________________
શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર શ્રીમદ્ આનંદવિમળ સૂરીશ્વરજી મહારાજાએ યતિ
બંધારણ માટે કરેલા નિયમો.
યતિઓમાં અતિશય શિથિલાચાર વધ્યો ત્યારે વિકમ સંવત્ ૧૫૮૩ના વર્ષે પાટણ નગરમાં તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે શ્રીસંઘ સમુદાય મળે. કરેલ યતિ બંધારણના નિયમે.
૧ ગુરૂને આદેશે વિહાર કરે. ૨ વણિકને દીક્ષા દેવી, બીજાને નહિ. ૩ ગીતાર્થની નીશ્રાએ મહાસતિને દીક્ષા દેવી.
૪ ગુરૂ દૂર હોય તો ગીતાર્થ પાસે કઈ દીક્ષા લેતે તેની પરીક્ષા કરી વેષ પલટાવો પણ વિધિપૂર્વક ગુરૂ પાસે દીક્ષા દેવરાવીને વેગ વહેવરાવવા.
૫ પાટણમાં ગીતાર્થનો સંઘાડે રહે. ચોમાસામાં બીજે નગરે છ ઠાણા ચોમાસું રહેને ગામડે ત્રણત્રણ ઠાણું ચોમાસું રહે. - ૬ ગુરૂ દૂર હોય તે આદેશ કાગળથી મંગાવવો.
૭ એકલા મહાત્માએ વિહાર ન કર.
૮ કોઈ સાધુ એકલે વિહાર કરતો આવે તે માંડલે કેઈએ ન બેસાર.
૯ બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચઉદસ, અમાવાસ્યાને પૂર્ણિમા, એમ માસમાં ૧૨) દિવસ વિગઈન વહોરવી, ઉપવાસ, આંબિલ, નવી યથાશક્તિ તપ કરે.
૧૦ તિથિ વધે ત્યારે એક દિવસ વિગય ન વેહરવી. ૧૧ પાત્રમાં રોગાન ન દે.
૧૨ પાડ્યાં કાળાં કાટુળાં કરવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com