________________
૩૪
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર માણિભદ્રવીરે ભરવને વારી ઉપદ્રવ દૂર કર્યા. તપાગચ્છમાં નવીન થનાર આચાર્યો પ્રથમ મગરવાડા જતા અને મગરવાડામાં રહી માણિભદ્રવીરને અઠ્ઠમ કરી પ્રત્યક્ષ કરતા હતા. અનેક ચમત્કારોથી ભરપુર જીવનવાળા શ્રીમદ્ સેમવિમળસૂરીશ્વરજી મહારાજની પાટ પરંપરાએ થયેલા શ્રી શાંતિસોમસૂરિજીએ મગરવાડામાં રહી માણિભદ્રવીરનું આરાધન કર્યું હતું અને તેમના પગને કંઈક અંશ માણિભદ્રવીરના કથન પ્રમાણે આગેલેરમાં ઠાકોર સમરસિંહજીના સમયમાં વિક્રમ સંવત ૧૭૩૩માં શ્રી શાંતિસેમસૂરિએ તે ગામની બહાર દહેરૂં બંધાવી ત્યાં તેની સ્થાપના કરાવી હતી. તપાગચ્છના ઉપાશ્રયો અને દહેરાસરમાં ગામેગામ અને શહેરે શહેર માણીભદ્રવીરની સ્થાપના જોવામાં આવે છે. જેનશાસનમાં અધિષ્ઠાયક દેવ તરીકે માણિભદ્રવીર ઠેર ઠેર પૂજાય છે. આજે આગલોરમાં માણિભદ્રવીરનું દેરાસર સુંદર છે. પૂર્વે માણિભદ્રવીર માણેકચંદ શેઠ જ્ઞાતિએ વીશાઓશવાળ હતા તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પુના, વિજાપુર, પાલનપુર વિગેરેના ઓસવાળો ત્યાં માહીત કરવા આવે છે, કેટલાક મગરવાડા અને કેટલાક ઉજજયિની પણ જાય છે, મારવાડ, મેવાડ, અને માલવામાં ગામેગામ તેની સ્થાપના હોવાથી તે લેકે બહારગામ જતા નથી.
શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ મહાન્ ક્રિયાદ્વારક, અને શાસનને દીપાવનાર હતા એટલું જ નહિ પણ
તેઓ એક મહાસમર્થ વિદ્વાન અને વાદવિશારદ અજોડવાદી પણ હતા. જેને ધર્મ,
સ્વશાસનરિક્ષામાં ધર્મવાદ પરાયણ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com