SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસરિ જીવનચરિત્ર સેલમે ઉદ્ધાર પોતાના પરમ ઉપકારી જગદગુરૂ શાસનસમ્રાટ જંગમ યુગપ્રધાન, સૂરિચક્રચક્રવતી વાદિમદમર્દન શાસ્ત્રવિશારદ પ્રાતઃસ્મરણીય તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનવિમળસૂરીશ્વરજી મહારાજાધિરાજાના હસ્તે વિક્રમસંવત ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ ને રવીવારે કરાવ્યું. તે હજુ સુધી ચા આવે છે. રિજીએ શાસન ઉન્નતિના અનેક કાર્યો કર્યા છે પોતાના વરદહસ્તે અનેક રાજકુમારે, શ્રેષ્ઠીપુત્રો અને બીજા અનેક અન્ય દર્શનીય ૫૦૦ પાંચ ભવિ વિદ્વાનને પ્રભુ મહાવીરના ત્યાગ ધર્મના પુનિત પંથવાળી દીક્ષા આપી હતી તે વખતે મહાપુરૂષ તપાગચ્છાધિપતિ વાદિમદમર્દન શ્રીમદ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની આજ્ઞામાં ૧૮૦૦) અઢારસો સાધુએ વિચરતા હતા. સાધુપણાની બધી જવાબદારીઓ પૂરી કરી, આચાર્ય તરીકેની ફરજમાં હંમેશ પ્રવૃત્ત રહેવું, મહાન્ તપશ્ચર્યા ગામેગામ વિહાર કરી ભાવિજીને પ્રતિબોધવા, શાસનઉદ્ધારના કાર્યો કરવાં અને તે ઉપરાંત કુમતવાદીઓને જીતવા તથા લોકોને જૈનધર્મનો પ્રબોધ પમાડે તે બધું કરવા સાથે સાધુપણુને ગ્ય જીવનશોધનને માટે અને જીતેંદ્રિય થવા માટે ઊગ્ર તપશ્ચર્યા કરવી એ પણ મહાઉપયોગી કર્તવ્ય છે. ૧ આ જીર્ણોદ્ધાર સંબંધી ઉલ્લેખ વીરવંશાવળી, તથા પંડિતવર્ય શ્રી ગુણવિજયગણિકૃત કલ્પસૂત્ર લઘુવૃત્તિમાં તથા જૈનતીર્થોના ઈતિહાસમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy