________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર એક તરફ લંકામતનો જિનેશ્વર ભગવંતની પ્રતિમા નિષેધને માટે ભારે પ્રચાર થઈ રહ્યો હતો. પ્રતિમા પ્રત્યે તિરસ્કાર અને અશ્રદ્ધાનું વાતાવરણ જામવા લાગ્યું હતું, અને સમાજનું સંગઠન શિથિલ થઈ રહ્યું હતું. એક તરફ કડવા મતનાં અનુયાયીઓ વધવા લાગ્યા હતા. ને તે મતની માન્યતા કે “સાચા સાધુઓનો અભાવ છે. શાસ્ત્રોક્ત દીક્ષા પલાય તેમ નથી માટે સાધુ વર્ગની જરૂર નથી પણ શ્રાવક વેષે સંચરી ભાવસાધુપણે વર્તવું ઈષ્ટ છે, અને આવી બીજી અનેક રીતે સાધુ સંસ્થાના વિનાશના બીજ વવાઈ રહ્યાં હતાં. વળી એક તરફ પુષ્ટીમાર્ગ નામના વૈષ્ણવસંપ્રદાયને ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂકર્યો હતો. શ્રી વલ્લભાચાર્યે રામેશ્વર સુધી યાત્રા કરી ગોકુલમાં કેટલાક સમય ગાળી, પુષ્કરજી થઈ સિદ્ધપુર પાટણ, વડનગર, વિસનગર, ડાકોર, ભરૂચ, સુરત વિગેરે ગુજરાતના મોટા શહેર તથા કાઠીયાવાડ અને સિંધમાં ફરી પુષ્ટી સંપ્રદાયને પ્રચાર કર્યો હતો આમ પરિસ્થિતિ વિષમ હતી.
જીનેશ્વર ભગવંતની પ્રતિમા નિષેધ, સાધુપૂજન નિષેધ, અને સાથેસાથે જૈન સમાજની ધર્મશિથિલતા અને સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રને સુમેળ ધીમે ધીમે ધસાત હતા. ગુરૂ આજ્ઞાનું પાલન શાસ્ત્રીય રીતે થતું નહતું, તપાદિને ધીમે ધીમે અભાવ હત; એકલવિહાર ખુબ વધી ગયા હતા, પર્વતિથિમાં પણ તપશ્ચર્યાનું ઠેકાણું નહોતું, વહન, સ્વાધ્યાય અને અભ્યાસ, તથા કિયા તરફ અરૂચિ વધતી જતી હતી અને જૈન જગત “એક મહાન તપસ્વી, પ્રભાવક ક્રિાધ્યાપક, વિદ્વાન, પ્રતિભાસંપન્ન, અને ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com