________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર દીક્ષા, અને જેને પામ્યા પછી આત્મરમણ સિવાય પછી કોઈ ઘટના પ્રત્યે તેનું સહજ પણ લક્ષ ન હોય, અને તે પ્રાસંગિક પણ જે જે પ્રવૃત્તિ કરે તે પણ પરંપરાએ આત્મરમણતાની અભિમુખ હેવી જોઈએ.
આ પ્રમાણે ગુરૂવચન સાંભલી વાઘજકુંવરને સંસાર અસાર લાગે. અને જેને દુનીયા સુખ માને છે તે ખરેખર પરિણમે ભયંકર દુઃખ સ્વરૂપ છે તે સમજાવા લાગ્યું. અને સંસારના સુખની પ્રદ્ધતિ તૃષા સમાવવા માટે મૃગયા જળ પ્રત્યે દોડધામ સમાન લાગી, અને પોતાની જીવન નૌકા બરાબે ચઢયા પછી વાળવી તેના કરતા પ્રથમજ શભ માર્ગે વળે તે કેવું સારું તે વિચારી પરમપકારી માતા પિતાને પરમપાવન દીક્ષાનો અંગીકાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યું, હંમેશાં પુત્રવત્સલમાતાપિતાનું હૃદય બાળકના પ્રત્યે ખુબજ મમતાવાળું હોય તે તે નિ:શંક છે, તેમને પુત્રની દીક્ષા લેવાની ભાવના તે ગમી પણ તેની પાછળ રહેલ ભયંકર યાતના અને ઉપસર્ગોના શિખરોની પ્રચંડતાને વિચાર કરતાં કમકમી ઉપજી. સહેજે દુઃખી થઈ પુત્રને કહ્યું, “પુત્ર! જે વસ્તુને તું માને છે તે વસ્તુ સર્વોત્તમ છે તે નિ:શંક છે, પણ મહાવિકટ છે. આદરવું સહેલ છે પણ ચારિત્ર પાળવું ઘણું કઠણ છે, તારે વિચાર ઉત્તમ છે છતાં તારી કમળતા, અજ્ઞાનતા, અમને તારા આટલા પરાક્રમ માટે ખાત્રી નથી પુરી શકતું, છતાં બંને દંપતી પ્રિયપુત્રના મુખમાંથી નીકળતા શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યા, ને કહેવા લાગ્યા કે, મારા વહાલા પુત્ર આ શું! તું મારા વાત્સલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com