનો પૂછવાને અવસર આજે ઘણે અવસરે પ્રાપ્ત થયેલ હઈ સૌના ગયા પછી ગુરૂ પાસે વિનયથી બેસી વિજ્ઞપ્તિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com