________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સમુદાય દીલગીરીના વાતાવરણમાં ઘેરાઈ ગયે, ગુરૂદેવ શ્રીમદ્ હિમવિમલસૂરીશ્વરજી મહારાજ પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં વિક્રમ સંવત ૧૫૮૪માં સ્વર્ગ સંચર્યા, આખા નગરમાં ગુરૂ વિરહના દુઃખથી ગંભીરતા છવાઈ ગઈ, શ્રી સંઘે ગુરૂદેવની અંતિમ ક્રિયા મહાન સમારેહપૂર્વક કરી. જો કે મહાપુરુષોના મૃત્યુ મહાપુરુષને મન તો ઉત્સવસમજ હોય છે. પરંતુ તેને ઉપકૃત ભક્ત વર્ગ તેમના ગુણના લાભ અને તેમના જીવન સંસર્ગથી થતી ઉન્નતતાને સંભારી રડે તે સ્વાભાવિક છે.
ગુરૂદેવના સ્મારક ચિન્હરૂપે શત્રુંજય તીર્થ ઉપર પરમ પાવન રાયણના પગલાની જોડે તેઓની પુનિત પાદુકા આજે પણ તેમનું સ્મરણ કરાવી રહી છે. પગલાં છે ત્યાં જ તેમને સ્તુપ પણ છે, તેમજ છાલા કુંડ નજીક યતિઓની ટુંકમાં પણ ગુરૂદેવને તુપ છે.
બેટા માણેક! તું નહિજ માને કે ! ના! માતાજી! હું નહિજ માનું! હું જોઉં છું કે યતિઓમાં શિથિલાચાર ખુબ વધી ગયેલ છે, સાચા સાધુ હું જોતો નથી. હું એવા દંભી અને કિયાહિન યતિને નહિ માની શકું, મારે ધર્મ પવિત્ર ધર્મ છે, ચારિત્ર અને તપશ્ચર્યા એ ધર્મના મુખ્ય સિદ્ધાંત છે, આજે તો નથી ચારિત્રનું ઠેકાણું કે નથી તપ, જ૫નું, આવા સાધુઓ સમાજ અને ધર્મને ભારરૂપ છે, ભાઈ! તે મારું વચન એકજ વખત માન, મારે વર્ધમાન તપની ઓળીનું વ્રત છે, તપશ્ચર્યામાં કઈ મુનિરાજના દર્શન કરવાની મારી ભાવના છે, હે વત્સ તું જા તો ખરો તને શ્રદ્ધા ન બેસે તે પાછો આવજે, કહે છે કે નદી કિનારે મહાન તપસ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com