________________
૩૦.
શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર આવ્યા છે, ઉગ્રધ્યાની છે અને મહા પ્રભાવશાળી છે, માતા ભલે! આપને દુ:ખી દેખી નથી શકતો પણ જે મને તો સાચું સુવર્ણ લાગશે તોજ નમીશ, હા! ભાઈ ! જેવી તારી ઈચ્છા, હે શાસનદેવ મારા પુત્રને સન્મતિ આપજે. બેટા તું જા.
ગામાનુગ્રામ વિહાર કરતા, જ્ઞાન ધ્યાનથી જૈનધર્મને ઉદ્યોત કરતા, ગુરૂદેવ શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી શિષ્ય સમુદાય સાથે માળવામાં આવેલ ઊજજયની નગરીમાં પધાર્યા,
ત્યાં તેઓશ્રીએ એક માસની ઘેર તપશ્ચર્યા આરંભી અને ક્ષિપ્રા નદીના કાંઠે “ગંધર્વ સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા, ધ્યાનમાં એટલા બધા નિશ્ચલ હતા કે દેવે પણ તેમને ચલાયમાન ન કરી શકે.
માણેકચંદ શેઠ ત્યાં આવ્યા, અને કાઉસ્સગ ધ્યાને ઉભેલા પૂજ્ય આચાર્યદેવને જે તેની પરીક્ષા કરવા કુતુહલ થયું, મસાલ સળગાવીને ગુરૂદેવની દાઢી આગળ ધરી, દાઢી સળગી, ગુરૂદેવનું મુખ પણ દાઝયું. છતાં આચાર્ય ભગવંત મેરૂ પર્વતની જેમ નિશ્ચલ રહ્યા અને માણેકચંદ શેઠની પ્રત્યે કરૂણા દ્રષ્ટિથી જોવા લાગ્યા.
ગુરૂદેવ વિશ્વપ્રેમી હતા ને વિશ્વપ્રેમની ભાવનાથી ગુરૂદેવના આત્મામાં અણુ અણુએ શુદ્ધ પ્રેમજ ભરેલું હતું, માણેકચંદ શેઠના મનપર અજબ પરિવર્તન થયું, ગુરૂદેવને આવી રીતે કષ્ટ આપવા બદલ માણેકચંદને પોતાના દીલમાં પશ્ચાતાપ થયે. આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે સુધાસિંધુ પાણી દ્વારા તેના બળતા અંતરમાં અમૃતસિંચન કર્યું, ને કહ્યું કે ભાઈ જરાપણ ગભરાવાની જરૂર નથી તમારા જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com