________________
દીક્ષા
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સમયના વહેણ સાથે દિવસે અને રાત્રિઓ પસાર
થવા લાગી પ્રભાતનો સમય થયો ધીરે ધીરે સૂર્યદેવ પૃથ્વી પર પ્રગટ
થયા, ભૂમિ માનવીઓના કેલાહલથી ગુંજવા લાગી, સૂર્યદેવ માનવેલકમાં રક્ત વર્ણના સોનેરી કિરણે ફેંકી રહ્યાં હતાં. આકાશમાં સપ્તરંગી ધનુષ્ય રેખાઓ તણાઈ રહી હતી. વનવગડામાં રખડી જીવન ગાળનાર, ધેનુને ચરાવવાવાળા સાદા ભલા ગોવાળીઆ સત્ય નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કરતા ગાના સમૂહને લઈ વનમાં જતા હતા, આજે ઈડરનગરના દરવાજેથી માનવીઓનાં ટેલેટેલાં પસાર થઈ રહ્યાં હતાં, આખું નગર ધ્વજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. આવા ભિન્ન ભિન્ન પ્રકારના ગગનભેદી વાતાવરણથી કે લાહલ થઈ રહ્યો હતો. ને સૌ નાગરિકો પરમતારક ગુરૂદેવના દર્શને હર્ષભેર જઈ રહ્યાં હતાં, ગુરૂદેવ બીજા કેઈ નહિ. પણ આપણા ચરિત્રનાયક વાઘજી કુંવરના ગુરૂદેવ હતા. રાજશાહી ભવ્ય સ્વાગત સાથે ગચ્છાધિપતિ શ્રીમદ્ હેમવિમસૂરીશ્વરજી મહારાજે નગર પ્રવેશ કરી ઉપાશ્રયે પધારતાં દેશનાને પ્રારંભ કરતાં કહ્યું કે “માનવી માત્રની પ્રવૃત્તિ સુખની ઇચ્છાને દુ:ખના ત્યાગ રૂપે હોય છે, પણ સુખ અને દુઃખ તેની વ્યાખ્યા હંમેશાં જુદી જુદી માણસે પિતાને આશ્રયી ગણે છે. નિર્ધનને ધન, અપુત્રીયાને પુત્ર, રેગીને નિરંગી અવસ્થા, નિબુદ્ધિને બુદ્ધિ પરાધીનને સ્વતંત્રતા આ સે સુખ તરીકે મનાય છે, પણ એક માણસ જેને સુખ માને છે, તેને બીજે દુઃખ માને છે, જેને એક દુખ રૂપ માને તેને બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com