________________
૧૩
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર હિતની હર હંમેશ ચિંતા કરશે, તમે તમારા પૂર્યોદયે આ ઊત્તમ પુત્રરત્નને પ્રાપ્ત કરી શક્યા છે, માટે ધન્ય છે તેની સુશીલ માતાને ને ધન્ય છે તમને, આ મહાપુરૂષનું જતન કરજે, ધર્મ પ્રેમથી તેના સંસ્કારમાં વૃદ્ધિ કરજે, જેને સમાજના ઊદ્યોત માટે તેના ઉચ્ચ જીવાત્માની રૂડી રીતે રક્ષા કરજે.
ગુરૂદેવના આ વચનથી કુંટુંબીજનેને આનંદ થયો આવા પુત્રરત્નથી માતા-પિતા ધન્ય માનવા લાગ્યા, કુટુંબી જનેને પણ અત્યંત આનંદ થયે, બાળક વાઘજીવરની પ્રત્યેક હિલચાલ અનેખી જણાવા લાગી, દેવદર્શન પ્રત્યે પ્રેમ, ગુરૂવંદન. પ્રત્યે મમતા ને જે મળે તેનાથી સંતોષ, રડવાનું નામ નહિ, હંમેશાં હસતેજ માલુમ પડે, પડેશના બાળક સાથે પણ ઊચ્ચ આસને બેશી ઊપદેશ આપતા હોય તેમ નિર્દોષ રમત રમે.
કેટલાક વખત બાદ ગુરૂદેવ વિહાર કરવાના હતા, ત્યારે લેકે ગુરૂદેવને વળાવા ગયા આપણા મેઘાછશેઠ પણ વાઘજીવરને સાથે લઈને ગયા. ગુરૂમહારાજે અંતિમ દેશના આપી. મેઘાજી શેઠે ગુરૂદેવને વંદન કર્યું, અને સાથે બાળકુંવરે પણ ગુરૂદેવ પાસે હર્ષથી દોડી જઈ ચરણમાં પોતાનું મસ્તક મુકી દીધું. ગુરૂ તે ચક્તિ થઈ ગયા. પિતાને ભારે આશ્ચર્ય થયું, લોકે વિસ્મિત થઈ ગયા, ગુરુદેવે માથે હાથ મુક્યો અને આશીર્વાદ આપ્યા,
-
“હે વત્સ! તું જૈનશાસનને ઉઘાત કરજે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com