________________
૧૭
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર પણને ઘડીભરમાં છોડીને ચાલતે થઈશ? શું તું આટલા માટે જ સર્જાયેલ હતો? દેવ! એના કરતાં મને પુત્ર ન આપ્યા હેત તો સારું. શું મારી આશાની ઈમારતો ધૂળ ભેગી થઈ જશે? આ રીતે આજે બંને દંપતીઓના મુખ મંડળ પર ચિતારૂપી રાહુ ઘેરાયેલું હતું. તેઓના અંતરમાં અવનવા વિચારે ઉદ્દભવતા અને પલભરમાં પાણીના પરપોટાની જેમ સમાઈ જતા હતા, શોકાતુર થયેલા માતાપિતાને ફરીથી નમસ્કાર કરીને વાઘજીકુંવર બેલ્યા કે-હે માતુશ્રી તથા પિતાશ્રી આપ વિનાવિલંબે સહર્ષ મને આજ્ઞા આપે કારણકે મારે એક દિવસ તે એક વર્ષ જે જાય છે. અને જ્ઞાની મહારાજેનું પણ એજ કથન છે કે કાલ કરવું હોય તે હમણાં જ કરવું ક્ષણભંગુર જીવનને શે ભસે? માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપે. આવા શબ્દ જે પાંચ વર્ષના બાળપુત્રના મુખમાંથી નીકળે તે શું સૂચવે છે! પૂર્વભવમાં તેણે જ્ઞાન અને ચારિત્રધર્મની અનહદ ઉપાસના કરી હશે ને તે ઉપાસનામાં કાંઈ ન્યૂનતા રહી હશે તે આ ભવમાં પૂરી કરવા માટે જાણે આ જન્મ ધારણ ન કર્યો હોય તેમ પુત્રના આવા શબ્દોમાં ભારે ગંભીરતા હતી, હૃદયભેદક વચનથી માતાપિતાના હૃદય ભરાઈ ગયાં અને નયનેમાંથી ચોધાર અશ્રુઓ વહેવા લાગ્યાં. આજે એમને આનંદ ઉદાસીનતામાં ફેરવાઈ ગયો. વાત્સલ્ય ઘેલાં માતાપિતા પુત્રને એકદમ આજ્ઞા ન જ આપી શકે છતાં પણ તેઓના અંતરમાં ચારિત્ર પ્રત્યેની સદભાવના હતી, ને તેઓ એની ઉપાદેયતા પણ સારી રીતે સમજતાં હતાં. આથી હર્ષના ઉમલકાથી પુત્રને ખેાળામાં બેસાડીને કહ્યું કે “હે પ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com