________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર હિંદુની આર્ય સંસ્કૃતિનું મુસ્લીમ સાથે મિશ્રણ થતું હતું.
ક્ષત્રિની ક્ષત્રિયવટની બ્રહાણેના ધર્મમાનીપણાની અને વેની સંપત્તિની દેશકાજે અને ધર્મકાજે થતી કસોટીને તે કાલ અણમોલ હતે. કારણ એક બાજુ લાલચે વાસના અને મેટાઈ અને રાજ્યાશ્રય હતો જ્યારે બીજી બાજુ ધર્મ, નીતિ અને કુલવટકાજે દુ:ખ, જંગલમાં રખડવું, ધમાલ વિનાના બનવું વિગેરે હતું. પૃથ્વીરાજ ચૌહાણ અને રાયચંદ રાઠડના વૈમનસ્યથી પ્રવેશ પામેલા મેગલશાહિના પ્રતાપે કેટલાક રાજ મેગની હકુમત નીચે પોતાની ફાટફુટથી પ્રવેશી ચુક્યાં હતાં. કેટલાક કાયર રજપુતે પિતાની રજપુતાઈ વટલાવી ચુક્યા હતા. જ્યારે બાકી રહેલાઓને મેડા વહેલા પણ તેમના આક્રમણને ભય તેમના મનમાં ઘુમી રહ્યો હતો. છતાં રાણા પ્રતાપ અને ભામાશાહથી પ્રસિદ્ધ થનાર ઉદેપુર પ્રદેશ અને ઈડર પ્રદેશ અણનમ હતો. તેની ક્ષત્રિયવટ તેવીને તેવી હતી. અને કહેવાતું કે ઈડરીયા ગઢ જીત સહેલું નહોતું.
નાના ગામથી તે મોટા શહેર સુધીની તમામ પ્રજામાં જૈન મહાજન તે અગ્રગણ્ય ગણત, ગામને શેઠ તે જેના મહાજન, ગ્રામપંચાયતને ન્યાયાધીશ તો પણ જેન મહાજન દુઃખીયાને તારણહાર તે જૈન મહાજન, મહાજન રૂઠે તે રાજા પણ કરે, તેને મનાવવા વિનંતિ કરે અને તેની આણા તે સૌને શિરસાવદ્ય મનાતી. આ રીતની જેન મહાજનની હાક મોગલશાહીમાં ધીમે ધીમે ઓસરવા લાગી હતી, છતાં તેનું ઓજસ્ ઓછું થયું ન હતું. સૌને પોતાના ધન, માલ, મિલક્ત
અને ધર્મના મંદિરની વ્યવસ્થા જોખમમાં દેખાતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com