________________
૩૮
શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર
જગ્યાએ તેમને બહુમાન મળતું અને તેઓશ્રીની પ્રતિષ્ઠા ખુબ વધતી જતી હતી અને તેઓની આજ્ઞા દરેક શહેર, દરેક ગામ ઝંખી રહ્યાં હતાં.
મારવાડ, માલવા, મેવાડ, પાટણ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, ચાપાનેર, ખંભાત, દક્ષિણ, દેવગિરિ, માંડળ, ગાંધાર, સૂરત, ભરૂચ, કુંકણ, કાકરેચી, સાચોર, જાલેર, મડર, જોધપુર, નિવરી, નાગર, અજમેર, આગ્રા, હંસાર, કેટ, રામસેન, કુંભલમેર, ટંકટાંડા, ઢીલી, રાજગૃહી, સોપારૂ, વાગડ, વાંસવાડા, આહડ, જવાસા, વિસલનેર, નડુલાઈ, નવસારી, વલસાડ, અગાસી, ડભાઈ મલબાર, દિવ, દમણ, માંગલોર, ઘોઘા, અને હરમજ વિગેરે ગામો ને પ્રદેશોમાં પૂ. આચાશ્રીની પૂ. આજ્ઞા શિરોધાર્ય મનાતી હતી તેમજ તેઓશ્રીના વિષે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. એહવે આનંદ વિમલ સુરિરાય,
નગદલ મલિખ હુઓ તેણે કાય, મહમ્મદ હાથે ફરમાન કીધ,
આણંદવિમલને હાથે દીધ, નમતા ખાન વજીર સુલતાન,
ઠામ ઠામ ગુરપાલે માન, દીપે દેશના ગુરૂજી સાર,
ઘણા પુરૂષને કરે ઉદ્ધાર, મુનિ જગો રિષિ જે પંન્યાસ,
ગુરૂ ફરમાન દીયે નર તાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com