________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ચડામણિ, સિતારાની રાહ જોઈ રહ્યું હતું. જેના સમાજમાં જાગૃતિ, ધર્મને ઉદ્યોત, સાહિત્ય અને તત્વજ્ઞાનનું જ્ઞાન ઓછું થતું હતું, અને સાધુ સમાજમાં આ ઘસારે વધી રહ્યો હતો, સમાજનું ભાવિ અંધકારરૂપી કાળા વાદળાથી ઘેરાયેલું હતું.
પૂર્ણિમાની ચાંદની નિરભ્ર આકાશમાંથી શીતળ કિરણે
વરસાવી રહી હતી, શહેરના ઊંચા માતાની મમતા કિલ્લાના કાંગરા રૂપેરી ઝગઝગાટથી
શોભી રહ્યાં હતાં. તારાઓના વૃદ ચમકાર મારતાં પ્રકાશી રહ્યાં હતાં. આખા નગરપર શાંતિનું સામ્રાજ્ય હતું. સૂર્ય વિશ્રાંતિ માટે અસ્તાચળ પર વિચરી ચૂક્યો હતે. પશુ પંખીઓ પોત પોતાના સ્થાને જંપી ગયાં હતાં. પ્રકૃતિનું વાતાવરણ સુમધુર અને પ્રફુલ્લ જણાતું હતું. પ્રેમીજને ચાંદનીના અમૃત વર્ષાનું પાન કરી રહ્યાં હતાં વિરહીજને શીતલ ચાંદનીના અસહ્ય બાણથી ઘવાઈ પાસ બદલતાં બદલતાં વિયાગ દુખ સહી રહ્યાં હતાં. નગરના મહેલ અને પ્રાસાદે, મંદિર અને હવેલીઓ, રાજમાર્ગો અને કિલાના ભવ્ય મંદિરે ચંદ્રમાના ચાર પ્રકાશમાં સુવ
નગરી સમા દેદિપ્યમાન થઈ રહ્યાં હતાં. આવા ઈડર નગરમાં એક ધર્મપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવક શ્રેષ્ઠીના શયન મંદિરમાં એક પતિવ્રતા સુશીલા ગૃહિણી પથારીમાં પડયા પડયા નિશ્વાસ નાંખી રહી હતી, પતિદેવ કાર્યવશે દુકાનેથી આવ્યા ન હતા. સુશીલા ઘડી પરમાત્માને યાદ કરતી તે ઘડી નિરાશાના નિશ્વાસ નાખતી હતી. શીતળ ચાંદની તે રામાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com